Home /News /ahmedabad /Ahmedabad Crime: આઇબી ઓફિસરનો પત્ની પર જુલમ, 'કોર્ટ કે પોલીસ સ્ટેશન મારું કંઈ નહીં બગાડી શકે'

Ahmedabad Crime: આઇબી ઓફિસરનો પત્ની પર જુલમ, 'કોર્ટ કે પોલીસ સ્ટેશન મારું કંઈ નહીં બગાડી શકે'

અગાઉ પતિએ પૈસાની માંગણી ન કરવાની તેમજ નોકરી કરવા દેવાની અને સારી રીતે રાખવાની બાંહેધરી આપતા મહિલાએ સમાધાન કર્યું હતું.

શાહીબાગ વિસ્તારમાં રહેતા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલાના લગ્ન મે 2018 માં થયા હતાં. લગ્નનાં એક મહિનાં બાદથી પતિ નાની-નાની બાબતોમાં બોલાચાલી ઝઘડો કરતા હતા.

અમદાવાદ: શહેર (Ahmedabad)માં મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Female police constable) તરીકે ફરજ બજાવતી એક મહિલાએ તેના પતિ અને સાસુ સસરા વિરુદ્ધ પોલીસ (FIR) ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આરોપ છે કે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ઓફિસર (officer in the Intelligence Bureau) તરીકે ફરજ બજાવતા પતિ વારંવાર રૂપિયાની માંગણી કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે.

શાહીબાગ વિસ્તારમાં રહેતા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલાના લગ્ન મે 2018 માં થયા હતાં. લગ્નનાં એક મહિનાં બાદથી પતિ નાની-નાની બાબતોમાં બોલાચાલી ઝઘડો કરતા હતા. બાદમાં પતિએ ફરિયાદીને નોકરી કરવી હોય તો આખો પગાર મને આપી દેવો પડશે, નહીતર નોકરી કરવાની કઈ જરૂર નથી તેવુ જણાવવામાં આવ્યું હતું. જેથી ફરિયાદી એ દર મહિને પતિને પગારમાંથી 10 હજાર રૂપિયા પતિના ખાતામાં ટ્રાન્સફર કરતા હતા.

લગ્નનાં 5 મહિના બાદ પતિએ દાહોદમાં મકાન લેવાનું જણાવી સોનલબેનના નામે 3.40 લાખ રૂપિયાની લોન કરાવી હતી. જે લોનની રકમ પતિએ પોતાનાં ખાતામાં મેળવી લીધી હતી. જેનો દર મહિને 8450 રૂપિયાનો હપ્તો ફરિયાદી મહિલાના ખાતામાંથી કપાતો હતો.

જે બાદમાં મહિલાનો પતિ સાસુ સસરાનાં કહેવાથી વારંવાર પૈસાની માંગણી કરતો હતો. જો કે ફરિયાદી મહિલાએ પૈસા આપવાની ના પાડતા બીભત્સ શબ્દો બોલી માર મારી જાનથી મારી નાખવાની તેમજ ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવી હતી.

આ પણ વાંચો- પેથાપુર હત્યા કેસમાં નવો વળાંક, કરોડોની જમીન અને અનૈતિક સંબંધમાં હત્યા થઇ

બાદમાં વર્ષ 2020 માં પતિએ મહિલા પાસે રૂપિયાની સાથે સોનાના દાગીના માંગ્યા હતા, જે દાગીનાં આપવાની ના પાડતા પતિએ છુટાછેડા આપી દેવાની ધમકી આપી હતી. જેનાં કારણે મહિલ પોલીસ સ્ટેશનમાં મહિલાએ પતિ વિરુધ્ધ અરજી આપી હતી.

જે બાદ પતિએ પૈસાની માંગણી ન કરવાની તેમજ નોકરી કરવા દેવાની અને સારી રીતે રાખવાની બાંહેધરી આપતા મહિલાએ સમાધાન કર્યું હતું. જો કે થોડા સમય પછી પતિએ ફરીથી ઘરખર્ચ સહિતનાં પૈસા માંગવાનું શરૂ કર્યું હતું. ફરિયાદી પૈસા ન આપે તો ઝઘડો કરી જ્યાં અરજી કરવી હોય ત્યાં કરી શકે છે, કોઈ કોર્ટ કે પોલીસ સ્ટેશન મારૂ કઈ બગાડી શકશે નહીં, હું પોતે પોલીસ ખાતાનો અધિકારી છુ તેવુ જણાવી પોતાની વગનો દૂરુપયોગ કરી પત્નિને ડરાવતો હતો. જેથી મહિલા પોલીસ કર્મીએ પતિ સામે બીજી વાર શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

આ પણ વાંચો-બારા ગામ છ દિવસથી હતું સંપર્ક વિહોણું, 300 લોકોની વ્હારે આવશે BSF

જોકે ફરિયાદીનું નિવેદન લેવામાં ન આવતા અરજી દફતરે કરવામાં આવી હતી. જે બાદ આઈબી ઓફિસર પતિએ મહિલાને જણાવ્યું હતું કે, તારી કોઈ અરજી કામ નહી લાગે અને તુ જે નોકરી કરે છે તે પણ મારી વગનાં કારણે કરે છે. જેથી તારે મને રુપિયા કમાઈને આપવા તો પડશે અને જો તુ રૂપિયા નહી આપે તો હું તારી નોકરી પણ છોડાવી દઈશ અને તને છુટાછેડા આપી દઈશ.
જે બાદ ફરિયાદી મહિલા અવારનવાર પોતાની સાસરીમાં જાય ત્યારે પતિ દ્વારા ઝધડો કરીને ઘરનો દરવાજો બંધ કરી લાકડીથી માર મારતો હતો. આ અંગે તે સાસુ સસરાને વાત કરે તો તે પણ દિકરાનું ઉપરાણું લઈને ઝધડો કરવામાં આવતો હતો.

ફરિયાદી મહિલાના પિતા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોય તેમના મૃત્યુ બાદ સરકાર તરફથી મળેલા રૂપિયા પતિ અને સાસુ સસરાએ માંગી તે રૂપિયા નહી આપે તો છુટાછેડા આપી બીજા લગ્ન કરી નવી પત્ની લાવવાની ધમકી આપવામાં આવતી હતી. બાદમાં ફરિયાદી મહિલાનાં પતિએ તેની જાણ બહાર પોતાની બદલી કરાવી તેઓને તરછોડી દેતા અંતે મહિલા એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime New, Ahmedabad police, Gujarati news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો