Home /News /ahmedabad /‘મેં ક્યુ આંઉ મુજે મરના નહીં હૈ, આપકી ફ્લાઈટ મેં બોમ્બ હૈ’ એક કોલ આવ્યો અને પોલીસ દોડતી થઇ ગઇ
‘મેં ક્યુ આંઉ મુજે મરના નહીં હૈ, આપકી ફ્લાઈટ મેં બોમ્બ હૈ’ એક કોલ આવ્યો અને પોલીસ દોડતી થઇ ગઇ
‘...આપકી ફ્લાઈટ મેં બોમ્બ હૈ’
Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ પર દિલ્હી જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાનો કોલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. જો કે તપાસ દરમિયાન ફેક કોલ હોવાની માહિતી મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. બોડિંગ ગેટ પર હાજર અધિકારીએ બોડિંગ માટે પેસેન્જરને ફોન કરતાં તેણે ફ્લાઇટમાં બોમ્બ હોવાની ખોટી માહિતી આપી હતી.
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર દિલ્હી જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાનો કોલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. જો કે તપાસ દરમિયાન ફેક કોલ હોવાની માહિતી મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. બોડિંગ ગેટ પર હાજર અધિકારીએ બોડિંગ માટે પેસેન્જરને ફોન કરતાં તેણે ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી આપી હતી. જો કે આરોપીએ શા માટે આ પ્રકારની હરકત કરી તે અંગે પોલીસએ વધુ તપાસ શરૂ કરી છે.
ફ્લાઇટમાં કુલ 53 મુસાફરો પ્રવાસ કરવાના હતાં
અમદાવાદ એરપોર્ટ પરથી એલાયન્સની ફ્લાઇટ સાંજના 05:20 વાગ્યે અમદાવાદથી દિલ્હી માટે ઉડાન ભરવાની હતી. જે ફ્લાઇટના પેસેન્જરનું બોડિંગ 04:59 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું. જે ફ્લાઇટમાં કુલ 53 મુસાફરો પ્રવાસ કરવાના હતાં. જેથી બોડિંગ ગેટ પર હાજર અધિકારી આ ફ્લાઇટમાં પ્રવાસ કરનાર મુસાફરો કે જેમા બોડિંગ કરવાના બાકી હતાં. તેઓને સિસ્ટમમાંથી મોબાઇલ ફોન નંબર મેળવીને ફોન કરતાં હતાં. જેમણે જ્યારે વિનીત નોડીયલ નામના પેસેન્જરને સંપર્ક રવા માટે ફોન કર્યો અને કહ્યું હતું કે તમે ફટાફટ ગેટ નંબર છ પર આવી જાવ, ફ્લાઇટનો સમય થઇ ગયેલ છે.
ઉલ્લેખનીય છે કે, ફોન રીસીવ કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે, ‘મેં ક્યુ આંઉ મુજે મરના નહીં હૈ આપકી ફ્લાઈટ મેં બોમ્બે હૈ, તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. જે અંગેની જાણ સુરક્ષા એજન્સીઓને કરતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.’ ફ્લાઇટમાં બોમ્બ હોવાનું કહીને ફોન કટ કરી દેતા પોલીસએ તપાસ શરૂ કરી હતી. જો કે ગણતરીની મિનિટોમાં વિનીત નોડીયલ પણ કાઉન્ટર પર આવેલ અને તેણે જણાવ્યું હતું કે, તેમની ફ્લાઈટની ટિકિટ તેની કંપનીના એડમીન ડિપાર્ટમેન્ટ તરફથી બુક કરવામાં આવેલ છે.
આ બુકિંગમાં જે મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ લખાવવામાં આવેલ છે. તે તેનું નથી તેની કંપનીના એડમીન ઓફિસમાં નોકરી કરતા ભૂપેન્દ્રસિંહ નાયક ટિકિટ બુક કરાવેલ છે અને તેનો મોબાઇલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ નાખેલ છે. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. જો કે આ સમગ્ર મામલે વિનીત નોડીયલની કોઇ ભૂમિકા છે કે કેમ અને આરોપીએ શા માટે આ પ્રકારની માહીતી આપી હતી તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આરોપીની પૂછપરછ બાદ જ હકીકત સામે આવી શકે છે.