Home /News /ahmedabad /Gujarat Politics: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ, પાટીલના નિવેદન બાદ ખળભળાટ

Gujarat Politics: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ, પાટીલના નિવેદન બાદ ખળભળાટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

Gujarat Assembly Election 2022: સી.આર પાટીલના નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં જોરદાર ખળભળાટ મચી ગયો છે. એક તરફ ગુજરાતમાં ચો તરફ વહેલી ચૂંટણીને લઈ ચર્ચાઓ થવા લાગી છે. ગુજરાતની જનતાના મનમાં પણ સવાલો થવા લગ્યા કે શું ગુજરાતમાં વહેલી ચૂંટણી આવશે?

વધુ જુઓ ...
  વર્ષના અંતે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે ચૂંટણી જાહેર થવાને આડે હવે ગણતરીનો સમય બાકી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. એક તરફ વિધાનસભાની ચૂંટણીને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી છે. તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે વિધાનસભાની ચૂંટણી અંગે મોટું નિવેદન આપ્યું છે. આણંદ જિલ્લાના નવા કાર્યાલય કમલમનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે. જે બાદ જિલ્લા પેજ સમિતિ સ્નેહ મિલન સભા પણ યોજાઈ હતી. જેમાં સી.આર પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે મોટું નિવેદન આપતા કહી દીધું કે આ વખતે 10-12 દિવસ વહેલી આવશે ચૂંટણી.

  સી.આર પાટીલના આ પ્રકારના મોટા નિવેદન પરથી લાગી રહ્યું છે કે ગુજરાત ભાજપે ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ભાજપની સેના ગુજરાતના ગામડાઓને ખુંદવા તૈયાર છે. પાટીલની સેના 182ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા સજ્જ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એટલા માટે ડજ સી.આર પાટીલે કાર્યક્રમ દરમિયાન તહેવારના સમયમાં કાર્યકર્તાઓને ઢીલું ન મુકવાની સલાહ આપી છે. જો કે તરત જ પાટીલે આ નિવેદનને પાછું વાળતા સ્ટેજ પરથી જ કહી દીધું કે તારીખ જાહેર કરવાની સત્તા મારી પાસે નથી.  સી.આર પાટીલના નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં જોરદાર ખળભળાટ મચી ગયો છે. એક તરફ ગુજરાતમાં ચો તરફ વહેલી ચૂંટણીને લઈ ચર્ચાઓ થવા લાગી છે. ગુજરાતની જનતાના મનમાં પણ સવાલો થવા લગ્યા કે શું ગુજરાતમાં વહેલી ચૂંટણી આવશે? તો બીજી તરફ વહેલી ચૂંટણીના નિવેદન પર ગુજરાત કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપતા ભાજપ પર પ્રહાર કર્યા અને કહ્યું પણ પર કોંગ્રેસ પણ પ્રતિક્રિયા આપતા કહી દીધું કે ભાજપના લોકો બેક સીટ ડ્રાઈવિંગ કરી રહી છે.

  આ પણ વાંચો- અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન રોમિયોગિરી કરતા લોકો પર પોલીસ રાખશે બાજ નજર

  આ નિવેદનો પરથી તમે સમજી જ ગયા હશો કે આ વખતેની ગુજરાતની ચૂંટણી કેટલી રસપ્રદ રહેવાની છે. રાજકીય નિષ્ણાંત પણ માની રહ્યા છે કે આ નિવેદન બાદ આગામી બે મહિનામાં મોટા પ્રમાણમાં રાજકીય ગરમાવો રહેશે.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ચૂંટણી પંચે પણ તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને મહત્વના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય સભ્યો બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે ચૂંટણી પંચે ગુજરાતમાં તમામ રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરી હતી જેમાં તમામ પાર્ટીઓએ ચૂંટણી પંચને સૂચનો આપ્યા હતા. ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ચૂંટણીમાં ગેરરીતિ થતી હોવાની રાવ કરી. સાથે જ ગુજરાતમાં પારદર્શી ચૂંટણી યોજના ભલામણ કરી હતી.

  આ મુલાકાત બાદ મુખ્ય ચૂંટણી કમિશનર પણ એક વાર ગુજરાતની મુલાકાત લઇ શકે છે અને ત્યાર બાદ ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.

  આ પણ વાંચો- જામનગરમાં નવરાત્રિના પ્રથમ નોરતે જ નર્મદાના નીર લાખેણા લાખોટા તળાવમાં આવી પહોંચ્યા

  એક તરફ કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પંચમાં રજૂઆત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજસ્થાનની રાજકીય ઊથલપાથલ વચ્ચે ચૂંટણી ટાણે જ ગુજરાત કોંગ્રેસનું શું થશે એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે ગુજરાત કોંગ્રેસમાં ઓબ્ઝર્વર તરીકે અશોક ગેહલોત અને પ્રભારી તરીકે રઘુ શર્મા રાજસ્થાનના છે. જેથી ચૂંટણી ટાણે જ રાજસ્થાનનામાં મોટી રાજકીય ઊથલપાથલ થવાથી બંનેમાંથી એકપણ નેતા ગુજરાત કોંગ્રેસમાં ધ્યાન આપી શકે તેમ નથી. રાજસ્થાનની રાજનીતિની સીધી અસર ગુજરાત પર ખૂબ જ ઊંડી પડશે. ગુજરાતમાં કોંગ્રેસને આ વખતે કંઈક નવું થવાની આશા હતી એના પર હવે પાણી ફરી વળ્યું છે, કારણ કે વિવાદમાં રહેલા નેતાઓ પૈકી 2 નેતા તો સીધી જ રીતે ગુજરાત સાથે સંકળાયેલા છે. અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાત કોંગ્રેસના ચૂંટણી ઇન્ચાર્જ પણ છે, જ્યારે રઘુ શર્મા ગુજરાતના પાર્ટી ઇન્ચાર્જ છે. હવે રાજસ્થાનમાં જ રાજકીય ઊથલપાથલ વચ્ચે આ બન્ને નેતા પૈકી એકપણ નેતા ગુજરાત પર ધ્યાન આપી શકે એમ નથી.

  ગુજરાતમાં સપ્ટેમ્બરના અંતમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. એ ઉપરાંત આગામી સમયમાં રાહુલ ગાંધીની વ્યસ્તતા વચ્ચે ગુજરાતમાં પ્રિયંકા ગાંધી પાવાગઢમાં મહાકાળી માતાનાં દર્શન કરીને રોડ શો કરશે તેમજ વડોદરા ખાતે ગરબા આયોજનમાં ભાગ લેશે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીની હાજરીમાં આણંદમાં એક લાખ મહિલાઓનું સંમેલન યોજાશે. ત્યારે રાજસ્થાનની ઊથલપાથલમાં ગુજરાતને ભારે નુકસાન ભોગવવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. તો ગુજરાતમાં પણ કોંગ્રેસ જાણે નોધારી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

  આ પણ વાંચો- જાણો સી.આર.પાટીલે આણંદ જિલ્લાની 7 વિધાનસભા બેઠકો જીતાડવાની જવાબદારી કોને સોંપી

  વિધાનસભા ની ચૂંટણી જાહેર થવામાં ગણતરીનો સમય બાકી હોય ત્યારે ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવો સુર પણ ઉઠ્યો છે. પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠક પર દર વખતે અયાતી ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે છે. ત્યારે આગામી આવનાર વિધાનસભા સીટ પર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ સાથે સાંતલપુર તાલુકાના કોરડા ગામે અઢારે આલમ નાંમનું ભાજપ પ્રેરિત સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં મોટીં સંખ્યામાં અલગ અલગ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

  જો કે સ્થાનિક નેતાઓએ ચિમકી ઉચ્ચારતા કહી દીધું છે કે જો ભાજપ દ્વારા આયાતી ઉમેદવાર મુકવામાં આવશે તો મતદાતાઓ ઉમેદવારનો વિરોધ કરશે. સાથે જ આગેવાનોએ રાધનપુર બેઠક પરથી અલપેશ ઠાકોરને ટિકિટ ન આપવા માગ કરી છે. જો કે સી. આર પાટીલે કાર્યકર્તાઓને ટિકિટને લઈ કાર્યકર્તાઓને ટકોર કરતા કહ્યું છે કે ટિકિટોને લઈ રજૂઆત કરો પરતું જૂથવાદ કે ટોળાશાહીથી ટિકિટ માંગવા આવશો નહીં. ભાજપમાં ટિકિટનો નિર્ણય કેન્દ્ર સ્તરેથી જ થશે. જો કે દિવસભર વહેલી ચૂંટણીની તમામ રાજકીય ચર્ચાઓ બાદ સી. આર પાટીલે પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે વહેલી ચૂંટણીને લઇ મે તો માત્ર અનુમાન કર્યું છે.

  ત્યારે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં ગુજરાતમાં થઈ રહેલા ત્રિપાંખિયા જંગમાં કોણ કોને મ્હાત આપે છે. કેમ કે આ વખતે તો પાટીલ 182ના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છે તો કોંગ્રેસ ગુજરાતમાં પોતાનો વનવાસ પૂર્ણ કરવા મથી રહ્યું છે. તો બીજી આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતા માટે નવો વિકલ્પ બનવા માગે છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Assembly elections, Assembly elections 2022, Gujarat Politics, અમદાવાદ, ગુજરાત

  विज्ञापन
  विज्ञापन