સુરતઃપતિ સાથે તકરાર બાદ દોઢ વર્ષના પુત્રની હત્યા કરી ફાંસો ખાધો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરતઃપતિ સાથે તકરાર બાદ દોઢ વર્ષના પુત્રની હત્યા કરી ફાંસો ખાધો
સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં પલવારમાં આખો પરિવાર વીખેરાઇ ગયો છે. પતિ સાથે તકરાર બાદ આક્રોશમાં આવેલી પત્નીએ દોઢ વર્ષના પુત્રની હત્યા કરી અને પોતે પણ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં પલવારમાં આખો પરિવાર વીખેરાઇ ગયો છે. પતિ સાથે તકરાર બાદ આક્રોશમાં આવેલી પત્નીએ દોઢ વર્ષના પુત્રની હત્યા કરી અને પોતે પણ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. સુરતના સચીન જીઆઇડીસી પુષ્પકનગરમા રહેતો રોહિત યાદવ ડાઇંગમિલમા મજુરી કામ કરે છે. તેમને ત્રણ વર્ષ અગાઉ સવિતા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. દરમિયાન રવિવારે રાત્રે જમવા બાબતે રોહિતની તેની પત્ની સવિતા સાથે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ રોહિત તેના મિત્રને ત્યા જમીને રાત્રે ઘરે પરત ફર્યો હતો. બાદમાં બીજે દિવસે સવારે તે રાબેતા મુજબ નોકરી પર ગયો હતો. દરમિયાન ઘરમા એકલતાનો લાભ ઉઠાવી સવિતાએ ગુસ્સામાં તેના દોઢ વર્ષનો પુત્ર દિર્ધસીંગને ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમા ઘરની છત પર નાયલોન દોરી વડે તેને ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો.
First published: April 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर