અમદાવાદ: શહેરની ઓળખ સમાન લાલ બસ એટલે એએમટીએસ બસ તેમની ઓળખ ધીમે ધીમે ભુલાઇ રહી છે. એએમટીએસ દ્વારા છેલ્લા 10 વર્ષમાં અકસ્માતની ભરમાર ઉભી થઇ છે. હજુ થોડા દિવસ પહેલા જ શહેરમાં વિશાલા સર્કલ પાસે એએમટીએસ બસ દ્વારા ગાડી, રિક્ષા અને લોડિંગ ટેમ્પા સાથે અકસ્માત સર્જયો હતો. જેમાં બે વ્યક્તિને સામાન્ય ઇજાઓ થઇ હતી. પરંતુ બે લગામ ચાલતી એએમટીએસ બસ આજે લોકોને યમદૂત ફરી રહ્યા હોવાનો અહેસાસ કરાવે છે.
10 વર્ષમાં 2407 અકસ્માત
એએમટીએસની બસોના છેલ્લા 10 વર્ષમાં 2407 અકસ્માત થયા છે. જેમાં 55 લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે. તે જ રીતે એએમટીએસની ખાનગી ઓપરેટર દ્વારા સંચલાન કરતી બસ દ્વારા છેલ્લા 10 વર્ષમાં 4876 અકસ્માત સર્જાવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 116 લોકો મોતને ભેટ્યા છે. વર્ષ 2020/21 માં 06 અકસ્માત , 01 ફેટલ અકસ્માત થયા, વર્ષ 2021/22 માં 08 અકસ્માત, ૦૦ ફેટલ અકસ્માત થયા અને વર્ષ 2022/23 જાન્યુઆરી સુધી એક અકસ્માત અને 00 ફેટલ અકસ્માત થયા છે. આ સાથે ખાનગી ઓપરેટી બસ અકસ્માત જોઇએ તો વર્ષ 202/23 જાન્યુઆરી સુધી 240 અકસ્માત જેમા 09 ફેટલ અકસ્માત, વર્ષ 2021/22 માં 155 અકસ્માતમાં 08 ફેટલ અકસ્માત થયા છે.
નોધનીય છે કે, એએમટીએસ બસ અમદાવાદીઓની લાઇફલાન ગણાય છે. એએમટીએસમાં પ્રતિદિન પાંચથી છ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. આ ઉપરાંત શહેર સહિત આસપાસના વિસ્તારમાં પણ એએમટીએસ બસ સેવા ચાલી રહી છે. એએમટીએસ બસ હાલ ખાનગી કોન્ટ્રાક્ટરને મલાઇ ખાવા માટે આપી દેવામાં આવી હોય તેમ લાગે છે.
કારણ કે, ખાનગી સંચલાકોની બસ સૌથી વધુ અકસ્માત સર્જયા છે. એએમટીએસ દ્વારા ખાનગી ઓપરેટરોનો મસમોટી રકમ ચુકવામાં આવે છે. તેમ છતાં ખાનગી ઓપરેટર વધુ પૈસા કમાવાની લાલચમાં આખરે બસ યોગ્ય સમયે મેઇન્ટેન્સ કરતા નથી. જેના ભાગ રૂપે આજે અકસ્માતની ભરમાર જોવા મળી રહી છે.
એએમટીએસ તંત્ર આવા કમાવાની લાલચમા વાળા ઓપરેટર સામે ક્યારે કાર્યવાહી કરશે. ઓપરેટરો માણસના જીવને ક્યારે મુલ્યવાન ગણશે તે જોવાનું રહે છે.