Home /News /ahmedabad /અમદાવાદ: 26 વર્ષે હત્યા કરનાર આરોપી 73 વર્ષે ઝડપાયો, 50 વર્ષ બાદ ભેદ ઉકેલાયો

અમદાવાદ: 26 વર્ષે હત્યા કરનાર આરોપી 73 વર્ષે ઝડપાયો, 50 વર્ષ બાદ ભેદ ઉકેલાયો

70 વર્ષીય વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી આરોપી સિતારામ ફરાર થયો હતો.

Ahmedabad Crime: 70 વર્ષીય વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી આરોપી ફરાર થયો હતો, આરોપી 73 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના એક ગામમાંથી ઝડપાયો

    અમદાવાદ: શહેરના સરદારનગરમાં 1973માં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો છે. હત્યાના 50 વર્ષ બાદ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે. 26 વર્ષની ઉંમરે લૂંટની ઘટનામાં 70 વર્ષીય વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી આરોપી સિતારામ ફરાર થયો હતો. આરોપી 73 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના એક ગામમાંથી ઝડપાયો છે. મહારાષ્ટ્ર પોલીસ અને ગુજરાત પોલીસની સંયુક્ત કામગીરીના કારણે આરોપીને પકડવા પોલીસને 50 વર્ષે સફળતા મળી છે.

    બંધ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો

    પોલીસના જણાવ્યા અનુસાર, વર્ષ 1973માં લૂંટ વિથ મર્ડર કેસ દાખલ થયો હતો. જેમાં સૈજપુર વિસ્તારમાં મણિબેન નામના વૃદ્ધ બહેન રહેતા હતા, તેમનું બંધ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે-તે વખતે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી કે તેમના ઘરમાંથી દુર્ગંધ આવે છે. મકાન ખોલીને જોતાં આ વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો.


    આ પણ વાંચો: વેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, સોશિયલ મીડિયાના માધ્યમથી લાખોની છેતરપિંડી

    ઝપાઝપીમાં વૃદ્ધાનું થયું હતું મોત

    આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસે મહત્વની ભૂમિકા ભજવી છે. આરોપી મહારાષ્ટ્રના એક ગામમાં મળી આવતાં મહારાષ્ટ્ર પોલીસે ગુજરાત પોલીસને જાણ કરી હતી. સીતારામ નામના આરોપીએ એકલા રહેતા વૃદ્ધાના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘુસ્યો હતો. આ દરમિયાન વૃદ્ધા અને આરોપી વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં વૃદ્ધા મણિબેનનું મોત થયું હતું.

    નોંધનીય છે કે, આ ઘટના 1973માં બની હતી અને હવે ઘટનાના લગભગ 50 વર્ષ બાદ આરોપી ઝડપાયો છે. તે સમયે 26 વર્ષીય આરોપી સિતારામે 70 વર્ષીય વૃદ્ધાને મોતને ઘાટ ઉતાર્યા હતા. જ્યારે ઘટનાના 50 વર્ષ બાદ આરોપી 73 વર્ષની ઉંમરે પોલીસના સકંજામાં આવ્યો છે. આમ, પોલીસ કોઇ ગુનેગારને છોડતી નથી, ગમે ત્યારે, ગમે ત્યાંથી શોધી કાઢે છે, તે વાત આ કિસ્સામાં સાચી સાબિત થતી જોવા મળી રહી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Crime news, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन