Home /News /ahmedabad /અમદાવાદ: પૂર્વ મ્યુ. કમિશનરના પુત્રએ AMC કર્મચારી પર છરી વડે કર્યો હુમલો
અમદાવાદ: પૂર્વ મ્યુ. કમિશનરના પુત્રએ AMC કર્મચારી પર છરી વડે કર્યો હુમલો
અમદાવાદ AMC કર્મચારી પર છરી વડે હુમલો
અમદાવાદ AMC કર્મચારી પર છરી વડે હુમલો. ટેક્ષ મુદે એકમ સીલ કરતા હુમલો કર્યો. AMC થલતેજ વોર્ડમા એન્જિનિયર પર હુમલો. નિવૃત્ત IAS ના પુત્રએ ચાકુથી કર્યો હુમલો. મહિલા કર્મચારી સાથે પણ અભદ્ર વર્તન
અમદાવાદ: શહેરમાં AMC કર્મચારી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ટેક્ષ મુદ્દે એકમ સીલ કરતા હુમલો કરાયો હોવાની જાણકારી મળી રહી છે. AMC થલતેજ વોર્ડમાં એન્જિનિયર પર હુમલો કરાયો છે. નિવૃત્ત IASના પુત્રએ ચાકુથી હુમલો કર્યો છે.
મહિલા કર્મચારી સાથે પણ અભદ્ર વર્તન
AMC કર્મચારી પર છરી વડે હુમલો કરનારનું નામ આશીષ ત્રિપાઠી છે. આટલું જ નહીં, મહિલા કર્મચારી સાથે પણ અભદ્ર વર્તન કરાયું હતું. આ મિલકત રાજપથ ક્લબ પાછળ આવેલી છે. જ્યાં ટેક્ષ મુદ્દે એકમ સીલ કરતા હુમલો કરાયો હતો. આ સમગ્ર મામલે કોર્પોરેશન પોલીસ સ્ટેશને પહોંચ્યું છે. હુમલો અને અપશબ્દ મામલે કાર્યવાહી કરાઈ છે.આ સમગ્ર મામલો બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરિયાદી બન્યું છે. જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
નિવૃત્ત IASના પુત્રએ AMC કર્મચારી પર ચાકુથી હુમલો કર્યો હતો. AMC કર્મચારી પર છરી વડે હુમલો કરનારનું નામ આશીષ ત્રિપાઠી છે. આર. કે. ત્રિપાઠીના પુત્ર આશિષ ત્રિપાઠીએ ટેકસ માટે નોટિસ અને સીલ આપવા આવેલા કર્મચારી પર હુમલો કર્યો હતો. આર. કે. ત્રિપાઠી પૂર્વ મ્યુ. કમિશનર છે. જેઓ વર્ષ 2003 દરમિયાન કમિશનર રહી ચૂક્યા છે. તેમણે 07 મે, 03થી 27 જાન્યુઆરી, 05ના કાર્યકાળ દરમિયાન અમદાવાદના કમિશનર તરીકે ફરજ નિભાવી હતી. નોંધનીય છે કે, 71 હજારનો બાકી ટેકસ હોવાનું જાણવા મળી રહ્યું છે. વેરો નહીં ભરવાનો અને ઉપરથી હુમલો કરવાનો?
આ ઘટના બાદ ચોક્કસ સવાલો ઉઠી રહ્યા છે કે, શું નિવૃત અધિકારીના પુત્રને કાયદાનો ડર નથી? વેરો નહીં ભરવાનો અને ઉપરથી હુમલો કરવાનો? મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન કેમ? શું દાદાગીરી કરીને ધાક જમાવવા માગે છે? નોંધનયી છે કે, શહેરમાં બાકી ટેક્ષ મુદ્દે એએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે જ આ પ્રકારની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી છે.
ટેક્ષ મુદ્દે એકમ સીલ કરતા માલિકે હુમલો કર્યો
ટેક્ષ મુદ્દે એકમ સીલ કરતા માલિકે હુમલો કર્યો હતો. એએસમી થલતેજ વોર્ડમાં એન્જિનિયર પર હુમલો કરાયો છે. મહિલા કર્મચારી સાથે પણ અભદ્ર વર્ણન કરાયું હતું. એએસમી કર્મચારી રાકેશભાઇ ભાગોરા અને યોગેશ્વરીબહેન પર હુમલો કરાયો હતો. રાજપથ ક્લબ પાછળ આવેલા એકમ સીલ કરવાની કામગીરી કરાઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. એએસમી દ્વારા માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. મ્યુનિસિપલ ટેક્સ વસૂલવા ગયેલા મ્યુનિ. સ્ટાફ પર નિવૃત્ત IASના પુત્રે ચાકુથી હુમલો કર્યો હતો.