અમદાવાદ: શહેરના ઇસ્કોન બ્રિજ નીચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગત મોડીરાત્રે ટ્રકચાલકે ટક્કર મારતાં એક મહિલા હવામાં ફંગોળાઈ હતી અને ઘટના સ્થળે મહિલાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માતમાં અન્ય એક મહિલાનો આબાદ બચાવ થયો છે. આ મહિલા મૃતકની બહેન હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માત સર્જનાર ટ્રકચાલક ફરાર થયો ગયો છે. અકસ્માતને પગલે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.