Home /News /ahmedabad /અમદાવાદ: ATMમાં વૃદ્ધને મદદ કરવાના બહાને ગઠીયો કરામત કરી ગયો

અમદાવાદ: ATMમાં વૃદ્ધને મદદ કરવાના બહાને ગઠીયો કરામત કરી ગયો

કર્મચારીનું ડેબિટકાર્ડ ગઠીયાએ મદદ કરવાના બહાને લઇ લીધા બાદ રૂપિયા ઉપાડી લીધા કર્મચારીનું ડેબિટકાર્ડ ગઠીયાએ મદદ કરવાના બહાને લઇ લીધા બાદ રૂપિયા ઉપાડી લીધા

Ahmedabad Crime: ગઠીયાએ એટીએમનો પીન નંબર જાણી લઇને અન્ય વ્યકિતનું ડેબિટ કાર્ડ વૃધ્ધને આપીને જતો રહ્યો, પછી આમ ઉપાડી લીધા પૈસા

અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત કર્મચારીનું ડેબિટકાર્ડ ગઠીયાએ મદદ કરવાના બહાને નજર ચૂકવીને લઇ લીધા બાદ રૂપિયા 69999 રૂપિયા ઉપાડી લીધા હોવાની ઘટના સામે આવી છે. વૃદ્ધને મદદ કરવાના બહાને ગઠીયો એટીએમમાં પહોંચ્યો હતો. જ્યાં નજર ચૂકવીને કાર્ડ લઇ લીધું હતું. વૃદ્ધ પાસેથી એટીએમનો પીન નંબર લઇ લીધો હતો અને બાદમાં ટેક્નીકલ ખામી હોવાથી રૂપિયા ઉપાડી શકાશે નહીં, તેમ કહીને કાર્ડ આપી દીધું હતું.

નિવૃત્ત કર્મચારી સાથે છેતરપિંડી

જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલઝાર પાર્ક સોસાયટીમાં રહેતા 76 વર્ષીય ગુલામરસુલ શેખે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ રૂપિયા 69999ની ચોરીની ફરિયાદ કરી છે. ગુલામરસુલ શેખ તેમના પરિવાર સાથે રહે છે અને નિવૃત જીવન ગુજારે છે. વર્ષ 2005માં તેમણે વાસણા ખાતે આવેલા એસબીઆઇ બેંકમાં ખાતુ ખોલાવ્યુ હતું. ગુલામરસુલ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં હતા, જેથી તેઓ નિવૃત થતા તેમનું પેન્શન બેંકમાં જમા થતુ હતું. જૂન મહિનામાં ગુલામરસુલ એસબીઆઇના એટીએમ ખાતે ડેબિટ કાર્ડથી રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. ગુલામરસુલ એટીએમથી રૂપિયા ઉપાડી રહ્યા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ એટીએમમાં આવ્યો હતો અને તેણે ગુલામરસુલની મદદ કરવાનું કહ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: સવાર પડતાં જ પૂર્વ વિસ્તારમાં દૂધના વિક્રેતાઓની ઊંઘ થઈ જાય છે હરામ

આવી રીતે ઉપાડી લીધા પૈસા

ગુલામરસુલે તેમનું એસબીઆઇનું ડેબિટ કાર્ડ અજાણ્ય શખ્સને આપ્યુ હતું અને પીન નંબર પણ આપ્યો હતો. થોડા સમય બાદ અજાણ્યા શખ્સે એસબીઆઇનું ડેબિટ કાર્ડ ગુલામરસુલને પરત આપી દીધું હતું અને કહ્યું હતું કે, ટેકનીકલ ખામી હોવાના કારણે રૂપિયા ઉપાડી શકાશે નહીં. ગુલામરસુલ બેંકમાં ગયા હતા તે દરમિયાન અજાણ્યો શખ્સ ત્યાંથી જતો રહ્યો હતો. ગુમાલરુસલે પાસબુકમાં એન્ટ્રી કરાવી તો જાણવા મળ્યુ છે કે ગઠીયાએ વીસ હજાર રૂપિયા એટીએમમાંથી ઉપાડી લીધા છે અને બીજા 49999 રૂપિયા અંબા એન્ટ્રરપ્રાઇઝમાં ટ્રાન્સફર કરાવ્યા છે.

સમગ્ર ઘટનાની જાણ જ્યારે ગુલામરસુલે તેમના પુત્રે કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, ગઠીયાએ કોઇ અજાણ્યા વ્યકિતનું એસબીઆઇનું ડેબિટ કાર્ડ આપીને ગુલામરસુલનું લઇને જતો રહ્યો હતો. હાલમાં વેજલપુર પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन