Home /News /ahmedabad /અમદાવાદ: છૂટાછેડા બાદ બાળકોના કબ્જા માટે જમાઇએ સસરાનું ઢીમ ઢાળવાની કરી કોશિશ

અમદાવાદ: છૂટાછેડા બાદ બાળકોના કબ્જા માટે જમાઇએ સસરાનું ઢીમ ઢાળવાની કરી કોશિશ

યુવકે સસરા પર ધારદાર હથિયાર વડે કર્યો હુમલો

Ahmedabad Crime: બાળકોને સાથે લઇ જવા માટેનો ઝધડો કરતા યુવકે સસરા પર ધારદાર હથિયાર વડે કર્યો હુમલો

અમદાવાદ: બાળકોને સાથે લઇ જવા માટેનો ઝધડો કરતા યુવકે સસરા પર ધારદાર હથિયાર વડે હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. યુવકે તેની પત્નીને આઠ મહિલા પહેલા તલાક આપી દીધા હતા, જેથી પત્ની ત્રણ બાળકો સાથે પિયરમાં રહેવા માટે આવી ગઇ હતી. ગઇકાલે યુવક બાળકોને લેવા માટે આવ્યો હતો ત્યારે મામલો બિચક્યો હતો.

દરિયાપુર વિસ્તારમાં આવેલી ટોપીવાળા પોળમાં રહેતા આમીરસોએબ બલોરાએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં આજમખાન શાહનવાઝખાન પઠાણ (રહે. જ્હાગીરનગર, વટવા) વિરૂદ્ધ હત્યાની કોશિષની ફરિયાદ કરી છે. આમીરસોએબ રિક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાતે આમીરસોએબ તેના પિતા ઇસ્તિયાક બલોરા સાથે તેના બીજા ઘરે જતા હતા ત્યારે આજમખાન પઠાણ નામનો યુવક બે અજાણ્ય શખ્સો સાથે આવ્યો હતો. આજમખાને તેની રિક્ષા આમીરસોએબની રીક્ષાની આગળ ઉભી રાખી હતી. આજમખાનને જોઇને ઇસ્તિયાકભાઇ બોલ્યા હતા કે, કેમ અહીંયા આવ્યો છે, તારે અહીંયા નહીંઆવવાનું? આજમખાનનું અપમાન થતાં તે ઉશ્કેરાયો હતો અને તરત જ આમીરશોએબની સામે જ તેમના પિતાને ધક્કો મારીને પાડી દીધા હતા અને ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો.

આ પણ વાંચો: બોપલમાં માતેલા સાંઢની જેમ દોડતું 'મોતનું ડમ્પર' કેમેરામાં કેદ

ઇસ્તિયાકભાઇને લોહી નીકળતા બુમાબુમ થઇ ગઇ હતી. જ્યારે આજમખાન અને તેની સાથે રહેલા બે શખ્સો રિક્ષા લઇને નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત ઇસ્તિયાકભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કાલુપુર પોલીસે આજમખાન પઠાણ સહિત ત્રણ શખ્સો વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આજમખાને આમીરસોએબની બહેન સાથે આઠ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા જેમાં તેમને ત્રણ બાળકો પણ છે. આજમખાન પત્નીને ત્રાસ આપતો હોવાથી તે તલાક લઇને બાળકો સાથે પિયરમાં રહેવા માટે આવી ગઇ હતી. આજમખાન અવારનવાર બાળકોને લઇ જવા મામલે બબાલ કરતો હતો. જેના કારણે ગઇકાલે તેણે સસરા ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन