Home /News /ahmedabad /અમદાવાદ એરપોર્ટ રોશનીથી ઝગમગી ઉઠ્યું, દિવાળીના તહેવારની અનોખી રોનક જોવા મળી

અમદાવાદ એરપોર્ટ રોશનીથી ઝગમગી ઉઠ્યું, દિવાળીના તહેવારની અનોખી રોનક જોવા મળી

દિવાળીના તહેવારની અનોખી રોનક જોવા મળી

Ahmedabad airport Diwali: અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ભારતીય પરંપરા મુજબ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી માટે સુસજ્જ છે. આ વર્ષે ઑક્ટોબર મહિનામાં મુસાફરી કરતા લોકો માટે એરપોર્ટે દ્વારા અનેક આશ્ચર્યજનક ઓફર્સ રાખવામાં આવી છે.

વધુ જુઓ ...
Ahmedabad airport Diwali: દિવાળીના તહેવારોની રોનક માર્કેટમાં જોવા મળી રહીં છે. જાહેર સ્થળો રોશનીથી ઝગમગી રહ્યા છે. ત્યારે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ભારતીય પરંપરા મુજબ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી માટે સુસજ્જ છે. આ વર્ષે ઑક્ટોબર મહિનામાં મુસાફરી કરતા લોકો માટે એરપોર્ટે દ્વારા અનેક આશ્ચર્યજનક ઓફર્સ રાખવામાં આવી છે. તહેવારોની ઉજવણી જીવનમાં આનંદની અભિવ્યક્તિ, સંબંધોની કેળવણી, તેમજ જીવનને નવીનતાને જીવંત બનાવી રાખે છે. દિવાળી જેવા પ્રકાશપર્વની ઉજવણી માટે આતશબાજી અને રંગબેરંગી રોશનીના ઝગમગી રહ્યું છે

પ્રવાસીઓ માટે સેલ્ફી પોઇન્ટ પણ રાખવામાં આવ્યો


અમદાવાદ એરપોર્ટ પર દિવાળીના તહેવારને લઈ પ્રવાસીના ધસારામાં વધારો થઈ રહ્યો છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફૂલ થઈ ગઈ છે. પ્રવાસીઓ ફેલ્ફી લઈ શકે તે માટે સેલ્ફી પોઇન્ટ પણ રાખવામાં આવ્યો છે. ટર્મિનલ પર મુસાફરો રોચક અનુભવને સેલ્ફી લઈને યાદગાર બનાવી શકે છે. દિવાળીની સજાવટ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુખ્ય રચનામાં સ્ટેઇન્ડ ગ્લાસમાં જગમગાટ સાથે ચોમેર ચમકતી રંગબેરંગી રોશનીનો સમાવેશ થાય છે. રોશનીના પ્રકાશથી આંખો આંજી દેતુ અંદરનું ભવ્ય શૈન્ડલિયર બાહ્ય દેખાવને પણ પ્રકાશિત બનાવે છે.

આ પણ વાંચો: દિવાળી પર વતનમાં જવા લોકોની ભારે ભીડ, બસ-રેલવે સ્ટેશને મુસાફરો ઉમટ્યાં

અમદાવાદ એરપોર્ટ પર ધામધુમથી દિવાળીની તૈયારીઓ


ઉલ્લેખનીય છે કે, મુસાફરો ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશતા જ કેટલીય પ્રવૃત્તિઓમાં હાથ અજમાવી શકે છે, જેમાં દિવા બનાવવા, મીણબત્તી બનાવવી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. મુસાફરોના રોકાણના સમયને રસપ્રદ બનાવવા તેઓ કલાકારોની મદદથી તેમમાં રહેલી કળા અભિવ્યક્ત પણ કરી શકે છે. તેમજ તેમણે બનાવેલી કળાનો નમુનો યાદગીરીરૂપે ઘરે પણ લઈ જઈ શકે છે. આમ જોવા જઈએ તો અમદાવાદ એરપોર્ટ આ દિવાળીને ખાસ રીતે ઉજવવા માગે છે, જેમાં વિવિધ પ્રકારના પ્રયોગો કરીને પ્રવાસીઓ માટે દિવાળીને આકર્ષક બનાવા પ્રયત્નો ચાલી કહ્યા છે.

મુસાફરોને ટર્મિનલ બિલ્ડીંગમાં લટાર મારવી પણ લાભદાયી


SVPI એરપોર્ટ મુસાફરોને શ્રેષ્ઠ અનુભવ અને સગવડો મળી રહે તેને સૌથી વધુ મહત્વ આપી રહ્યા છે. પ્રસ્થાન કરનારા મુસાફરોને ટર્મિનલ બિલ્ડીંગમાં લટાર મારવી પણ લાભદાયી નીવડશે. ફ્લાઈટની રાહ જોતા મુસાફરોને પ્રવાસનો ભરપૂર આનંદ મળી રહે તે માટે એરપોર્ટ પર લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓ આનંદ માણી શકશે. આ સાથે બીજી પણ વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેનો પ્રવાસીઓ લાભ લઈ શકે છે, અને પોતાના પ્રવાસનો આનંદ માણી શકે છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Airports, Diwali 2022, Indian Festivals, અમદાવાદ એરપોર્ટ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन