Home /News /ahmedabad /અમદાવાદમાં સાત શ્રમિકોને કાળનો કોળિયો બનાવનાર કરુણાંતિકાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

અમદાવાદમાં સાત શ્રમિકોને કાળનો કોળિયો બનાવનાર કરુણાંતિકાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

કરૂણ અકસ્માતના વીડિયો સામે આવ્યા

Accident CCTV: તેરમા માળ ઉપર સ્લેબ ઉપર લિફટ બનાવવા માટે આઠ શ્રમિકો કામ કરી રહયા હતા. આ સમયે તેરમા માળનો માંચડો ભારે વજનના કારણે તૂટી પડ્યો હતો જેથી તમામ લોકો નીચે પડ્યા હતા.

    અમદાવાદ: શહેરની ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર-ટુ નામના બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહયુ હતુ. આ સમયે માંચડો તૂટી પડતા આઠ શ્રમિકોનાં મોત નિપજવાની કરુણાંતિકા સર્જાઈ હતી. આ ઘટનામાં સાતમા માળેથી આઠ શ્રમિકો પડયા હતા. આઠ શ્રમિક પૈકી માત્ર એક શ્રમિકની હાલત ગંભીર છે અને સારવાર હેઠળ છે. અન્ય સાત લોકોના મોત નીપજ્યા હતા. આ કરૂણ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સીસીટીવી જોઇને જ સામાન્ય માણસના રુંવાડા ઉભા થઇ જાય છે.

    બુધવારે બનેલી આ દુર્ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને પણ કરવામાં આવી ન હતી. ફાયર વિભાગને મીડિયા દ્વારા જાણ થતાં ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી બાંધકામની રજા ચિઠ્ઠી સ્થગિત કરવામાં આવી છે. શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં બુધવારે સવારે બનેલી ઘટનામાં એસ્પાયર-ટુ માટે બાંધકામ ચાલી રહયુ હતુ. આ દરમિયાન 13માં માળે લિફટના શાફટનું ધાબુ ભરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. શ્રમિકો કાંઈ સમજી શકે એ પહેલાં ધડાકાભેર સ્લેબ તૂટી પડ્યો હતો.



    જેથી આઠ શ્રમિકો તેરમાં માળથી નીચે પટકાયા હતા. તેરમા માળ ઉપર સ્લેબ ઉપર લિફટ બનાવવા માટે આઠ શ્રમિકો કામ કરી રહયા હતા. આ સમયે તેરમા માળનો માંચડો ભારે વજનના કારણે તૂટી પડ્યો હતો જેથી તમામ લોકો નીચે પડ્યા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અકસ્માત, અમદાવાદ, ગુજરાત, સીસીટીવી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन