Home /News /ahmedabad /અમદાવાદ: ફ્લાઇટના ટોયલેટમાં જઇ યુવકે લોકોના જીવ જોખમમાં મુકાઇ તેવું કર્યુ કામ, તાત્કાલિક પકડી પાડ્યો

અમદાવાદ: ફ્લાઇટના ટોયલેટમાં જઇ યુવકે લોકોના જીવ જોખમમાં મુકાઇ તેવું કર્યુ કામ, તાત્કાલિક પકડી પાડ્યો

એરપોર્ટ પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad News: ઘાટલોડિયામાં રહેતા વૃશિક ચૌહાણ  અમદાવાદ એરપોર્ટ ઓર ઈન્ડિગો એરલાઇન્સમાં સિક્યોરિટી એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.

અમદાવાદ: ફ્લાઈટમાં સિગારેટ પીતા એક મુસાફરની ધરપકડ કરાઈ હોવાનું સામે આવ્યું છે. આ શખ્સ દુબઈથી અમદાવાદની ફ્લાઈટમાં આવી રહ્યો હતો ત્યારે તે ફ્લાઈટના ટોયલેટમાં સિગારેટ પીતા ઝડપાયો હતો. ફ્લાઈટ ક્રુ એ તેને પકડી પાડતા અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ આવતા જ પોલીસને જાણ કરી તેને પોલીસના હવાલે કર્યો હતી. ઉલ્લેખનીય છે કે, આરોપીએ મુસાફરોના જીવને જોખમમાં મુકતા તેને પાઠ ભણાવવા તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.  તો બીજી તરફ, ક્રૂ દ્વારા આ યુવકને ઝડપી પાડવામાં આવતા જ ફ્લાઈટમાં મોટી દુર્ઘટના થતા અટકી હતી. તેની સાથેનો કમલજીત રામ નામનો મુસાફર દારૂના નશામાં માથાકૂટ કરતા તેની સામે પણ ગુનો નોંધાયો છે. એરપોર્ટ પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે.

ઘાટલોડિયામાં રહેતા વૃશિક ચૌહાણ  અમદાવાદ એરપોર્ટ ઓર ઈન્ડિગો એરલાઇન્સમાં સિક્યોરિટી એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેઓ તેમની ડ્યુટી પર હતા ત્યારે ડ્યુટી ઓફિસરે તેઓને અનરૂલી પેસેન્જર ફોર્મ અને લાભસિંગ નામનો પેસેન્જર સોંપ્યો હતો. જે પેસેન્જર દુબઈ થી ઉપડેલી ફ્લાઈટમાં સવાર હતો. તે વખતે તેને ફ્લાઈટમાં ટોયલેટ માં સિગારેટ પીતા ક્રુ એ ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં શિયાળા અંગે અંબાલાલ પટેલે કરી આગાહી

જેથી સમગ્ર બાબતને લોકોના જીવ જોખમમાં મુકવા બદલ આઇપીસી 336 મુજબ તેની સામે ફરિયાદ આપતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આરોપી લાભસિંગ રેશમસિંગ મૂળ પંજાબમાં કોઈ ગામનો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: પિતાએ કહ્યું, 'એના કરતાં મને લઇ લીધો હોત તો સારું'

ઉલ્લેખનીય છે કે આરોપી સિગારેટ લઈને ફ્લાઈટમાં કેવી રીતે ઘૂસ્યો તે એક મોટો સવાલ છે. કેમકે જ્યારે કોઈ પણ મુસાફર ફ્લાઈટમાં પ્રવાસ કરે ત્યારે તે પહેલા લગેજ અને પેસેન્જર ને સ્કેન કરવામાં આવતા હોય છે. અને બાદમાં જો કોઈ પ્રતિબંધિત વસ્તુઓ મળે તો કબ્જે લેવામાં આવ્યા બાદ તેને મુસાફરી કરવા દેવાય છે. પણ આરોપી સિગારેટ લઈને ફ્લાઈટમાં ઘૂસ્યો તે જ સિક્યોરિટી ચેકીંગ ની બેદરકારી હોવાનું છતું કરે છે. ત્યારે તપાસમાં આ બાબતોને લઈને કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પણ સવાલ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन