Home /News /ahmedabad /

Pirana Dumping site: અમદાવાદ: વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન, સેંકડો એકરની જમીનની કંપનીઓને મફતમાં લ્હાણી 

Pirana Dumping site: અમદાવાદ: વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન, સેંકડો એકરની જમીનની કંપનીઓને મફતમાં લ્હાણી 

એએમસી

Pirana dumping site: વેસ્ટ ટુ એનર્જીમાં એબેલોન કંપની દ્વારા ૨૫૦ કરોડના ખર્ચે પ્લાન્ટ તૈયાર કરવામાં એમઓયુ કરાયા હતા. હજુ પ્લાન્ટ તો એક્ટિવ ન થયો પરંતુ કંપની જર્ક સાથેનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ ગયો છે

અમદાવાદ: શહેર  (Ahmedabad News) સ્માર્ટ સિટી અને વર્લ્ડ હેરિટેજ સિટી તો બની ગયું છેં . પરંતુ પીરાણા સ્થિતિ ડમ્પીગ સાઇટ (Pirana dumping site) પર રહેલા લાખો ટન ઘન કચરાનો નિકાલ ક્યારે થશે તે એક મોટા સવાલ છે . એએમસી (AMC) દ્વારા ખાનગી કંપનીઓને વેસ્ટુ એનર્જી અને કચરામાંથી ખાતર માટે હજારો એકર, હજારો કરોડ રૂપિયાની જગ્યા ફીમાં લ્હાણી કરી છે . કાગળ પર એએમયુ બનાવી હજારો કરોડ રૂપિયાના જગ્યા પચાવી પાળી છે . તેમ છતા એએમસી સત્તાધીશોની પેટમાંથી પાણી પણ હલતું નથી .

અમદાવાદ શહેરમા ઉત્પન્ન થતા ઘન કચરામાંથી એનર્જી બનાવા માટે મોટા ઉપાડે એએમસી દ્વારા પ્રોજેકટ શરૂ કરાયો હતો. પરંતુ આ પ્રોજેકટ આજે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. સેંકડો એકર જમીન ખાનગી કંપનીઓને મફતમા આપી દેવામાં આવી છે. છતા આજે સ્થળ પર પ્રોજકેટ બદલે ભંગાર પડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરમાંથી આવતા કચરામાંથી વિજળી ઉત્પન્ન કરી કરોડો રૂપિયાની કમાણીના સ્વપ્ન બતાવાયા હતા. પરંતુ આજે વાસ્તવિકતા કાંઇક અલગ છે

શહેરમાં ઉત્પન્ન થતા ઘન કચરામાંથી એટલે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ અને કચરામાંથી ખાતર તૈયાર કરવાના પ્લાન્ટ માટે એએમસી ખાનગી કંપનીઓને હજારો એકર જમીન પીપીપી ધોરણે માત્ર મફતમા આપી દીધી છે . કંપનીઓ દ્વારા માત્ર કાગળ પર એમ ઓ યુ કરી સંતોષ મનાયો છે. શોભાના ગાંઠિયા સમાન બનેલી આ ઇમારતો અને તેની આસપાસ રહેલા વિદેશી મશીનો ઘૂળ ખાઇ રહ્યા છે. કારણ કે, એએમસી દ્વારા એમઓયુ તો થયા છે પરંતુ કંપનીઓએ કામ હજુ શરૂ કર્યું નથી.

જાણો કઇ કંપની પચાવી હજારો એકર જમીન

ગ્રાફિકસ કંપની - એક્સલ ઇન્ડસ્ટ્રીઝ લિ પ્રોજેકટ - કચરો ખાતર પ્રોસેસનો કરાર - ૩૦૦ ટન ( હાલ માત્ર ૧૦૦ ટન પ્રોસેસ )ઠરાવનું વર્ષ - ૨૦૧૩ જમીન આપી - ૨૫ એકર લીઝન મુદત - ૧૫ વર્ષ —-કંપની - ભરૂચ એન્વાયરો એન્જી.પ્રોજેકટ - કચરો ખાતર પ્રોસેસનો કરાર - ૨૫૦ ટન ( હાલ માત્ર ૧૦૦ ટન પ્રોસેસ )ઠરાવનું વર્ષ - ૨૦૦૭જમીન આપી - ૧૫ એકર લીઝની મુદત - ૨૫ વર્ષ ——

કંપની - ક્રિએટીવ ઇકો રિસાયકલ પ્રોજેકટ - કચરો ખાતર પ્રોસેસનો કરાર - ૮૦૦ ટન ( હાલ માત્ર ૨૦૦ ટન પ્રોસેસ )ઠરાવનું વર્ષ - ૨૦૦૯જમીન આપી - ૧૨.૫ એકરલીઝની મુદત - ૨૫ વર્ષ

કંપની - એબેલોન કલીન એનર્જી પ્રોજેકટ - વેસ્ટ ટુ એનર્જી પ્રોસેસનો કરાર - ૧૦૦૦ ટન ( શરૂ થયો નથી  )ઠરાવનું વર્ષ - ૨૦૧૨જમીન આપી - ૧૩ એકરલીઝની મુદ્દત - ૨૯ વર્ષ

કંપની - જીંધાલ અર્બન વેસ્ટ પ્રોજેકટ - વેસ્ટ ટુ એનર્જી પ્રોસેસનો કરાર - ૧૦૦૦ ટન ( શરૂ થયો નથી  )ઠરાવનું વર્ષ - ૨૦૧૬જમીન આપી - ૧૪ એકરલીઝની મુદત - ૩૦ વર્ષ

વેસ્ટ ટુ એનર્જીમાં એબેલોન કંપની દ્વારા ૨૫૦ કરોડના ખર્ચે પ્લાન્ટ તૈયાર કરવામાં એમઓયુ કરાયા હતા. હજુ પ્લાન્ટ તો એક્ટિવ ન થયો પરંતુ કંપની જર્ક સાથેનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ ગયો છે. હજુ પ્લાન્ટમા મશીન લગાવામા આવ્યા નથી . મશીનો બહાર ધુળ ખાઇ રહ્યા છે . છતા એએમસી કંપની પર કોઇ કાર્યવાહી કરી નથી

આજ રીતે જીદાલ અર્બન વેસ્ટ કંપનીએ તો માત્ર હજુ જમીન પર પાયા પણ ખોદ્યા નથી ત્યા તેની સમય મર્યાદ પૂર્ણ થવા જઇ રહી છે . કંપની દ્વારા એ એમ યુ તો કરાયા છે પણ કાગળ પર રહ્યા હોય તેનો ઘાટ સર્જાયો છે.

આ પણ વાંચો: અમદાવાદના અન્ય મહત્ત્વના સમાચારો વાંચવા અહીં ક્લિક કરો.

એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા માંગ કરાઇ આ તમામ કંપનીઓ સામે પગલા લેવામા આવે . ભાજપ સત્તાધીશો અને અધિકારીઓની રહેમ હેઠક કંપની કામ કરે છે . આ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે.

એએમસી સ્ટેન્ડીગ કમિટી ચેરમેન હિતેશ બારોટ જણાવ્યુ હતુ કે એએસમી દ્વારા ખાનગી કંપનીઓ જમીન આપી છે . શહેરમાંથી કચરાના નિકાલ થાય અને કચરામાંથી વિજળી ઉપ્તન્ન થાય. પરંતુ કંપની દ્વારા એમ ઓ યુ થયા છે તેમ છતા કામ ન થતા આગામી સમયમાં નોટિસ અપાશે . અને જો શક્ય બનશે તો કરાર પણ રદ કરાશે.

એએસમીના ડેપ્યુટી કમિશનર સી આર ખરસાણ જણાવ્યુ હતું કે કોરોના પગલે કંપનીઓ કામ કરી શકી નથી . વિદેશથી એન્જીનીયર ન આવતા પ્લાન્ટતૈયાર થયો નથી . જરૂર લાગશે તો એએમસી કંપની સામે પગલા લેશે
Published by:Kaushal Pancholi
First published:

આગામી સમાચાર