Home /News /ahmedabad /અમદાવાદના AIMIMના નેતાએ જ્ઞાનવાપી મસ્જિદના શિવલિંગ અંગે કરી અભદ્ર ટિપ્પણી, હિંદુ સંગઠનોમાં ભભૂક્યો રોષ

અમદાવાદના AIMIMના નેતાએ જ્ઞાનવાપી મસ્જિદના શિવલિંગ અંગે કરી અભદ્ર ટિપ્પણી, હિંદુ સંગઠનોમાં ભભૂક્યો રોષ

દાનિશ કુરેશી

Gujarat Latest News: ભગવાન શિવ અંગે સોશિયલ મીડિયામાં અશ્લિલ અને અભદ્ર ટિપ્પણી કરાતા હિન્દુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો. ત્યારે ઔવેસીની પાર્ટીના નેતા દાનિશ કુરેશીની ધરપકડ કરવાની માંગ ઉઠી છે.

અમદાવાદ: કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદનો (Gyanvapi Masjid) કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. આ કેસમાં સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ડીએમને આદેશ આપતા કહ્યું કે, જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ (Gyanvapi Masjid Shivling) હોય તો તેને સુરક્ષિત રાખવામાં આવે. સાથે જ મુસ્લિમોને નમાજ પઢતા પણ રોકવામાં ન આવે. ત્યારે અમદાવાદના એઆઈએમઆઈએમ નેતા દાનિશ કુરેશી (Danish Qureshi) ભગવાન શિવ અંગે સોશિયલ મીડિયામાં અશ્લિલ અને અભદ્ર ટિપ્પણી કરી છે. જેના કારણે હિન્દુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો. ત્યારે ઔવેસીની પાર્ટીના નેતા દાનિશ કુરેશીની ધરપકડ કરવાની માંગ ઉઠી છે. આ સાથે મહામંડલેશ્વર અખિલેશદાસજી પોલીસ ફરિયાદ નોંધાવશે. ઉપરાંત હિન્દુ યુવા વાહીનીના પ્રભારી યોગી દેવનાથે પણ પોલીસ પાસે દાનિશ કુરેશીની ધરપકડની માંગ કરી છે.

આ અંગેની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના AIMIMના નેતા દાનિશ કુરેશીએ જ્ઞાનવાપી મસ્જિદના કેસના આદેશ બાદ એક વિવાદીત પોસ્ટ કરી છે. જેના કારણે સોશિયલ મીડિયા સહિત આખા દેશમાં ખળભળાટ મચી ગઇ છે. હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડતી આ પોસ્ટ લોકો ડિલિટ કરવાની માંગ કરી રહ્યા છે.

આ પણ  વાંચો: રાજ્યમાં 7 વર્ષમાં અંદાજિત 3.27 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી, સરકારીમાં લીધો પ્રવેશ

આ સાથે દાનિશ કુરેશી આ અંગે માફી માંગે અને તેની ધરપકડ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. ગુજરાત જ નહીં, સમગ્ર દેશના હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. ત્યારે મહામંડલેશ્વર અખિલેશદાસજી પોલીસ ફરિયાદ નોંધાવશે. તેમણે જણાવ્યુ છે કે, આ અંગે કાયદાકીય સલાહ લઇને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.

આ પણ વાંચો: રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓ માટે 5 મોટી જાહેરાતો

નોંધનીય છે કે, જ્ઞાનવાપી મસ્જિદ અંગે સુપ્રીમે વધુ સુનાવણી 19મી પર મુલતવી રાખી છે. બીજીબાજુ સરવેની માહિતી લીક કરવા મુદ્દે વારાણસી કોર્ટે કમિશનર અજય મિશ્રાને હટાવી દીધા છે. વધુમાં જ્ઞાનવાપીમાં ફરીથી સરવે કરાવવાની અરજી પર વારાણસી કોર્ટમાં બુધવારે સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે જ્ઞાાનવાપી શ્રૂંગાર ગૌરી પરિસર કેસમાં નીચલી અદાલતને શિવલિંગ મળ્યું છે તે જગ્યાને સુરક્ષિત રાખવા અને લોકોને નમાજ પઢતા રોકવામાં ન આવે તે માટે નિર્દેશ આપ્યા છે.



આ સંદર્ભમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, વજુખાનામાં શિવલિંગ મળ્યું છે, જે હાથ-પગ ધોવાની જગ્યા છે. નમાઝની જગ્યા અલગ હોય છે. હાલ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી ગુરુવાર સુધી સ્થગિત કરી દીધી છે.
First published:

Tags: AIMIM, અમદાવાદ, ગુજરાત, વિવાદ