Home /News /ahmedabad /અમદાવાદ: યુવતીએ કર્યા બે-બે લગ્ન, ત્રીજા યુવકે લગ્નની લાલચે ગુજાર્યો બળાત્કાર, મિત્રએ પણ કર્યો રેપ

અમદાવાદ: યુવતીએ કર્યા બે-બે લગ્ન, ત્રીજા યુવકે લગ્નની લાલચે ગુજાર્યો બળાત્કાર, મિત્રએ પણ કર્યો રેપ

પોલીસે બંને સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Ahmedabad Crime: યુવકે લગ્ન કરવાનું કહી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, પછી તેના મિત્રએ પણ લગ્નની લાલચ આપી યુવતી સાથે આવું જ કરતાં પોલીસ ફરિયાદ

અમદાવાદ: મૂળ રાજસ્થાનની યુવતીએ પહેલા લગ્ન કર્યા બાદ છૂટાછેડા લીધા હતાં. બાદમાં બીજા લગ્ન કરતા સાથે જ પતિ સાથે અણબનાવ બનતા તે પિયર આવી ગઈ હતી. આ દરમિયાન બીજા લગ્ન કરાવનાર પરિચિત વ્યક્તિએ અન્ય યુવક સાથે લગ્ન કરવાવવાનું કહી એક યુવક સાથે મુલાકાત કરાવી હતી. જે યુવકે લગ્ન કરવાનું કહી શારીરિક સંબંધ બાંધ્યો બાદમાં અન્ય ઓળખીતાના ઘરે યુવતીને મોકલી હતી. ત્યાં પણ અન્ય યુવકે લગ્નની લાલચે બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ આ અંગે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૂળ રાજસ્થાન ખાતે રહેતી 24 વર્ષીય યુવતી હાલ તેની માતા અને ભાઈ-બહેન સાથે રહે છે. આ યુવતીના પિતાનું એક વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. તેના પ્રથમ લગ્ન રાજસ્થાનના એક યુવક સાથે થયા હતા. પરંતુ તેનો તે પતિ મારઝૂડ કરતો હોવાથી એક વર્ષ પહેલાં છૂટાછેડા લઈ લીધા હતા. તેના પછી બીજા લગ્ન રાજસ્થાનના અન્ય એક યુવક સાથે થયા હતા. આ લગ્ન કુટુંબી ભુવાના છોકરાએ એક વર્ષ પહેલા કરાવ્યા હતા. વીસેક દિવસ પહેલા આ બીજા પતિ સાથે યુવતીને બોલા ચાલી ઝઘડો થતાં તે તેના પિયર જતી રહી હતી. બાદમાં લગ્ન કરાવનાર કુટુંબી ભુવાના છોકરા સાથે તેને વાતચીત થતી હતી. બાદમાં તેણે તારા પતિ મર્ડરના ગુનામાં પકડાયેલ છે અને તને પણ ક્યારેક મારી નાખશે હું તને બીજો છોકરો બતાવું તેની સાથે લગ્ન કરી લેજે, તે પ્રમાણે વાતચીત કરી ઘાસીસિંહ રાજપૂત સાથે વાતચીત કરાવ્યા બાદ તું અમદાવાદ ખાતે આવી જા, હું તારી સાથે લગ્ન કરીશ અને તારા માટે એક ભાડાનું મકાન લઈ રાખીશ. તે પ્રમાણે વાતચીત એક અઠવાડિયાથી કરતો હોવાથી આ યુવતી લક્ઝરી બસ મારફતે અમદાવાદ આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ મેટ્રો પર લખાણ લખનાર ચાર વિદેશી નાગરિકોની ધરપકડ, સીસીટીવીમાં થયા હતા કેદ

બાદમાં આ ઘાસીસિંહ રાજપૂતે ફોન કરી સેલબી હોસ્પિટલની સામે લારી પાસે બોલાવતા આ યુવતી ત્યાં પહોંચી હતી. જ્યાં પાછળ ખુલ્લા પ્લોટમાં આવેલી એક ઓરડીમાં લઈ ગયો હતો. ત્યાં લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે પછી ઘાસીસિંહે ફોન કરી તેના મિત્ર લહરસિંહ પઢિયારને ત્યાં ઉભો હોવાથી તેની સાથે વાતચીત કરી આ યુવતીને તું  લહરસિંહ સાથે તેના રૂમ ઉપર જા, હું સાંજે આવું છું, તેમ કહી આ યુવતીને લહરસિંહ સાથે વેજલપુર ખાતે મોકલી હતી. ત્યાં લહરસિંહે પણ યુવતીને લગ્ન કરવાનું જણાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેથી ઘાસીસિંહ રાજપૂત અને લહરસિંહ પઢિયારે લગ્ન કરવાની લાલચ આપી વારાફરતી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતા યુવતીએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે બંને સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन