અમદાવાદ : ટ્રાફિક ચોકી સળગાવવાનો પ્રયાસ કરનાર આરોપીએ પોલીસના ડરથી ફિનાઇલ પી લીધું

News18 Gujarati
Updated: November 9, 2019, 7:40 AM IST
અમદાવાદ : ટ્રાફિક ચોકી સળગાવવાનો પ્રયાસ કરનાર આરોપીએ પોલીસના ડરથી ફિનાઇલ પી લીધું
રીક્ષા ચાલક દ્વારા સળગાવવામાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકી

અમદાવાદના ગીતા મંદિર એસ.ટી. સ્ટેન્ડ પાસે ટ્રાફિક પોલીસે આરોપીની રીક્ષા ડીટેઇન કરતાં આરોપીએ અન્ય એક શખ્સ સાથે મળીને ટ્રાફિક ચોકીના બારીના કાચ તોડી ચોકી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

  • Share this:
ઋત્વીજ સોની, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરના ગીતામંદિર (Geeta mandir) એસ.ટીસ્ટેન્ડ (Bus Depot) નજીક એક્ટીવા (Activa) પર આવેલા બે શખ્સોએ (2 men) ટ્રાફિકની ચોકીના (Traffic police center) કાચ તોડીને (Broken )આગ ચાંપીને (Burnt) ચોકી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સમગ્ર ઘટનાની જાણ પોલીસને (Police) કરાતા પોલીસે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે પોલીસના ડરથી સમીર ઉર્ફે ચીન્યો પઠાણ નામના આરોપીએ (Accused) ફિનાઇલ (Sucide) પીઇ લીધું છે. જેને સારવાર માટે હાલમાં એલ.જી.હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ગુરુવારે ટી.આર.બી જવાન જીતેન્દ્રકુમાર ડાભીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે તેઓ આજે એસ.ટી.સ્ટેન્ડ સર્કલ પર ફરજ પર હતાં. તે દરમિયાન પી.આઇ જી.જે.રાઓલ સ્ટાફ સાથે સર્કલ પર આવ્યાં હતાં અને રોંગ સાઇડમાં આવતાં વાહનચાલકોને દંડ આપવાની કામગીરી શરૂ કરી હતી. આ કામગીરી દરમિયાન લગભગ સવા દસ વાગ્યાની આસપાસ GJ 18 AV 1234 નંબરનો રીક્ષાચાલક રોંગ સાઇડમાં આવતો હતો. જેથી તેને રોકીને તેની પાસેથી લાયસન્સ સહીતના રીક્ષાના કાગળો માંગવામાં આવ્યા હતાં. જો કે રીક્ષા ચાલક પાસે માત્ર લાયસન્સ સિવાય અન્ય કોઇ જ કાગળો ન હોવાથી તેમજ રીક્ષાની નંબરપ્લેટ ફેન્સી હોવાથી તેની રીક્ષા ડીટેઇન કરી હતી.

આ પણ વાંચો : અયોધ્યા ચુકાદાને કોઈની હાર કે જીતની નજરે ન જોવો જોઈએ : PM નરેન્દ્ર મોદી

દરમિયાન રીક્ષા ડીટેઇન કરતા જ રીક્ષા ચાલક ઉશ્કેરાઇ ગયો હતો અને હાજર સ્ટાફને કહ્યું હતું કે રીક્ષા ગમે ત્યાં મૂકશો હું સળગાવી દઇશ અને તમોને જોઇ લઇશ. આટલું કહ્યું બાદ તે ડિટેઇન મેમોમાં સહી કર્યા વગર ત્યાંથી જતો રહ્યો હતો. અને ત્યારબાદ લગભગ પોણા બે વાગ્યાની આસપાસ અન્ય એક વ્યક્તિ સાથે એક્ટીવા પર આવ્યો હતો. જે એક્ટીવા પર પાછળ બેઠેલા શખ્સની પાસે એક લોખંડની પાઇપ અને કેરોસીનની બોટલ હતી.

આ બંન્ને શખ્સોએ ચોકી પાસે એક્ટીવા પાર્ક કરીને નીચે ઉતરીને તેની રીક્ષા કોણે જમા કરી છે તે પોલીસ વાળો ક્યાં છે તેમ બોલવા લાગ્યો હતો અને ટ્રાફિક ચોકી પર લગાવેલ બેનર પર કેરોસીન નાંખીને આંગ ચાંપી હતી. જ્યારે અન્ય એક શખ્સએ લોખંડની પાઇપથી બારીના કાચ તોડીને હાજર કર્મચારીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, આસપાસમાં લોકો એકઠા થઇ જતાં બંન્ને શખ્સો એક્ટીવા લઇ ત્યાંથી ફરાર થઇ ગયા હતાં. જ્યારે સમગ્ર ઘટનાની જાણ કાગડાપીઠ પોલીસને કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી. અને આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...