પત્નીને લેવા ગયેલા પતિ પર સાળાએ કેરોસીન છાંટ્યું, પત્નીએ દિવાસળી ચાંપી

ઘાટલોડિયા પોલીસે (ghatlodia Police) સાસરિયાઓ (In-laws) સામે નોંધી ફરિયાદ, પોલીસે હત્યાની કોશિષનો (Attempt to murder) ગુનો નોંધ્યો

News18 Gujarati
Updated: October 5, 2019, 9:22 AM IST
પત્નીને લેવા ગયેલા પતિ પર સાળાએ કેરોસીન છાંટ્યું, પત્નીએ દિવાસળી ચાંપી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 5, 2019, 9:22 AM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં (Ahmedabad Ghatlodia) અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેમાં સાસરે પત્નીને તેડવા ગયેલા પતિને સાસરિયાઓનો કડવો અનુભવ થયો છે. સાસરિયાઓએ અદાવત રાખીને જમાઇ પર જ કેરોસીન (Kerosin) છાંટ્યુ અને તેમને સળગાવવાની (Burn) કોશિષ કરી હતી. જમાઇએ ઘાટલોડિયા પોલીસને (Police) જાણ કરતા પોલીસે સાસરિયાઓ સામે હત્યાની કોશિષનો (Attempt to murder) ગુનો (Case) નોંધી તપાસ હાથ ધરી છે

મૂળ સુરેન્દ્રનગર ખાતે રહેતા મેહુલભાઇ રાઠોડ (ઉ.35) કેબલ નાખવાની કંપનીમાં એન્જિનીયર તરીકે કામ કરે છે. વર્ષ 2013માં તેમના લગ્ન હળવદ ખાતે રહેતા કિંજલબહેન સાથે થયા હતા. બાદમાં સંતાનમાં એક પુત્રનો પણ જન્મ થયો હતો. આશરે છ માસ પહેલા મેહુલભાઇને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે તેવી શંકા રાખી પત્નીએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડા ચાલુ હતા તેવામાં મેહુલભાઇના પરિવારજનોએ સમાધાન કરાવવાના પ્રયાસ કર્યા હતા. પણ પંદરેક દિવસ પહેલા કિંજલબહેને તેમની તબિયત સારી નથી તેમ કહી પિયર જવાનું કહેતા મેહુલભાઇ તેમને રેલવે સ્ટેશન મૂકી આવ્યા હતા. અને કિંજલબહેન ઘાટલોડિયા ગામમાં તેમના પિયર આવી ગયા હતા. પણ પુત્રની સ્કુલ શરૂ થતાં મેહુલભાઇ પત્ની અને પુત્રને તેડવા ગયા હતા. ત્યારે પોતાની પુત્રીને પરત મોકલવા માટે મેહુલભાઇના સાસુ સસરાએ સમય માંગતા મેહુલભાઇ પાછા સુરેન્દ્રનગર આવી ગયા હતા.

આ પણ વાંચો :  પેટાચૂંટણી : BJP ઉમેદવાર જગદીશ પટેલના સમર્થક સસ્પેન્ડ, ભાજપનું આંતરિક રાજકારણ ચરમસીમાએ

દરમિયાન તેમના સાળાનો મેહુલભાઇના પિતરાઇ ભાઇ પર ફોન આવ્યો અને કહ્યું કે મેહુલભાઇને સુરેન્દ્નગર છોડી બીજે રહેવા જવું અને કિંજલને ગમે ત્યાં નોકરી કરવા દેવાના હોય તો જ કિંજલને પરત મોકલશે. જેથી ફરી મેહુલભાઇ પાછા ઘાટલોડિયા સાસરે આવ્યા હતા અને સમાધાન કરી માઉન્ટ આબુ રહેવાનું નક્કી કર્યું હતું. ફરી એક અઠવાડિયાનો સાસરિયાઓએ સમય માંગ્યો અને બાદમાં કિંજલે પતિને પોતાના પિયરમાં જ ઘર જમાઇ થઇને રહેવાનું કહ્યું હતું. જે વાત મેહુલભાઇને સ્વીકાર ન હતી.

આ પણ વાંચો : તલાલામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ, ગીર જંગલમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો

બાદમાં ફરી એક વાર મેહુલભાઇ ઘાટલોડિયા સાસરે આવ્યા અને સાસરિયાોને કહ્યું કે તેમનો પુચત્ર હેરાન થાય છે મિલકત કિંજલના નામે કરી નાખી છે તે કહે છે તેમ જ રહે છે તેમ છતાં સાસરિયાઓ માન્યા ન હતા. મેહુલભાઇ ફરી સુરેન્દ્રનગર જવા નીકળ્યા ત્યારે તેઓ બાથરૂમમાં ગયા હતા ત્યાં તેમના સાળાએ તેની પર હુમલો કર્યો હતો અને કેરોસીન છાંટી દીધું હતું. મેહુલભાઇ ગભરાઇ ગયા અને કાંઇ કરે તે પહેલા જ પત્ની કિંજલે દિવાસળી ચાંપી દેતા તેઓ કમરના ભાગે દાઝી ગયા અને બેભાન થઇ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ત્યાં મેજીસ્ટ્રેટ સમક્ષ ડી.ડી. નોંધાવતા ઘાટલોડિયા પોલીસે મેહુલભાઇની પત્ની, સાસુ, સાળો અને તેની પત્ની સામે આઇપીસી 307, 294 ખ, 506 (1) અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
First published: October 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...