Ahmedabad AQI: અમદાવાદ શહેરની હવા બની અતિ પ્રદૂષિત, દિલ્હી અને મુંબઈને પાછળ છોડ્યા
Ahmedabad AQI: અમદાવાદ શહેરની હવા બની અતિ પ્રદૂષિત, દિલ્હી અને મુંબઈને પાછળ છોડ્યા
અમદાવાદ સરેરાશ એર ક્વૉલિટી ઇન્ડેક્સ
Ahmedabad AQI: અમદાવાદ શહેરની હવા ખૂબ જ પ્રદૂષિત બની છે. કારણ કે અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વૉલિટી ઇન્ડેક્સ 316 પર પહોંચ્યો છે. એટલે કે દિલ્હી અને મુંબઈ કરતા પણ અમદાવાદમાં હવા વધુ પ્રદૂષિત છે.
અમદાવાદ: શહેરની હવા કેટલી શુદ્ધ છે તે જાણવા માટે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ (Air Quality monitoring system) લગાવવામાં આવી છે. જેથી હવામાં કાર્બન ડાયોક્સાઈડ (carbon dioxide), ઓઝોન થ્રી, નાઇટ્રોજન ડાયોક્સાઇડ-ટુનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય. જેના પરથી એર ક્વૉલિટી ઈન્ડેક્ષ નક્કી કરવામાં આવે છે. AQI એટલે કે એર ક્વૉલિટી ઈન્ડેક્ષ (Air Quality Index) જો 0થી 100 સુધી હોય તો શહેરની હવામાં શદ્ધ છે તેવું માની શકાય. પરંતુ AQI જો 100થી ઉપર જાય તો હવામાં પ્રદૂષણનું પ્રમાણ થોડું વધારે છે તેવું કહી શકાય. AQI જો 200થી વધારે નોંધાય તો એવું માની શકાય કે હવામાં વધારે પ્રમાણમાં પ્રદૂષણ છે. તાજેતરમાં અમદાવાદનો AQI 300ને પાર થયો છે. એનો સીધો મતલબ એવો થયો કે હવા પ્રદૂષણ મામલે અમદાવાદ શહેરે મુંબઈ અને નવી દિલ્હીને પણ પાછળ મૂકી દીધા છે.
રિપોર્ટ પ્રમાણે અમદાવાદ શહેરની હવા ખૂબ જ પ્રદૂષિત બની છે. કારણ કે અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વૉલિટી ઇન્ડેક્સ 316 પર પહોંચ્યો છે. એટલે કે દિલ્હી અને મુંબઈ કરતા પણ અમદાવાદમાં હવા વધુ પ્રદૂષિત છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એર ક્વૉલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. બોપલ અને રાયખડમાં AQI 308 છે. અમદાવાદના એરપોર્ટ વિસ્તારનો AQI 301 છે.
ઝેરી બની રહી છે અમદાવાદની હવા
ઉપરની વાત પરથી એવં સાબિત થાય છે કે અમદાવાદ શહેરમાં હવા ઝેરી બની રહી છે. હવા પ્રદૂષિત હોવાના કારણે દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી વધુ પડી શકે છે. અસ્થામાં દર્દીઓ અને શ્વાસની તકલીફ વાળા દર્દીઓ માટે આ હવા વધુ જોખમી બની શકે છે. હાલ હવાનું પ્રદૂષણ આ સ્તરે પહોંચ્યું હોવાથી લોકોએ માસ્ક પહેવું જોઈએ.
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને હવામાન વિભાગના તરફથી એર ક્વૉલિટી મોનીટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેનાથી લોકો એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલો છે તેમજ તાપમાન કેટલું છે તે જાણી શકે. આ માટે લાખો રૂપિયાના ખર્ચે શહેરના અલગ અલગ વિસ્તારમાં એલઇડી લગાવવામાં આવી છે. જેના કારણે લોકો રસ્તા પર જતી વખતે હવામાં પ્રદૂષણ કેટલું છે, તેમજ તાપમાન કેટલું છે તે જાણી શકે.
શહેરના વિવિધ વિસ્તારમાં AQI
પીરાણા
303
નવરંગપુરા
316
રાયખડ
327
બોપલ
306
સેટેલાઇટ
262
એરપોર્ટ
304
દેશન ચાર મુખ્ય શહેરમાં AQI
અમદાવાદ
316
મુંબઈ
304
દિલ્હી
231
પુણે
208
AQI પ્રમાણે પ્રદૂષણની સ્થિતિ
0થી 100
આદર્શ સ્થિતિ
101થી 200
મધ્યમ સ્થિતિ
201થી 300
ખરાબ સ્થિતિ
301થી 400
ખૂબ જ ખરાબ સ્થિતિ
401થી 500
ગંભીર સ્થિતિ
હવા પ્રદૂષણ વધવાના મુખ્ય કારણો
અમદાવાદ શહેરમાં પ્રદૂષણ વધવાના ઘણા કારણો છે. જેમાં વાહનો અને ફેક્ટરીઓમાંથી નીકળતો ધુમાડો, પવનને કારણે ધૂળ ઉડીને હવામાં ભળી જતી હોવાના કારણો મુખ્ય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર