Home /News /ahmedabad /અમદાવાદ: 'તમે આ વાંઝણીને ક્યાંથી લાવ્યા છો, તમારા કૂળનો નાશ કરશે,' સાસરિયાનો પરિણીતાને ત્રાસ

અમદાવાદ: 'તમે આ વાંઝણીને ક્યાંથી લાવ્યા છો, તમારા કૂળનો નાશ કરશે,' સાસરિયાનો પરિણીતાને ત્રાસ

પતિએ તેને માર મારીને પિયર મોકલી દીધી હતી

અમદાવાદ: નણંદ કહેતી કે, તમે આ વાંઝણીને ક્યાંથી લાવ્યા છો, તમારા કુળનો નાશ કરશે, જ્યારે પતિ દારૂ પીને મારઝૂડ કરતો.

અમદાવાદ: તું અમને અભણ ભટકાઇ છે, તને ઘરકામ કરતાં બરાબર આવડતું નથી, તેમ કહીને પરિણીતાને સાસરિયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જોકે, લગ્નને ઘણો સમય થઇ ગયા બાદ પણ પરિણીતાને બાળક ના થતાં તેની નણંદ કહેતી કે, તમે આ વાંઝણીને ક્યાંથી લાવ્યા છો, તમારા કુળનો નાશ થશે. જ્યારે તેનો પતિ દારૂ પીને મારઝૂડ કરતો હતો.

પતિ દારૂ પીને મારઝૂડ કરતો હતો

નિકોલ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્નના બે મહિના સુધી તેના સાસરીયાએ તેને સારી રીતે રાખી હતી. બાદમાં તું અમને અભણ ભટકાઇ છે, તને ઘરકામ કરતાં બરાબર આવડતું નથી, તેમ કહીને તેની સાથે નોકરાણી જેવું વર્તન કરતા હતાં. પુરતા પૈસા પણ આપતા નહીં અને અવારનવાર નાની-નાની બાબતોમાં શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતાં. જ્યારે તેના લગ્નને ઘણો સમય થઇ ગયા બાદ પણ પરિણીતાને બાળક ના થતાં તેની નણંદ કહેતા કે તમે આ વાંઝણીને ક્યાંથી લાવ્યા છો, તે તમારા કૂળનો નાશ કરશે. જ્યારે તેનો પતિ દારૂ પીને મારઝૂડ કરતો હતો.

આ પણ વાંચો: લૂંટેરી દુલ્હન લગ્ન કરી કાંકરિયા ફરવા ગઇ, પતિ બાઇક લેવા ગયો ને થઇ ગઇ રફૂચક્કર

પતિએ તેને માર મારીને પિયર મોકલી દીધી હતી

પરિણીતાએ પ્રથમ દીકરાને જન્મ આપ્યા બાદ જીયાણું કરીને તેના સાસરીમાં ગઇ ત્યારે પંદરેક દિવસ બાદ તેના સાસુ સવારે ઉઠવા બાબતે ઝઘડો કરતા હતાં. જ્યારે પરિણીતાએ બીજા દીકરાને જન્મ આપતા તેના સાસરીયાએ ડિલીવરીનો ખર્ચ પણ આપ્યો ન હતો. પરિણીતા ત્રીજી વખત પ્રેગનેન્ટ થયા બાદ ચારેક મહીનાનો ગર્ભ હતો ત્યારે તેના પતિએ તેને માર મારીને પિયર મોકલી દીધી હતી. જ્યાં તેણે દીકરાને જન્મ આપ્યો હતો. તેના દીકરાને શરદી કફની ગંભીર બિમારી થઇ હોવા છતાં તેના સાસરીવાળા કોઇ દવા કરાવતા ન હતાં. તેને મંદિરોમાં લઇ જઇ દોરા ધાગા કરાવતા હતાં અને આ દરમિયાન તેના દીકરાનું મૃત્યુ થયું હતું. આમ, વારંવાર નાની-નાની બાબતોમાં ત્રાસ આપતા પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News