Home /News /ahmedabad /આમ આદમી પાર્ટીમાં પણ ટિકિટનો કકળાટ: જાણો વિરોધ થતા યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું

આમ આદમી પાર્ટીમાં પણ ટિકિટનો કકળાટ: જાણો વિરોધ થતા યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું

પેપરલીક કાંડમાં ઉમેદવારોના નેતા તરીકે ઉભરી આવેલા યુવરાજસિંહ હવે ચુંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યાં છે. (PIC: સોશિયલ મીડિયા)

Gujarat Assembly Elections: આ અંગે આમ આદમી પાર્ટી કાર્યાલય પર પહોંચેલા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, જે લોકો વિરોધ કરી રહ્યાં છે એ લોકોને માનસિક ભ્રમ હોય તેવું લાગે છે.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની પસંદગી હાલ તમામ પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોના નામ જાહેર થાય એટલે વિરોધના સુર ઉઠવા સ્વાભાવિક વાત છે પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં પણ હવે ઉમેદવારોના નામ જાહેર થતા વિરોધના સુર ઉઠ્યા છે.

ગુજરાતમાં બેરોજગારી આંદોલન કે પેપરલીક કાંડમાં ઉમેદવારોના નેતા કરીકે ઉભરી આવેલા યુવરાજસિંહ હવે ચુંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યાં છે. આમ આદમી પાર્ટીમાં દહેગામ બેઠક પર તેમના નામની જાહેરાત થતાં જ કાર્યકરો દ્વારા તેમના નામ સામે વિરોધ કરવામાં આવી રહ્યોં છે. અને અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ આમ આદમી પાર્ટીના કાર્યાલય પર કાર્યકરો પહોંચ્યા હતા અને યુવરાજસિંહનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ આયાતી ઉમેદવાર દહેગામ બેઠક પર નહિ ચાલે તેવા નારા પણ લગાવ્યા હતા. એટલુ જ નહિ મહેનત અન્યોએ કરી અને ટિકિટ બીજાને અપાઈ હોવાનો આક્ષેપ પણ કાર્યકરોએ લગાવ્યો હતો.

આ અંગે આમ આદમી પાર્ટી કાર્યાલય પર પહોંચેલા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, જે લોકો વિરોધ કરી રહ્યાં છે એ લોકોને માનસિક ભ્રમ હોય તેવું લાગે છે. મેં 2012થી ગાંધીનગર રહુ છુ. ગાંધીનગર મારી કર્મભુમી છે. ત્યાંથી મેં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ખેડાણ કર્યું છે મે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ત્યાંથી પાસ કરી છે. હજારો વિદ્યાર્થીઓને મેં ત્યાંથી સરકારી અધિકારી બનાવ્યા છે. અને મારા પત્ની દહેગામમાં શિક્ષક છે. હુ અહીં વર્ષોથી રહુ છું અને આયાતી કહે તે અણસમજ વાત છે. પ્રદેશનો નેતા દરેક જગ્યાએ જતો હોય પણ પોતાનું કર્મક્ષેત્ર હોય તેને જ ચૂંટણી માટે પસંદ કરતા હોય છે. એ રીતે જ મેં આ કર્મક્ષેત્ર પસંદ કર્યું છે.

આ પણ વાંચો: 19 વર્ષના બેટ્સમેને પોતાની બેટિંગથી મેદાનમાં કહેર વરસાવ્યો, એક જ વન-ડેમાં 2 વખત વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો

વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યારે કોઈ પણ જગ્યાએ વિરોધ થાય ત્યારે એ સમજવું કે પાર્ટી કાર્ય કરે છે. દરેકને ઈચ્છા હોય કે અમને ટિકિટ મળે. પરંતુ પાર્ટીનો ટિકિટ આપવાનો ક્રાઈટેરીયા છે તે પ્રમાણે જ સર્વે કરી ઉમેદવારના નામની પસંદગી થઈ છે. 62 ટકા મારા નામ પર પસંદગી દહેગામના લોકોએ મારી કરી છે. જે લોકલ કાર્યકર સુહાગ પંચાલ, ધર્મેન્દ્રભાઈ કે ઘનશ્યામભાઈ તેઓ સ્થાનિક કાર્યકરો હતા. દરેકને ઈચ્છા લડવાની હોય પરંતુ સ્થાનિક જનતા જેઓને સ્વીકારે  તેને જ ઉમેદવારીની તક મળવી જોઈએ. હું ચુંટણી લડવા માટે મક્કમ છું. અમે વિરોધ કરનારાઓને મનાવી લઈશું. બધાને સાથે રાખીને ચાલીશું. ઘર છે વાસણ તો ખખડે પણ આ એક માત્ર ઉભરો છે. વિરોધ કરનારાઓને મનાવી લઈશું. પાર્ટી દ્વારા સર્વે કરીને મારા નામની પસંદગી કરવામાં આવી છે. ચૂંટણીની આ પ્રક્રિયાનો ભાગ છે ચૂંટણી આવે એટલે વિરોધ થવાનો જ છે.

આ પણ વાંચો: NRI વૃદ્ધનું ઘર પચાવી પાડનાર ભાણેજને પોલીસ કમિશનર અજય તોમરે ભણાવ્યો પાઠ

મહત્વનું છે કે માત્ર દહેગામ બેઠક પરથી જ નહિ આમ આદમી પાર્ટીમાં મણીનગર બેઠક પરથી પણ વિપુલ પટેલના નામ સામે વિરોધ ઉઠ્યો છે. તેમને પણ આયાતી ઉમેદવાર ગણાવ્યા છે. અને તેને લઈને કાર્યકરો પાર્ટી કાર્યલાય પર દેખાવો અને વિરોધ કર્યો હતો. વિપુલ પટેલનું નામ પાછુ નહિ ખેંચાય તો પાર્ટી કાર્યાલય પર જ ધરણા કરીશું તેવી ચીમકી લોકએ ઉચ્ચારી હતી.
Published by:rakesh parmar
First published:

Tags: AAP Gujarat, Assembly Election 2022, Gujarat Elections

विज्ञापन
विज्ञापन