અમદાવાદ: બેવડી ઋતુનો માર સ્વાસ્થ્ય પર પડી રહ્યો છે. વાયરલ ઈન્ફેક્શન અને કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે H3N2ના કેસ પણ વધી રહ્યા છે. સરકારી, ખાનગી હોસ્પિટલની ઓપીડીમાં વધારો થયો છે. જેને લઇને સરકાર અને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 7 દર્દીઓ દાખલ છે
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું છે કે, કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 10થી 15 દિવસથી કેસમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 7 દર્દીઓ દાખલ છે. જેમાં 4 મહિલા, 2 પુરુષ અને 1 બાળકનું સમાવેશ થાય છે. એક મહિલાની ઉંમર 25 વર્ષ છે. બાકીના 55 વર્ષથી વધુની ઉંમરના દર્દી છે. એક 81 વર્ષના પુરુષ છે, તે વેન્ટીલેટર પર છે. ઉપરાંત એક બાળક 8 મહિનાનું છે. તેના ફેફસામાં હવા ભરાઇ હતી. આરટીપીસીઆર પોઝિટિવ આવતા બાળકને દાખલ કરવામાં આવ્યો છે અને ઓક્સિઝન પર રાખવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક દર્દી બાયપેક પર છે.
એસએમએસ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર એમ.એમ. પ્રભાકરે જણાવ્યું છે કે, બેવડી ઋતુ ચાલી રહી છે અને વસંત ઋતુ ચાલી રહી છે. ત્યારે સિઝનલ ફ્લૂમાં વધારો થયો છે. બાળકો અને વૃદ્ધોમાં કેસમાં વધારો થયો છે. તાવ આવે નાક બંધ થઇ જવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવી ફરીયાદો સાથે દર્દી આવે છે. બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો એડમિટ કરવામાં આવે છે અને ઓક્સિઝન આપવો પડતો હોય છે.
લોકો તકેદારી રાખવાની જરુર છે
કોરોનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તે આપણે જાણીએ છીએ. કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે, ત્યારે લોકો તકેદારી રાખવાની જરુર છે. ડરવાની જરુર નથી. શરદી, ઉધર, તાવ આવે તો ડોકટરની સલાહ લો. ડોકટરની સલાહ પ્રમાણે જ રિપોર્ટ કરાવવા જોઈએ અને દવાના ડોઝ લેવા જોઈએ. શરદી, ઉધર અને તાવ આવે તો બાળકો અને વૃદ્ધોથી દૂર રહો, માસ્ક પહેરી રાખો. જેના કારણે બીજા લોકોને ચેપ લાગે નહીં.