Home /News /ahmedabad /અમદાવાદ: ઢોર પકડવાની કામગીરી કરતા લોકોનો આક્ષેપ- કેટલાક લોકો ઢોરને ભગાડી દે છે

અમદાવાદ: ઢોર પકડવાની કામગીરી કરતા લોકોનો આક્ષેપ- કેટલાક લોકો ઢોરને ભગાડી દે છે

આજે અમદાવાદના નરોડા વિસ્તારમાં પૂરજોશમાં AMC ની ટીમ ઢોર પકડવાની કરામગીરી કરી રહી હતી.

નરોડા વિસ્તારમાં જ્યારે આજે કોર્પોરેશનની ટીમ અચાનક તેમને રસ્તા પર ઢોર દોખાયું તો તેઓ પૂરજોશમાં તેને પકડવા ગયા પણ ત્યાં ઉભેલા અમુક ડંડાધારીઓએ ઢોરને ભગાડી દીધા અને આ ટીમ ઢોરને પકડવામાં નિષ્ફળ રહી હતી.

    ગુજરાતના મોટા ભાગના શહેરો અને ગામડાઓમાં ઢોરના ત્રાસને કારણે અનેક લોકોના જીવ ગયા છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા વેધક સવાલો પૂછ્યા હતા. કોર્ટે સરકારને કહ્યું હતુ કે, જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. આ સાથે હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. ત્યારે ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી જીતુભાઈ વાધાણીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે અને પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો પોતાના પશુ ઢોરવાડામાં મુકી શકશે, જેની સારસંભાળ સરકાર રાખશે

    આજે અમદાવાદના રસ્તા પરથી રખડતી રંજાડને દૂર કરવા તંત્રએ આખરે ડંડો હાથમાં લીધો હતો અને AMCએ ઢોર પકડવાની ઝુંબેશ તેજ કરી છે. હાઈકોર્ટના આદેશ બાદ રખડતા ઢોર મામલે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર એક્શન મોડમાં આવી ગયા છે.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટની ફટકાર બાદ વહેલી સવારથી જ ઢોર પાર્ટીએ રસ્તા પર રખડતા મોતને પકડી પકડી ઢોર ડબ્બામાં પુરી સ્થાનિકોને રાહત આપવાની કામગીરી તેજ કરી છે. AMC ની ઢોર પાર્ટીએ પૂર્વથી લઈ પશ્ચિમ ઝોન સુધી અને ઉત્તર ઝોનથી લઈ દક્ષિણ સુધી અનેક ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરી છે.

    આ પણ વાંચો- ચાર દીકરીઓને ઠંડા પીણામાં ઝેરી પ્રવાહી આપી માતાએ પણ પીધુ

    આજે અમદાવાદના નરોડા વિસ્તારમાં પૂરજોશમાં AMC ની ટીમ ઢોર પકડવાની કરામગીરી કરી રહી હતી. અને અમદાવાદ કોર્પોરેશનના કેટલાક કર્મચારીઓ બાઈક પર ડંડા સાથે સવાર થઇ કામગીરી હાથ ધરી હતી. જોકે ઢોર પકડવાની કામગીરી કરતા લોકોએ આક્ષેપ કર્યો છે કે ઢોર પાર્ટી પહોંચે તે પહેલા જ કેટલાક લોકો ઢોરને ભગાડી દે છે. કેટલાક લોકો ફોન કરીને જાણ કરી દે છે કે ઢોર પાર્ટી આવી રહી છે.

    આ પણ વાંચો- વર્ક ફ્રોમ હોમ કલ્ચરના કારણે લોકો ધડાધડા પોર્ન જોવા લાગ્યા

    નરોડા વિસ્તારમાં જ્યારે આજે કોર્પોરેશનની ટીમ અચાનક તેમને રસ્તા પર ઢોર દોખાયું તો તેઓ પૂરજોશમાં તેને પકડવા ગયા પણ ત્યાં ઉભેલા અમુક ડંડાધારીઓએ ઢોરને ભગાડી દીધા અને આ ટીમ ઢોરને પકડવામાં નિષ્ફળ રહી હતી. રસ્તા પર રખડતા મોત પર અંકુશ લેવા તંત્રએ એક્શનમાં છે પરંતુ સવાલ એ છે કે આગામી દિવસોમાં અમદાવાદના રોડ ઢોર મુક્ત બનશે કે નહીં?
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cattle, Cattle seized, Stray Cattle, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन