Home /News /ahmedabad /અમદાવાદ : બાળક સાથે જતી માતાને પૂરપાટ આવતી બાઈકે અડફેટે લીધી, Live CCTV

અમદાવાદ : બાળક સાથે જતી માતાને પૂરપાટ આવતી બાઈકે અડફેટે લીધી, Live CCTV

મહિલા તેના દોઢ વર્ષના બાળક સાથે રોડ ક્રોસ કરી રહી હતી

અમદાવાદના લાંભા રોડ પર દોઢ વર્ષના બાળક સાથે જઈ રહેલી માતાને બાઈકે અડફેડે લીધી, અકસ્માતના લાઈવ CCTV સામે આવ્યા

અમદાવાદ: શહેરના લાંભા રોડ પર દોઢ વર્ષના બાળક સાથે જઈ રહેલી માતાને બાઈકે અડફેડે લેતાં અકસ્માત સર્જાયો હતો. બેફામ રીતે ચલાવતા બાઇકચાલકે અકસ્માત સર્જ્યો હતો. મહિલા દીકરીને સ્કૂલે મૂકીને આવી રહી હતી, જ્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જ્યારે આ અકસ્માત મામલે હાલ ટ્રાફિક પોલીસે જાણવાજોગ દાખલ કરી છે.

બેફામ રીતે ચલાવતા બાઇકચાલકે અકસ્માત સર્જાયો

નારોલ પ્રથમ પેરાડાઈટ્સમાં રહેતા ગીતાબેન યાદવ દીકરીને સ્કૂલે મૂકીને દીકરા સાથે ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તા પર પૂરપાટ ઝડપે આવતી બાઈકથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તેના દોઢ વર્ષના દીકરાને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ અકસ્માતના લાઈવ CCTV સામે આવ્યા છે. જ્યારે આ સમગ્ર મામલે હાલ ટ્રાફિક પોલીસે જાણવાજોગ દાખલ કરી છે.


આ પણ વાંચો: CBIએ 5 લાખની લાંચ લેતાં ઝડપેલા અધિકારીનો ચોથા માળેથી ઝંપલાવી આપઘાત

મહિલા તેના દોઢ વર્ષના બાળક સાથે રોડ ક્રોસ કરી રહી હતી

સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, લાંભા રોડ પર એક મહિલા તેના દોઢ વર્ષના બાળક સાથે રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇકચાલકે તેને અડફેટે લીધી હતી. બાઇકે ટક્કર મારતાં મહિલા તેના બાળક સાથે રસ્તા પર પટકાઇ હતી. જેના લીધે તેમને ઈજા પહોંચી હતી. સાથે જ જાણવા મળી રહ્યું છે કે, બાઇકચાલકે હોસ્પિટલનું ખર્ચ આપવાનું કહેતા મહિલાએ પોલીસ ફરિયાદ કરી નહોતી, પરંતુ હાલ ટ્રાફિક પોલીસે જાણવાજોગ દાખલ કરી છે. નોંધનીય છે કે, રસ્તા પર બેફામ વાહનો હંકારતાં ચાલકો સામાન્ય નાગરિકો માટે ભારે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે.
First published:

Tags: Accident CCTV, Ahmedabad news, Gujarat News