Home /News /ahmedabad /અમારી રક્ષા કરવા બદલ આભાર: પતંગની દોરીથી ગળા ન કપાય તે માટે 16 વર્ષથી આપી રહ્યા છે ખાસ સેવા

અમારી રક્ષા કરવા બદલ આભાર: પતંગની દોરીથી ગળા ન કપાય તે માટે 16 વર્ષથી આપી રહ્યા છે ખાસ સેવા

મનોજભાઈ છેલ્લા 16 વર્ષથી ચલાવી રહ્યા છે અભિયાન

અમારી રક્ષા કરવા બદલ આભાર: અમદાવાદના મનોજ ભાવસાર છેલ્લા 16 વર્ષથી સેફ ઉતરાયણ નામનું અભિયાન ચલાવે છે. પતંગની દોરીથી લોકોના ગળા ન કપાય માટે 25 ફ્લાયઓવર બ્રિજ પર તેઓ તાર બાંધે છે.

    અમદાવાદ: ઉત્તરાયણને ગણતરીનાં દિવસો બાકી છે. જેનો થનગનાટ પતંગરસિયાઓમાં અત્યારથી જ જોવા મળી રહ્યો છે, પરંતુ પતંગના દોરાને કારણે કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે, ત્યારે અમદાવાદના મનોજ ભાવસાર છેલ્લા 16 વર્ષથી સેફ ઉતરાયણ નામનું અભિયાન ચલાવે છે. પતંગની દોરીથી લોકોના ગળા ન કપાય માટે 25 ફ્લાયઓવર બ્રિજ પર તેઓ તાર બાંધે છે. શહેરના 25 જેટલા ફ્લાયઓવર પર આવેલા લાઈટના થાંભલા પર તેમણે તાર બાંધવાનું કામ કર્યુ છે. અમદાવાદનાં શાહપુર વિસ્તારમાં રહેતા મનોજ ભાવસારે શહેરના 30 બ્રિજ પર તાર બાંધવાનો ટાર્ગેટ બનાવ્યો છે. જેની પાછળ તેમને પ્રેરણા જાત અનુભવથી મળી છે.

    મનોજભાઈ છેલ્લા 16 વર્ષથી ચલાવી રહ્યા છે અભિયાન

    ઉત્તરાયણને ગણતરીનાં દિવસો બાકી છે. પતંગરસિયા ઉત્તરાયણની તૈયારીઓમાં લાગી ગયાં છે. બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. જે ઉત્તરાયણનાં પાવન પર્વમાં કેટલાય લોકોને દોરી વાગવાના બનાવો પણ બનતા હોય છે. જેમાં સૌથી વધુ અકસ્માત શહેરમાં આવેલ ઓવર બ્રિજ પર બનતા હોય છે. આ બનાવોને રોકવા માટે અમદાવાદનાં શાહપુર વિસ્તારમા રહેતા મનોજ ભાવસારે બ્રિજ પર આવેલા લાઈટના થાંભલા પર તાર બાંધવાનું મિશન સેફ ઉતરાયણ નામનું એક અભિયાન હાથ ધર્યું છે, જેમાં તેમણે શહેરમાં આવેલ 25 ઉપર ફલાયઓવર બ્રિજ પર તાર બાંધ્યા છે, જેથી લોકોના જીવ બચાવી શકાય, આ કામગીરીમાં એક બ્રિજ પર અંદાજે 30 કિલો તારનો ઉપયોગ થાય છે, જે અભિયાન મનોજભાઈ છેલ્લા 16 વર્ષથી ચલાવી રહ્યા છે. જેની પાછળ તેમને પ્રેરણા જાત અનુભવથી મળી છે.


    આ પણ વાંચો: સોશિયલ મીડિયા દ્વારા ચાઈનીઝ દોરી વેચનારા ઝડપાયા, પોલીસે સપાટો બોલાવ્યો

    30 બ્રિજ પર તાર બાંધવાનો ટાર્ગેટ

    દર વર્ષની સરખાણીએ આ વર્ષે બ્રિજમાં વધારો થયો છે. શહેરમાં વિરાટનગર. રાજેન્દ્રપાર્ક, અજિતમિલ પાસે અને સિમ્સ હોસ્પિટલ પાસે બ્રિજ બન્યા છે. જેની સાથે શહેરમાં 55 ઉપર બ્રિજ છે. જેમાં 30 બ્રિજ પર તાર બાંધવાનો ટાર્ગેટ છે. નવા બ્રિજમાં વિરાટનગર અને રાજેન્દ્રપાર્ક બ્રિજ પર ટેક્નિકલ ખામીના કારણે તાર બાંધી શકાય તેમ નથી. જેથી તેની વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરાઈ રહી છે. જે બ્રિજ પર લોકોને વાહન ધીમે ચલાવવા અને લોકોને જાગૃત કરવા બેનર પણ લગાવશે. હર્ષોલ્લાસનો ઉત્તરાયણનો પર્વ કોઈના માટે માતમમાં ન ફેરવાઈ જાય તે માટે લોકોએ પણ જાગૃત થવાની જરૂર હોય તેવું લાગી રહ્યુ છે.

    લોકોના જીવ બચાવવા માટે નિ:સ્વાર્થ સેવા

    નિ:સ્વાર્થભાવે લોકોના જીવ બચાવવા વર્ષોથી મનોજ ભાવસાર સેફ્ટી તાર બાંધે છે. જેની માટે તેઓ પોતાના જીવ અંગે પણ વિચાર શુદ્ધા કરતાં નથી. સામાન્ય પરિસ્થિતિમાંથી આવતા મનોજભાઈ આ અભિયાન કોઈ લાલચમાં નહીં, પણ લોકોના જીવ બચાવવા માટે નિ:સ્વાર્થ ભાવે ચલાવી રહ્યા છે, જેમાં મનોજભાઈને ભલે તંત્ર દ્વારા પરમિશન આપવામાં આવી છે, પણ મિશન સેફ ઉતરાયણમાં તેમને તંત્ર દ્વારા બીજી કોઈ મદદ પુરી પાડવામાં આવી રહી નથી. માત્ર તંત્ર દ્વારા તેમને વાહન ફાળવાયું છે. જેથી તેઓ બ્રિજ પર તાર બાંધી શકે. આ અભિયાન તેઓ પોતાના મિત્રો સાથે મળીને નિસ્વાર્થ અને કોઈપણ જાતની લાલચની ભાવના વગર ચલાવી રહ્યા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Gujarat News, Uttrayan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन