Home /News /ahmedabad /Ahmedabad News: શું તમને પણ બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવવાની ટેવ છે? તો આ જાણવું તમારા માટે જરૂરી છે
Ahmedabad News: શું તમને પણ બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવવાની ટેવ છે? તો આ જાણવું તમારા માટે જરૂરી છે
અમદાવાદ બીઆરટીએસ કોરિડોરની ફાઇલ તસવીર
Ahmedabad News: શહેરના ઉત્તર ઝોનમાં મેમકો ચાર રસ્તાથી નરોડા રોડ, ઠક્કરબાપાનગર, સીટીએમ ચાર રસ્તાના બીઆરટીએસ કોરિડોર પર ગુરૂવારે કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદ: શહેરમાં એવા ઘણાં લોકો છે જે બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવે છે. જેના કારણે અકસ્માત થવાનાં અનેક કિસ્સા સામે આવ્યાં છે. આ કોરિડોર સામાન્ય માણસો માટે પ્રતિબંધિત છે તે છતાં લોકો વહેલા જવાની લ્હાયમાં અહીંથી વાહનો હંકારતા હોય છે. જેના કારણે AMC અને ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં આજે બીઆરટીએસ કોરિડોરમાં ચલાવતાં 190 વાહનો ડિટેન કરવામાં આવ્યાં છે.
89 હજારથી વધુ દંડ વસૂલાયો
મળતી માહિતી પ્રમાણે, શહેરના ઉત્તર ઝોનમાં મેમકો ચાર રસ્તાથી નરોડા રોડ, ઠક્કરબાપાનગર, સીટીએમ ચાર રસ્તાના બીઆરટીએસ કોરિડોર પર ગુરૂવારે કાર્યવાહી કરવામાં આવી હતી. ટુ-વ્હીલર, ફોર વ્હીલર અને થ્રી વ્હીલર સામે કાર્યવાહી કરીને વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. કુલ 190 વાહનોને ડીટેઇન કરીને 89 હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે.
ગંદકી સામે લાલ આંખ
આ ઉપરાંત શહેરમાં ગંદકી સામે પણ ડ્રાઇવ ચાલી રહી છે. જાહેરમાં ગંદકી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. AMCના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા વેપારીઓ અને દુકાનદારો સામે કડક કાર્યવાહી કરાઈ હતી. શહેરમાં જમાલપુર, ગાંધીરોડ, માણેકચોક સહિતના વિસ્તારોમાં સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું. જાહેરમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ચેકિંગમાં 59 જેટલી દુકાનોને નોટિસ આપવામાં આવી હતી. જેમાં 32,300 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 107 દુકાનદારોને તપાસ કરી 60 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
કોરોના મહામારીને કારણે 2 વર્ષના અંતરાલ પછી ફરી એકવાર અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આગામી 8થી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન જી20 થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આયોજિત કરવામાં આવશે.
દેશ-વિદેશના અનેક પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવા માટે અમદાવાદ આવશે. તેમાં જી-20 દેશોના પતંગબાજો પણ સામેલ થશે.
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરી, 2023ના દિવસે સવારે 8.00 વાગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા પણ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉપસ્થિત રહેશે.