Home /News /ahmedabad /અમદાવાદ : 'તમે માં-દીકરી બંને લૂંટેરી છો, પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ', જાણીતા બિલ્ડર સામે FIR

અમદાવાદ : 'તમે માં-દીકરી બંને લૂંટેરી છો, પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશ', જાણીતા બિલ્ડર સામે FIR

રાજકોટ પોલીસની પ્રતિકાત્મક તસવીર

ફરિયાદીનો આરોપ છે કે સસરા દારૂ પીધેલી હાલતમાં આવીને હાથ પકડી સ્પર્શ કરતા, આ બાબતની જાણ તેના પતિ કે સાસુને કરતા તેઓ પણ તેને માર મારી ધમકી આપતા હતા. 

અમદાવાદ - પરિણીતાને નાની નાની બાબતોમાં શારીરિક અને માનસિક આપતા અમદાવાદના (Ahmedabad's famous builder) જાણીતા બિલ્ડર (famous builder) સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. શહેર ના પોશ વિસ્તાર માં રહેતી એક (molestation of daughter in law) મહિલા એ તેના પિતા, પતિ અને સાસુ સસરા સામે ફરિયાદ દાખલ કરાવી છે.  પરિણીતા નો આરોપ છે કે ગત 1લી ઓગસ્ટના દિવસે તેની પુત્રી નો જન્મ દિવસ હોવાથી તેની ઉજવણી રાખવામા આવી હતી. ઉજવણી પૂરી થયા બાદ પરિણીતા ના પતિ, સાસુ સસરા, અને માતા પિતા સાથે બેઠા હતા. આ દરમિયાન તેના સાસુ સસરા પરિણીતા (abuses to daughter in law by builder) અને તેની માતા ને મેણા ટોણા મારીને કહેવા લાગેલ કે 'તું તારા પિયર માંથી કઈ લાવેલ નથી, અમારા રૂપિયા જોઈ ને તે મારા દીકરા સાથે લગ્ન કરેલ છે. તમે બંને મા-દીકરી લૂટરીઓ છો.' અને બીભત્સ ગાળો બોલવા લાગ્યા હતા.

આમ કહી ને પરિણીતા ના સસરા એ તેને લાત મારી ને ઘર ની બહાર કાઢી મૂકવા માટે તેના પતિ ને ઉશ્કેર્યો હતો. ત્યારબાદ પરિણીતા ના પતિ એ તેને માર મારીને ઘર ની બહાર કાઢી મૂકી હતી. આ દરમિયાન પરિણીતાના પિતા એ પણ તેના સાસરિયાં ને સહકાર આપી ને બંને માં દીકરી ઓને માર મારો જેથી બંને સીધી થઈ જાય તેમ કહ્યું હતું.

આ પણ વાંચો :   Rain alert : 16-17 ઑગસ્ટ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા પડી શકે છે મૂશળધાર

જો કે પરિણીતા એ પોલીસ કંટ્રોલ રૂમ માં જાણ કરતા જ તેના પતિ એ તેને, તેની દીકરી અને માતા ને ઘર ની બહાર કાઢી મૂકી હતી. અને ધમકી આપી હતી કે જો પોલીસ ફરિયાદ  (Ahmadabad crime)કરીશ તો જાનથી મારી નાંખીશ. ત્યારબાદ ત્રણેય તેમના ઘરે હતા રહ્યા હતા અને તબીબી સારવાર કરાવી હતી. અને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

ફરિયાદીનો આરોપ છે કે આ અગાઉ પણ તેના સસરા દારૂ પીધેલી હાલત માં આવી ને તેનો હાથ પકડી સ્પર્શ (Physical abuses by father in law) કરતા હતા. જો કે તે આ બાબત ની જાણ તેના પતિ કે સાસુ ને કરતા તેઓ પણ તેને માર મારી ધમકી આપતા હતા. હાલ માં પોલીસ એ પરિણીતા ના પતિ, સાસુ સસરા અને પિતા વિરુદ્ધ માં ફરિયાદ દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :   વલસાડ : પાર નદીના પૂરમાં 5 વ્યક્તિ તણાઈ હતી, 4ને બચાવી લેવાયા, ઘટનાનો દિલઘડક Video
First published:

Tags: Daughter-in-law, Popular builder, અપશબ્દ, અમદાવાદ, ગુજરાત