Home /News /ahmedabad /અમદાવાદઃ ચેતવણીરૂપ કિસ્સો! ઇન્સ્ટાગ્રામ પર મળેવા ફેક પાયલોટે યુવતી સાથે કર્યું આવું

અમદાવાદઃ ચેતવણીરૂપ કિસ્સો! ઇન્સ્ટાગ્રામ પર મળેવા ફેક પાયલોટે યુવતી સાથે કર્યું આવું

શહેરમાં રહેતી એક યુવતીને સોશિયલ મીડિયાનો કડવો અનુભવ થયો છે.

Ahmedabad Crime: યુવતીને સોશિયલ મીડિયાનો કડવો અનુભવ થયો. યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવ્યા બાદ યુવતીએ તે સ્વીકારી તેની સાથે વાતચીત શરૂ કરી હતી. જે બાદ આ શખ્સે પોતે પાયલોટ હોવાનું કહી પ્રેમજાળમાં આ યુવતીને ફસાવી...

અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીને સોશિયલ મીડિયાનો કડવો અનુભવ થયો છે. એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવ્યા બાદ યુવતીએ તે સ્વીકારી તેની સાથે વાતચીત શરૂ કરી હતી. જે બાદ આ શખ્સે પોતે પાયલોટ હોવાનું કહી પ્રેમજાળમાં આ યુવતીને ફસાવી હતી. બાદમાં સોના ચાંદીના અને ડાયમંડના સેટ તથા આઇફોન અને પાઉન્ડનું કુરિયર બનાવી મોકલીશ, તેમ કહી કુરિયર આવી ગયું છે કહીને તે છોડાવવા માટે 65 હજાર ચુકવવાનું કહીને વિદેશી કરન્સી હોવાનું કહી વધુ 2.95 લાખ માંગતા યુવતી છેતરાઇ હોવાનું તેના ધ્યાને આવ્યું હતું. જેથી યુવતીએ આ વાતચીત બંધ કરી સીધી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી

શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતી નવરંગપુરા ખાતે નોકરી કરે છે. બે-એક માસ પહેલા તેને ઇન્સ્ટાગ્રામ આઇડી પર એક પ્રોફાઇલધારકની રિકવેસ્ટ આવી હતી. જે આ યુવતીએ એક્સેપ્ટ કરી હતી. જે બાદ યુવતી આ ધારક સાથે વાતચીત કરતી હતી. આ એન્થોની લિવિઝે સારી રીતે વધુ વાતો કરી બ્રિટિશ એરલાઇન્સમાં પાયલોટ તરીકે કામ કરતો હોવાનું કહી આ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.

આ પણ વાંચો: યુવતીનું કરાવ્યું ગર્ભ પરિક્ષણ, દીકરી જન્મતા પિતાએ કર્યું આવું

આમ યુવતી સાથે આચરી છેતરપિંડી

બાદમાં તમારા માટે શોપિંગ કરવા જાવું છું, સોના-ચાંદીના અને ડાયમંડના સેટ તથા આઇફોન અને પાઉન્ડનું કુરિયર બનાવી મોકલી આપુ છું, તેમ વાતો કરી હતી. જે ભારતમાં આવે એટલે રિસિવ કરી લેજો અને કુરિયરના 65 હજાર થાય તે હાલ ચૂકવી દેજે, 60 હજાર કુરિયરમાં જ મોકલી દઇશ તેવુ કહ્યું હતું. ત્યાર બાદ દિલ્લી એરપોર્ટ પર પાર્સલ આવી ગયું છે તેવું કહેતા જ યુવતીને કોઇ કુરિયરમાંથી બોલું છું કહીને ફોન આવ્યો હતો. જેણે 65 હજાર ભરી કુરિયર છોડાવી જજો તેમ કહેતા નાણા ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં કુરિયરવાળાએ આ વિદેશી કરન્સી હોય જે અનલિગલ હોવાથી તે વ્યક્તિએ વધુ 2.95 લાખ માંગ્યા હતા.

યુવતીને છેતરપિંડી થતી હોવાની ગંધ આવી

યુવતીને પોતાની સાથે છેતરપિંડી થતી હોવાની ગંધ આવી હતી. આ પ્રકારના કિસ્સા બનતા હોવાથી કોઇ શખ્સો સોશિયલ મિડીયા પર સંપર્ક કેળવી છેતરપિંડી કરતા હોવાનું ધ્યાને આવતા જ યુવતીએ તે વાતચીત બંધ કરી દીધી હતી. આમ આરોપીઓએ યુવતી પાસેથી 65 હજાર પડાવી લઇ છેતરપિંડી આચરતા યુવતીએ આ મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन