Home /News /ahmedabad /Atiq Ahmed News: અતીક અહેમદ મેડિકલ ચેકઅપ બાદ પોલીસ કાફલા સાથે UP જવા રવાના

Atiq Ahmed News: અતીક અહેમદ મેડિકલ ચેકઅપ બાદ પોલીસ કાફલા સાથે UP જવા રવાના

સાબરમતી જેલ - ફાઇલ તસવીર

Atiq Ahmed News: અમદાવાદની સાબરમતી જેલમાં અતીક અહેમદનું મેડિકલ ચેકઅપ પૂરું થઈ ગયું છે. ત્યારે UP પોલીસ તેને ઉત્તર પ્રદેશ લઈ જવા માટે અમદાવાદથી રવાના થઈ ગઈ છે.

અમદાવાદઃ અતીક અહેમદનું મેડિકલ ચેકઅપ પૂરું થઈ ગયું છે. ત્યારે કલાકમાં જ તેને ઉત્તરપ્રદેશ લઈ જવામાં આવશે. ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અતીક અહેમદ (Atiq Ahmed)ને લેવા માટે ઉત્તરપ્રદેશ પોલીસ (UP Police) અમદાવાદ આવી છે. ઉલ્લેખનીય છે કે, અતીકે પોલીસ સાથે જવાનો ઇનકાર કર્યો હતો.

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે અતીક કહે છે કે, 'હું જેલમાં સુરક્ષિત છું..' આ સાથે તેણે યુપી પોલીસ સાથે જવાનો ઈનકાર કર્યો હોવાની વિગતો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. અતીક અહેમદ 3 જૂન 2019થી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેને ઉમેશ પાલ હત્યા કેસમાં પૂછપરછ માટે યુપી પોલીસ લેવા માટે સવારની અમદાવાદ પહોંચી છે અને જેલમાંથી તેનો કબજો મેળવવા માટે જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


વહેલી સવારથી પોલીસ પહોંચી


વહેલી સવારથી અતીકનો કબજો મેળવા માટે યુપી પોલીસ સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ છે. અતીકને યુપીની બહાર કોઈ જેલમાં રાખવાનો આદેશ કર્યો હતો તે પછી વર્ષ 2019થી અતીક અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. આ દરમિયાન વારંવાર યુપી પોલીસ અતીક અહેમદની પૂછપરછ કરવા માટે પણ અમદાવાદ આવી ચૂકી છે.



નોંધનીય છે કે, યુપીના ચકચારી રાજુ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યાના કેસમાં અતીક અહેમદની પૂછપરછ કરવા માટે તેને તેડવા માટે પોલીસ આવી પહોંવાનું માનવામાં આવી રહ્યું છે. અતીક સામે હત્યા, ખંડણીના ઘણાં આરોપ પણ થયેલા છે. યુપી પોલીસ અતીકને તેડવા માટે ટ્રાન્ફર વોરન્ટ લઈને પહોંચી છે. સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય રહી ચુકેલા અતિક અહેમદ સામે જે ગુના નોંધાયા છે તેની તપાસ માટે ઉત્તરપ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ટીમ અમદાવાદ આવી પહોંચી છે.
First published:

Tags: Ahmedabad news, Up police, Uttar Pardesh News