Home /News /ahmedabad /અમદાવાદ: પોલીસની પરિક્ષાની તૈયારી કરનાર યુવકે કરી નાંખ્યો જબરો કાંડ...

અમદાવાદ: પોલીસની પરિક્ષાની તૈયારી કરનાર યુવકે કરી નાંખ્યો જબરો કાંડ...

અસલી પોલીસે નકલી પોલીસને પકડી પાડ્યો છે

Ahmedabad Crime: અમદાવાદ ગ્રામ્યમાં આવેલા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અસલી પોલીસે નકલી પોલીસને પકડી પાડ્યો છે.

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્યમાં આવેલા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અસલી પોલીસે નકલી પોલીસને પકડી પાડ્યો છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નકલી પોલીસનો ત્રાસ વધી ગયો છે. કેમ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને પોલીસના નામે હોટેલ કે અન્ય જગ્યાએ તોડ કરવામાં આવી રહ્યું છે.

ધમકી આપીને રુપિયા 4500ની માંગણી કરી હતી

વિવેકાનંદનગર પોલીસને બાતમી મળી હતી કે, આ વિસ્તારમાં એક આરોપી આવીને લોકોને ધમકાવીને પોલીસની ઓળખ આપીને રુપિયાનો તોડ કરે છે. જેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપીને પકડી પાડ્યો છે અને વધુ કાર્યવાહી શરુ કરી છે. મળતી માહિતી પ્રમાણે, ફરિયાદી વિશાલભાઈ જે ગેરતપુર વિસ્તારમાં રહે છે. એક વ્યકિત નિખિલ પરમાર જેણે ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી આપવાની ધમકી આપીને રુપિયા 4500ની માંગણી કરી હતી. જેથી પોલીસે વોચ ગોઠવીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

આરોપી એલઆરડીની પરિક્ષાની તૈયારીઓ પણ કરી રહ્યો હતો

મળતી માહિતી પ્રમાણે, આરોપી ન્યુ મણિનગર વિસ્તારમાં રહે છે. વિવેકાનંદ વિસ્તારમાં આવીને પોલીસની ખોટી ઓળખ આપીને તોડ કરવા જઈ રહ્યો હતો. નોંધનીય વાત તો એ છે કે, આરોપીની તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી એલઆરડીની પરિક્ષાની તૈયારીઓ પણ કરી રહ્યો હતો, પંરતુ હાલ પોલીસ બન્યો નથી અને તેની પહેલા આ પ્રકારે તોડ કરવાનું શરુ કરી દીધું હતું.

જોકે, હાલ આરોપીએ આ સિવાય અન્ય કોઈ ગુના કરેલ છે કે કેમ અને તેની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ, તે દિશાઓમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે તપાસ બાદ અન્ય ખુલાસા સામે આવી શકે છે. જોકે, એક વાત તો સાચી છે કે, અસલી પોલીસ બનવાના સપના જોઈ રહેલો નિખિલ નકલી પોલીસ બનીને પકડાઈ ગયો છે અને હવે તેના માટે અસલી પોલીસ બનવું મુશ્કેલ થયું છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन