રામ મંદિર પર બોલ્યા તોગડિયા, સપ્તાહમાં થશે નિર્ણય

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રામ મંદિર પર બોલ્યા તોગડિયા, સપ્તાહમાં થશે નિર્ણય
વિશ્વ હિન્દૂ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ કહ્યુ કે રામ મંદિર નિર્માણનો નિર્ણય એક સપ્તાહમાં લેવાઇ શકે છે. તેઓ યુપીના વૃન્દાવનમાં વિહિપના પ્રચાર-પ્રસાર વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળામાં ભાગ લેવા પહોચ્યા હતા.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
વિશ્વ હિન્દૂ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ કહ્યુ કે રામ મંદિર નિર્માણનો નિર્ણય એક સપ્તાહમાં લેવાઇ શકે છે. તેઓ યુપીના વૃન્દાવનમાં વિહિપના પ્રચાર-પ્રસાર વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળામાં ભાગ લેવા પહોચ્યા હતા. ભાજપાના એજન્ડામાં સંવૈધાનિક રીતે અયોધ્યામાં રામ મંદિરન નિર્માણ કરવાના પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપતા તોગડિયાએ કહ્યુ કે મંદિર નિર્માણ માટે ફક્ત એક સપ્તાહનો જ સમય જોઇએ છે. તેમણે કહ્યુ આ નિર્ણય સંસદમાં કાયદો બનાવી કરી શકાય છે. આ માટે સરકારે ફક્ત કલાકનો સમય લાગશે. તેમણે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનો ઉલ્લેખ કરતા કહ્યુ કે ડોનાલ્ડ ટ્રંપ એવું કરી શકે તો ભારત સરકાર કેમ નથી કરી શકતી. ટ્રંપે તો એક સપ્તાહમાં સાત મુસ્લિમ દેશના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ પર પાબંધી કરી છે. પછી તેમનો આદેશ અદાલતમાં ટક્યો કે ન ટક્યો સવાલ તેનો નથી. તેમણે તો પોતાની ઇચ્છા શક્તિ બતાવી દીધી હતી. રાજગ સરકાર પાસે રાજ્યસભામાં બહુમત ન હોવાના પ્રશ્ન પર તેમણે કહ્યુ કે સરકાર જો ચાહે તો બધુ કરી શકે છે. અહી લોકસભા અને રાજ્યસભા એક સાથે બેસી કાયદો બનાવી શકે છે. આવું કરવા પર સરકાર આ મુદ્દાને હલ આસાનીથી કરી શકે છે.
First published: March 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर