અમદાવાદ: કણભા-કઠલાલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4નાં મોત

News18 Gujarati
Updated: April 16, 2018, 8:38 AM IST
અમદાવાદ: કણભા-કઠલાલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4નાં મોત
News18 Gujarati
Updated: April 16, 2018, 8:38 AM IST
રાજ્યભરમાં રોજ-બરોજ રોડ અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. છાસવારે રોડ અકસ્માતમાં લોકોના જીવ જવાની ઘટાનાઓ સામે આવે છે. રવિવારે રાજ્યમાં કચ્છ બાદ બીજી મોટી રોડ અકસ્માતની ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ કણભા-કઢલાલ હાઈવે પર આજે સમી સાંજે જીજે18 પાર્સિગના ડિસ્કવર બાઈક અને જીજે27 સી 7599 નંબરની સ્કોરપીઓ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે.

અકસ્માત એટલો બધો જબરદસ્ત હતો કે, બાઈકના તો ફૂરચેફૂરચા ઉડી ગયા છે, જ્યારે સ્કોરપીઓ કાર અકસ્માત સર્જી પલટી મારી ગઈ હતી. કઠલાલ-કણભા હાઈવે અમદાવાદથી મધ્ય ગુજરાત-ડાકોર જવા માટેનો મેઈન હાઈવે કહેવાય છે, અહીં સમી સાંજે રોડ પર અકસ્માત સર્જાતા, વાહનચાલકોમાં કૂતૂહલવસના કારણે થોડા સમય માટે તો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

અકસ્માતની ઘટના બનતા રસ્તે જઈ રહેલ લોકોએ તત્કાલિન 108 એમ્બ્યુલન્સ અને પોલીસને અકસ્માતની જાણ કરતી પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃત્યુ પામનાર લોકોને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માતના ઘટના સ્થળ પર જઈ ટ્રાફિક હળવો કરી, અકસ્માત કેવી રીતે સર્જાયો તે મુદ્દે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
First published: April 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर