Home /News /ahmedabad /

અમદાવાદ: ACB એ હોમ ગાર્ડના બે અધિકારીઓને રંગેહાથે લાંચ લેતા ઝડપી પાડ્યા 

અમદાવાદ: ACB એ હોમ ગાર્ડના બે અધિકારીઓને રંગેહાથે લાંચ લેતા ઝડપી પાડ્યા 

આ ગુનો  14 ઓગસ્ટના રોજ બન્યો હતો અને બંન્ને આરોપીઓ લાંચની માંગણીની રકમ 30,000ની કરી હતી. (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad news: પોલીસ સ્ટેશનની બાજુમાં બોપલમાં લાંચની રકમ લીધી હોવાનુ સામે આવ્યું છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો આ કેસના ફરીયાદી અને તેમના બે મિત્રોને જી.આર.ડી સભ્યપદેથી ફરજ મોકુફ કરવામાં આવ્યા છે.

અમદાવાદ : ગુજરાત એસીબીએ (Gujarat ACB) ફરીવાર 2 લોકો ને લાંચ લેતા રંગે હાથ પકડી પડ્યા છે. બન્ને આરોપીઓ રૂપિયા 30 હજારની લાંચ માંગી હતી અને જે લાંચની રકમ તે લોકો લેતા પકડાઈ જતા ACBએ વધુ કાર્યવાહી કરી છે. આરોપી જનકભાઇ રસીકભાઇ મિસ્ત્રી, જી.આર.ડી નાયક, બોપલ પો.સ્ટે.અને  વિપુલ શાંતીલાલ શાહ જી.આર.ડી. તાલુકા માનદ અઘિકારી, તા.દસકોઇ , જી. અમદાવાદ બંન્ને લોકોને એસીબીએ પકડીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

આ ગુનો  14 ઓગસ્ટના રોજ બન્યો હતો અને બંન્ને આરોપીઓ લાંચની માંગણીની રકમ 30,000ની કરી હતી. જે પૈકી 30,000 હજાર રૂપિયા સ્વીકારેલ પણ છે. મળતી માહિતી પ્રમાણે, આ લોકો બોપલ પોલીસ સ્ટેશનની બાજુમાં બોપલમાં લાંચની રકમ લીધી હોવાનુ સામે આવ્યું છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો આ કેસના ફરીયાદી અને તેમના બે મિત્રોને જી.આર.ડી સભ્યપદેથી ફરજ મોકુફ કરવામાં આવ્યા છે.

જાણો આજે ક્યા ક્યા વિસ્તારોમાં ખાબક્શે અતિભારે વરસાદ

ત્રણેયને ફરજ ઉપર પુન: સ્થાપિત કરવા માટે બન્ને આરોપીઓએ એકબીજાનાં મેળાપીપણામાં રૂપિયા 30000ની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હતા. જેથી એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ ફરિયાદીની ફરિયાદ આધારે રવિવારે લાંચનું છટકું ગોઠવતા આરોપીઓ પંચની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમની માંગણી કરી હતી. બંને આરોપીઓ રંગેહાથે પકડાઈ ગયા છે.

અમદાવાદની 16 વિધાનસભા બેઠકો જીતવા ભાજપે ઘડી રણનીતિ

ઉપરોકત આરોપીઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વ નું છે કે, આ ટ્રેપ એસ.એન.બારોટ , પોલીસ ઇન્સ્પેકટર, અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. નોંધનીય વાત તો એ છે કે, બન્નેમાંથી એક આરોપી લોકોને મોટી મોટી વાતો કરી પોતાની મોટી ઓળખાણ હોવાનું પણ કેહતો હતો. જેથી તેનો કોની સાથે સંપર્ક છે તે તપાસ થવી પણ જરૂરી છે.

જેઆરડી માટે એટલી મોટી રકમની લાંચ કેમ માંગવામાં આવી અને grdનો ગ્રામ્ય માં શું ખેલ હોય છે તે પણ તપાસનો વિષય છે કેમ કે અનેકવાર ગ્રેડ વિરૂદ્ધમાં અનેક ફરિયાદો પણ આવતી હોય છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन