Home /News /ahmedabad /અમદાવાદઃ વેક્સીન લેવામાં પણ ગેરરીતી! એક મોબાઇલ નંબર પર 4 વ્યક્તિએ લીધી વેક્સીન, PMO સુધી ફરિયાદ
અમદાવાદઃ વેક્સીન લેવામાં પણ ગેરરીતી! એક મોબાઇલ નંબર પર 4 વ્યક્તિએ લીધી વેક્સીન, PMO સુધી ફરિયાદ
સરકાર દ્વારા પણ સમગ્ર દેશમાં વેક્સિનેશન માટે મોટા પ્રમાણમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી છે , ત્યારે વેક્સિન મેળવેલા 86.6% લોકોને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યાં હતાં. વેક્સિન મેળવેલ હોવાથી 53.33% લોકો કોરોના પોઝેટિવ થતાં બચ્યા હતાં. સર્વેમાં જોવા મળ્યાં અનુસાર, 94.74% લોકોએ ઘરે રહીને જ ડોક્ટરની સલાહ અને માર્ગદર્શન હેઠળ યોગ્ય સારવાર લઈને સ્વસ્થતા પ્રાપ્ત કરી છે.
વિશાલ ચૌહાણ કડવો અનુભવ થયો છે કે તેઓ મોબાઇલ નંબર પર અન્યા ચાર વ્યક્તિ વેક્સીન પહેલો ડોઝ લઇ લીધો છે. વિશાલભાઇ નો દાવો છે કે મારા નંબરનો ગેર ઉપયોગ કરી અન્ય ચાર વ્યક્તિ વેક્સીન લઇ લીધી છે.
અમદાવાદઃ કોરોના મહામારી (corona pandemic) વચ્ચે માત્ર એક જ રામબાણ ઇલાજ વેક્સીન (vaccine) ડોક્ટરો મની રહ્યા છે. ડોક્ટરો અને સરકાર સતત વેક્સીન લેવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે પરંતુ આજે એવી પરિસ્થિત ઉભી થઇ છે કે વેક્સીન માટે ઓન લાઇન રજીસ્ટ્રશન થઇ રહ્યું નથી. તારીખ હોય કે વેક્સીન લોકેશન સેન્ટર જ હજુ જાહેર કરાતા નથી. યુવાનો મોટી સંખ્યામાં વેક્સીનથી વંચિત રહ્યા છે. ઓન લાઇન યોગ્ય રજીસ્ટ્રશન (Registration) ન થતું હોવાનું યુવાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે .
અમદાવાદ આ છે યુવાનો છેલ્લા અનેક દિવસથી વેક્સીન માટે રજીસ્ટ્રશન કરી રહ્યા છે પરંતુ રજીસ્ટ્રશન યોગ્ય ન થતા તેઓ વેક્સીન વંચિત રહ્યા હોવાનું કહી રહ્યા છે. આ છે ૩૨ વર્ષ પવન કાપડિયા કહે છે કે છેલ્લા પાંચ દિવસ રજીસ્ટ્રશન કરી રહ્યો છું. પરંતુ આગામી એક મહિના માટે એક પણ દિવસ વેક્સીન સેન્ટર અવેલીબિટી ઝીરો બતાવે છે.
આરોગ્ય સેતુ આપનો ઉપયોગ કર્યો છતા વેક્સીન માટે આગામી દિવસનો કોઇ સ્લોટ બતાવતો નથી. અમારે ક્યારે વેક્સીન લેવી હજુ અસમંજસની સ્થિતિ પર મુકાઇ ગયા છીએ . તો બીજા યુવાન 35 વર્ષીય અમિત પિપાવત કહે છે કે આધાર કાર્ડ સાથે રજીસ્ટ્રશન કરવા બેઠા છીએ પરંતુ હજુ સુધી સેન્ટર કે ટાઇમ બતાવતો નથી. એક સપ્તાહ માટે કોઇ ટાઇમ સ્લોટ નથી.
એક તરફ વેક્સીન માટે રજીસ્ટ્રશન થતું નથી. તો બીજી તરફ ખાનગી કંપની કામ કરતા વિશાલ ચૌહાણ કડવો અનુભવ થયો છે કે તેઓ મોબાઇલ નંબર પર અન્યા ચાર વ્યક્તિ વેક્સીન પહેલો ડોઝ લઇ લીધો છે. વિશાલભાઇ નો દાવો છે કે મારા નંબરનો ગેર ઉપયોગ કરી અન્ય ચાર વ્યક્તિ વેક્સીન લઇ લીધી છે.
આ અંગે કોવિડ ટેકનિકલ હેલ્પલાઇનમા મેઇલ દ્વારા ફરિયાદ કરી . આ ઉપરાત સાયબર ક્રાઇમ ફરિયાદ નોધાવી પરંતુ ત્યા સાબયબર ક્રાઇમ કહે છે કે કોઇ ગુન્હો બન્યો નથી. તેથી આજે વિશાલ ભાઇ આજે વેક્સીન લઇ શકતા નથી . તેમનો પરિવાર પણ આજે વેક્સીનથી વંચિત રહ્યો છે. સીએમ, પીએમઓ લઇ ઉચ્ચે અધિકારી અને મિનિસ્ટ્રકી ઓફ હેલ્થ પણ ફરિયાદ કરી છે. કોઇ જવાબ નથી મળ્યો.
આરોગ્ય સેતુ એપમા અન્ય નંબર પર ખોટું રજીસ્ટ્રશન કરી એક તરફ વેક્સીન અપાઇ રહી છે . પરંતુ બીજી તરફ યુવાનો વેક્સીન રજીસ્ટ્રશન થઉં રહ્યું નથી યુવાનો માંગ છે વેક્સીન સેન્ટર પર ઓફ લાઇવ રજીસ્ટ્રેશન થવું જોઇએ . જેથી વેક્સીનથી તેઓ વંચિત ન રહી શકે.