Home /News /ahmedabad /અમદાવાદ: પેપર કપ પર પ્રતિબંધથી 1 હજાર યુનિટને ફટકો, કરોડોનું ટનઓવર ખોરવાયું

અમદાવાદ: પેપર કપ પર પ્રતિબંધથી 1 હજાર યુનિટને ફટકો, કરોડોનું ટનઓવર ખોરવાયું

એએમસીના નિર્ણયના કારણે પેપર કપ બનાવતા 1 હજાર યુનિટો બંધ થવાની આરે છે

Ahmedabad ban on paper cups: કોરોના બાદ ધંધાની ગાડી માંડ પાટ્ટા પર ચડી, પરંતુ એએમસીના નિર્ણયના કારણે પેપર કપ બનાવતા 1 હજાર યુનિટો બંધ થવાની આરે છે. કરોડો રૂપિયાના માલની સપ્લાય ઠપ થઇ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પેપર કપ પરના પ્રતિબંધના નિર્ણયની અમદાવાદના 1 હજાર યુનિટ પર અસર પડી છે. કોરોના બાદ ધંધાની ગાડી માંડ પાટ્ટા પર ચડી હતી, પરંતુ એએમસીના નિર્ણયના કારણે પેપર કપ બનાવતા 1 હજાર યુનિટો બંધ થવાની આરે છે. કરોડો રૂપિયાના માલની સપ્લાય ઠપ થઇ છે. વેપારીઓ પેપર કપ ફરી યુનિટ્સમાં પાછા મોકલી રહ્યા છે.

5 તારીખે મશીન આવ્યા, 14મીએ પ્રતિબંધ

અમદાવાદમાં પેપર કપ બનાવતા અંદાજે 1 હજાર યુનિટ છે. પેપર કપ બનાવતા યુનિટને અંદાજે 25 કરોડના ટર્ન ઓવર હતું. જે એએમસીના નિર્ણયથી ઠપ થયું છે. અમરેલીના રહેવાસી રાજનભાઈ નરોડીયા અમદાવાદના કઠવાળા જીઆઈડીસીમાં પેપર કપ બનાવવાનું શરૂ કર્યું હતું. પેપર કપ બનાવવાના મશીન લેવા હોય તો સરકાર સબસીડી આપે છે, એટલે રાજનભાઈ 4 મશીન લેવા માટે લોન લીધી હતી. જેમાં સબસીડી મળી હતી. નવા મશીન 5 જાન્યુઆરી 2023ના દિવસે આવ્યા હતા અને પેપર કપ પરના પ્રતિબંધનો મેસેજ રાજનભાઈને 14 જાન્યુઆરીએ મળ્યો હતો.જેના કારણે રાજનભાઈ પરેશાન છે. હવે તેમના માટે મોટો પ્રશ્ન છે કે, ઘર કઈ રીતે ચલાવવું અને લોનનો 1.15 લાખનો હપ્તો કેવી રીતે ભરવો?

આ પણ વાંચો: દારૂ પીને ST ચાલવતાં ડ્રાઇવર, અનિયમિત કંડકટર્સ થશે ઘર ભેગા; કડક કાર્યવાહી શરૂ

હવે 1.15 લાખનો હપ્તો કેવી રીતે ભરીશું?

પ્રાહી પેપર ઇન્ડસ્ટ્રીઝના મલિક રાજનભાઈ નરોડીયાએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, એક યુનિટ ચલાવવા માટે એક 3 લાખ 65 હજાર રૂપિયાનો ખર્ચ છે. મેં 4 મશીન લીધા છે, જેનો પહેલો હપ્તો આવે એ પહેલાં જ મશીન બંધ કરવા પડ્યા છે. 50 લાખ રૂપિયાની લોન લીધી છે, જેનો હપ્તો 1.15 હજારનો આવે છે. 10 કામદાર છે, જેનો 2 લાખ રૂપિયા પગાર અને 40 હજાર ભાડું ભરવાનું આવે છે. સાથે જ બે મહિનાનું લાઈટ બિલ 1.25 લાખ રૂ. આવે છે. જોકે, રાજનભાઈના યુનિટ સહિત એવા 1 હજાર યુનિટ્સ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયથી મોટાભાગના માલિકોની આવી જ પરિસ્થિતિ ઉભી થઈ છે.

એક અન્ય વેપારી અભય મહેતાએ જણાવ્યું કે, આત્મનિર્ભર બનવા માટે સરકાર સહયોગ કરી રહી છે. મશીન લેવા માટે સબસીડી આપે છે. પેપર કપ બનાવવા માટે પ્રોત્સાહન આપે છે અને દેશભરમાં પેપર કપનો યુઝ થાય છે તો પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શા માટે બંધ કરાવે છે?
Published by:Azhar Patangwala
First published:

Tags: AMC News, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन