Home /News /ahmedabad /અમદાવાદ: પેપર કપ પર બંધી અંગે મોટા સમાચાર, નિર્ણયમાં ફેરફાર નહીં થાય!
અમદાવાદ: પેપર કપ પર બંધી અંગે મોટા સમાચાર, નિર્ણયમાં ફેરફાર નહીં થાય!
પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયમાં ફેરફાર નહીં થાય
Ahmedabad ban on paper cups: અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયમાં ફેરફાર નહીં થાય. ત્રણ દિવસ પેપર કપ મામલે સઘન ચેકિંગ યથાવત રહેશે. કમિશનરના આદેશ બાદ સીલિંગ કાર્યવાહી પણ થશે
અમદાવાદ: શહેરમાં પેપર કપ પર બંધી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયમાં ફેરફાર નહીં થાય. ત્રણ દિવસ પેપર કપ મામલે સઘન ચેકિંગ યથાવત રહેશે. પેપર કપ મળશે ત્યાં મનપા કડક પગલા લેશે. સોમવારે AMC કમિશનર વિદેશ પ્રવાસથી પરત થશે. કમિશનરના આદેશ બાદ સીલિંગ કાર્યવાહી પણ થશે. આવતા સમયમાં ગુજરાતના મોટા શહેરોમાં અમલ થઈ શકે છે. હાલ ગાંધીનગર, વડોદરામાં પણ ચાલી વિચારણા રહી છે.
હવે વડોદરામાં પેપર કપમાં ચા બંધ!
અમદાવાદની જેમ વડોદરામાં પેપર કપ સામે કાર્યવાહી જોવા મળી છે. ચા માટે વપરાતા પેપર કપ સ્વાસ્થ્ય અને વાતાવરણ બંને માટે હાનીકારક છે. પાલિકાના સર્વેમાં ચાની કીટલીઓની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. લોકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખી પાલિકા દ્રારા ઝુંબેશ શરૂ કરાઈ છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. અમદાવાદની જેમ વડોદરામાં પેપર કપમાં ચા બંધ થશે. પાલિકાના સર્વેમાં ચાની કીટલીઓની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. જે બાદ પાલિકાની વિવિધ ટીમો દ્વારા આખા શહેરમાં તપાસ હાથ ધરાઇ હતી. શહેરના ફતેગંજ વિસ્તારમાં પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. હવેથી કીટલી વાળાઓએ કાચના કપ અથવા કુલડી માં ચા આપવી પડશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં પેપર કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, પ્રદુષણ અને પેપર કપથી થતી ગંદકી થાય છે. પેપર કપ મળશે તો દંડ ફટકારવામાં આવે અને સીલની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. હાલ મનપાના અધિકારીઓ દ્વારા વેપારીઓને સમજાવવામાં પણ આવી રહ્યા છે, પરંતુ વેપારીઓમાં આ અંગે નારાજગી જોવા મળી રહી છે.