Home /News /ahmedabad /હે માં, મારો શુ વાંક? ગણતરીના દિવસોમાં જ ત્રણ નવજાત બાળકો ત્યજી દેવાની ઘટના

હે માં, મારો શુ વાંક? ગણતરીના દિવસોમાં જ ત્રણ નવજાત બાળકો ત્યજી દેવાની ઘટના

Ahmedabad News: વહેલી સવારે સફાઈ કામદાર સફાઈ કરી રહ્યા હતા ત્યારે એક કચરાપેટીમાંથી બાળક રડતું હોવાનો અવાજ આવ્યો હતો

Ahmedabad News: વહેલી સવારે સફાઈ કામદાર સફાઈ કરી રહ્યા હતા ત્યારે એક કચરાપેટીમાંથી બાળક રડતું હોવાનો અવાજ આવ્યો હતો

અમદાવાદ: શહેરમાં વધુ એક વાર બાળક ત્યજી દેવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં વહેલી સવારે સફાઈ કામદાર સફાઈ કરી રહ્યા હતા ત્યારે એક કચરાપેટીમાંથી બાળક રડતું હોવાનો અવાજ આવ્યો હતો. જઈને જોયું તો નવજાત જન્મેલું એક બાળક કચરાપેટીમાં હતું. તેમણે આસપાસ તપાસ કરી પણ કોઈ વાલી વારસ મળી આવ્યા નહોતા. જેથી તેમણે આ અંગે રામોલ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ, બાપુનગર વિસ્તારમાંથી ભૃણ મળી આવ્યું હતું. જે મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે હવે રાયપુરમાં આવેલા મહિપતરામ રૂપરામ આશ્રમમાં બહાર મુકેલા પારણામાં બે બાળકી ત્યજી દેવાતા ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.

રાયપુરમાં આવેલા મહિપતરામ રૂપરામ આશ્રમમાં નિવાસી ગૃહમાતા તરીકે ફરજ બજાવતા શારદા બહેન પટેલ આશ્રમમાં ફરજ પર હાજર હતા. આ દરમિયાન બપોરના સુમારે એક રસ્તે જનાર વ્યક્તિએ અંદર જઈને કહ્યું કે, પારણામાં બાળક છે. જેથી જઈને જોયું તો બે બાળકી હતી. આ બાળકી તાજી જન્મેલી હાલતમાં મળી આવી હતી. તાત્કાલિક ગૃહમાતાએ ડોક્ટરને ફોન કરી આ બાળકીઓની સારવારની વ્યવસ્થા કરી હતી. ત્યાં બીજી તરફ પોલીસને પણ જાણ કરાઈ હતી. કાગડાપીઠ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: જીપના બોનેટ પર બેસીને સ્ટંટ કરતાં 'દેશી હીરો'નો વીડિયો વાયરલ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા રામોલમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. ઓઢવમાં રહેતા ભરતભાઈ સોલંકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વસ્ત્રાલમાં તક્ષશિલા રોડથી કર્ણાવતી ચાર રસ્તા સુધીના રોડ રસ્તાની સફાઈ કરવાની જવાબદારી તેમની છે. તેઓ થોડા દિવસ પહેલા સવારે ફરજના સ્થળે સફાઈ કરવા આવ્યા હતા અને તક્ષશિલા રોડ તરફથી સફાઈ કરતા કરતા લગભગ નવેક વાગે કર્ણાવતી ચાર રસ્તા પાસે આવેલી ડેરીની સામે ફૂટપાથ પરનો કચરો વાળતા હતા. તે વખતે ડેરી પાસે કચરાના ડબ્બામાંથી નાનું બાળક રડતું હોવાનો અવાજ આવતા તેઓ તાત્કાલિક ડબ્બા પાસે જઈને તપાસ કરવા લાગ્યા હતા. ત્યાં જઈને જોયું તો નાનું નવજાત બાળક રડતું હતું. જેથી તેમણે ડેરીના માણસોને બોલાવ્યા હતા અને આસપાસના માણસો પણ ભેગા થઈ ગયા હતા. ડબ્બામાંથી બાળકને બહાર કાઢી જોતા બાળક છોકરો હતો અને તેની ડુંટીના ભાગે નાળ જોડાયેલી હતી અને બાળક તાજુ જન્મેલું હોય તેવું લાગતું હતું. જેથી તેઓએ તેઓના સ્ટાફ તથા પોલીસને ફોનથી જાણ કરી હતી.

આસપાસમાં તેઓએ પૂછપરછ કરતાં બાળકનું વાલી વારસ કોઈ મળી આવ્યું નહોતું. જેથી તાત્કાલિક બાઈક ઉપર આદિનાથ અર્બન હેલ્થ સેન્ટર ખાતે બાળકને સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક તપાસ કરી ડોક્ટરે આ બાળકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું જણાવતા 108 દ્વારા નવજાત બાળકને સિવિલ હોસ્પિટલ સારવાર કરાવવા લઈ ગયા હતા. જ્યાં બાળક સારવાર હેઠળ હોવાથી રામોલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો બાપુનગર વિસ્તારની ચંદુલાલની ચાલીમાં આવેલ ગટર લાઇનમાંથી પણ એક ભૃણ મળી આવ્યું હતું. જેને લઈને બાપુનગર પોલીસે અજાણી સ્ત્રી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, ત્યારે એક બાદ એક બાળક ત્યજી દેવાના કિસ્સા વધતા પોલીસે તપાસ તો શરૂ કરી છે પણ સમાજમાં દાખલો બેસાડવા કડક કાર્યવાહી કરવી જરૂરી બની હોવાનું મનાય રહ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Crime news, Gujarat News, Latest News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन