Home /News /ahmedabad /પ્રોપર્ટી ટેક્ષના રિટર્ન ચેકના દંડમાં એએમસીએ આપી રાહત,મસમોટા દંડથી મળશે છૂટકારો 

પ્રોપર્ટી ટેક્ષના રિટર્ન ચેકના દંડમાં એએમસીએ આપી રાહત,મસમોટા દંડથી મળશે છૂટકારો 

અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા તમામ ઝોનમાં " પ્રોપર્ટી ટેક્ષ ફરિયાદ નિવારણ કાર્યક્રમ" નું આયોજન કરવામાં આવેલ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: મહાનગર પાલિકાની રેવન્યુ કમિટી બેઠકમાં ચેક રિટર્ન ફી મામલે રાહત આપવાનો નિર્ણય કરાયો હતો. ટેક્ષ ભરતા સમયે આપવામાં આવતા ચેક રિટર્ન થાય તો દંડની જોગવાઇ કરાઇ હતી. જે દંડમાં રેવન્યુ કમિટીએ ઘટાડો કરવા સુચવ્યો છે.  અગાઉ રૂપિયા 1000 અથવા ચેકની રકમના 5 ટકા પૈકી જે વધુ હોય એ લેવાતા હતા. હવે રૂપિયા 1000 અથવા ચેકની રકમના 5 ટકા પૈકી જે ઓછા હશે તે લેવામાં આવશે. મોટી રકમના ચેક રિટર્ન થવાના કેસમાં ઇરાદાપૂર્વક ભૂલ હશે તો નિયમ મુજબ કાર્યવાહી કરાશે.

એએસમી રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલે જણાવ્યુ હતું કે હાલમાં રીટર્ન ચેક અંગે વહીવટી ચાર્જમાં આ પ્રકારની જોગવાઇ છે. જેમાં રહેણાંકને લગતા પ્રોપર્ટી ટેક્ષ અંગેના રિટર્ન ચેક માટે વહિવટી ચાર્જ રૂપે ચેકની રકમ અથવા રૂપિયા ૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે લેવાઇ રહ્યું છે. આ ઉપરાત રહેણાંક સિવાયની મિલકતને લગતા પ્રોપર્ટી ટેક્ષ અંગેના રિટર્ન ચેક માટે વહિવટી ચાર્જ રૂપે ચેકની રકમનાં ૫% અથવા રૂ.૧૦૦૦/- આ બે માંથી જે વધુ હોય તે મુજબ વિહવટી ચાર્જ વસુલવામાં આવે છે.

અમુક સંજોગોમાં કરદાતાની ભૂલ ન હોય તો પણ ટેકનીકલ ખામીને કારણે કે બેંક્મી કોઈ ભૂલના કારણે જો ચેક રીટર્ન થાય તો તેવા સંજોગોમાં કોમર્શિયલ પ્રોપર્ટીના મોટી રકમો ભરપાઈ કરતાં કરદાતાઓ પાસેથી ચેકની રકમનાં ૫% વિહવટી ચાર્જ વસુલવામાં આવે છે. જેના કારણે આવા કરદાતાઓને ખૂબ વધારે વહીવટી ચાર્જ ચૂકવવો પડે છે.

રહેણાંક સિવાયની મિલ્કતોના કરદાતાઓને હાલમાં લાગુ પડતા વહિવટી ચાર્જમાં રાહત આપવા યોગ્ય જણાય છે. જેથી રીટર્ન ચેકના વહિવટી ચાર્જ નીચે મુજબ વસુલવા નક્કી કરેલ છે.

ઉદાહરણ તરીકે, બિન રહેણાંક મિલકતનો રૂ.૧૦,૦૦,૦૦૦ નો ચેક કોઈ ટેકનીકલ ખામીને કારણે કે અન્ય કોઈ કારણે રીટર્ન થાય તો હાલના વહીવટી ચાર્જના માળખા મુજબ ૫% લેખે રૂ.૫૦,૦૦૦ વહીવટી ચાર્જ વસૂલવાનો થાય છે. જે ઘણો વધારે છે. જ્યારે નવા માળખા મુજબ વહીવટી ચાર્જ ચેકની રકમનાં ૫% અથવા રૂ.૧૦૦૦/- આ બે માંથી જે ઓછુ હોય તે મુજબ રૂ.૧,૦૦૦ વસૂલવાનો થાય.

આમ વહીવટી ચાર્જમાં ખૂબ મોટો ઘટાડો કર્યા બાદ પણ હવે પછી ચેક રીટર્નના કિસ્સા ધ્યાને આવશે તો તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચેક રીટર્નની રકમ ઓછી હોય તો પણ આ પ્રકારની કાર્યવાહીના ભાગ રૂપે ૧૩૮ની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવશે જેની તમામ કરદાતાઓએ નોંધ લેવી.

પ્રોપર્ટી ટેક્ષ ફરિયાદ નિવારણ કાર્યક્રમ:


ટેક્ષ ખાતામાં કરદાતાઓ તરફથી વિવિધ પ્રકારની અરજીઓ આવતી હોય છે જેવી કે, નામ ટ્રાન્સફર, નવી આકારણી, ક્ષેત્રફળ અથવા પરિબળમાં સુધારા અંગે ક્લમ ૪૮૫/૧ની અરજી, ખાલી / બંધ અંગે તથા અન્ય પ્રકારની અરજી.

આ પણ વાંચો: સમિટના મહેમાનોએ યોગ સાથે દિવસની શરૂઆત કરી

પ્રોપર્ટી ટેક્ષ અંગેના પ્રશ્નોનો તાકીદે નિકાલ થાય, તથા કરદાતાઓની બાકી અરજીઓનો ઝડપી નિકાલ થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા તમામ ઝોનમાં " પ્રોપર્ટી ટેક્ષ ફરિયાદ નિવારણ કાર્યક્રમ" નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ તા.૨૪/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૨.૦૦ તથા ૩.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.
" isDesktop="true" id="1335193" >

પ્રોપર્ટી ટેક્ષ ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમ્યાન તમામ ઝોનના ટેક્ષ ખાતાના તમામ વોર્ડ ઇન્સ્પેક્ટર, ડિવીઝનલ સુપ્રિન્ટેન્ડન્ટ, આસી.મેનેજર તેમજ ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટરશ્રી હાજર રહેશે. તેમજ અરજી સંદર્ભના તમામ જરુરી પુરાવાઓ રજુ થયે થી નામ ટ્રાન્સફર, નામમાં સ્પેલીંગમાં ભુલો તથા સરનામામાં જરુરી ફેરફારની અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે તેમજ ટેક્ષ ઘટાડાની અરજી તેમજ અન્ય અરજી સ્થળ ઉપર જ સ્વીકારી અરજદારને રીસીપ્ટ આપવામાં આવશે. ત્યારબાદ જે તે ઝોનલ કચેરી દ્વારા અરજદારની અરજીઓ ચકાસી સક્ષમ સત્તાની મંજુરી અર્થે મુકવામાં આવશે આમ, પ્રોપર્ટી ટેક્ષ ફરિયાદ નિવારણ કાર્યક્રમ ના કારણે પેન્ડીંગ રહેલ અરજીઓનો તથા નવી અરજીઓનો ઝડપથી સ્થળ પર જ નિકાલ થઇ શકશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन