Home /News /ahmedabad /અમદાવાદઃ સાબરમતી જેલમાંથી ગાંજાના 14 પેકેટ મળી આવ્યા; સુરતની જેલમાં કેદીઓની તોડફોડ

અમદાવાદઃ સાબરમતી જેલમાંથી ગાંજાના 14 પેકેટ મળી આવ્યા; સુરતની જેલમાં કેદીઓની તોડફોડ

અકરમ અબ્દુલ અઝીઝ શેખ પાસેથી ગાંજો ઝડપાયો

અમદાવાદઃ સાબરમતી જેલમાંથી ગાંજો મળ્યો. દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં મળ્યો ગાંજો. ગાંજાના લગભગ 14 જેટલા પેકેટ મળી આવ્યા

અમદાવાદઃ સાબરમતી જેલમાંથી ગાંજો મળ્યો હોવાનું સામે આવ્યું છે. જેલમાં દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ગાંજો મળ્યો છે. અકરમ અબ્દુલ અઝીઝ શેખ પાસે ગાંજો ઝડપાયો છે. ગાંજાના લગભગ 14 જેટલા પેકેટ મળી આવ્યા છે. જેનું 100 ગ્રામ જેટલું વજન હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરતમાં કેદીઓએ જેલમાં તોડફોડ શરૂ કરી હતી

સુરતની લાજપોર જેલમાં પોલીસ અધિકારીઓએ સપાટો બોલાવ્યો છે. જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લાજપોર જેલમાંથી મોબાઈલ ફોન, ગાંજા અને ચરસની પડીકીઓ મળી આવી હતી. પોલીસે તપાસ શરુ કરતા કેદીઓએ જેલમાં તોડફોડ શરૂ કરી હતી. કેટલીક બેરેકમાં તો કેદીઓએ ટ્યુબલાઈટ તોડી અને વાસણો ફેંક્યા હતા. ત્યાર બાદ પોલીસે વધુ ફોર્સ બોલાવી સવારે 5 વાગ્યા સુધી કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: રાજ્યની 17 જેલમાં એક સાથે દરોડા

રાજ્યભરની 17 મોટી જેલોમાં દરોડા પાડવામાં આવ્યા છે

સૂત્રોનું માનીએ તો, જેલકર્મીઓ કેદીઓને મોબાઈલ આપતા હતા. કેદીઓ પાસેથી જેલકર્મીઓ ચાર્જ લેતા હતા. સાથે જ જેલમાં દરોડા દરમિયાન આખા ગુજરાતમાં જેલમાંથી મોબાઈલ પણ મળ્યા છે. રાજ્યમાં 26 જેટલા મોબાઈલ મળ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. રાજ્યભરની 17 મોટી જેલોમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.

મોટી સંખ્યામાં પોલીસ કાફલો જેલોમાં પહોંચ્યો હતો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની DGP ઓફિસમાં મળેલી બેઠક બાદ રાજ્યભરની જેલોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જોડાયા હતા. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, જુનાગઢ, જામનગર, પોરબંદર સહિતની જેલોમાં ગૃહ મંત્રાલય દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જેલમાં પહોંચ્યો હતો અને દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

1700થી વધુ પોલીસકર્મીઓ તપાસમાં જોડાયા હતા

આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી હતી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
First published:

Tags: Ahmedabad news, Gujarat News