Home /News /ahmedabad /ખેડૂતો બાદ હવે ડોકટરોએ ઉગામ્યુ આંદોલનનું શસ્ત્ર! 11મીએ દેશભરના 3 લાખ તબીબો હડતાળ પર

ખેડૂતો બાદ હવે ડોકટરોએ ઉગામ્યુ આંદોલનનું શસ્ત્ર! 11મીએ દેશભરના 3 લાખ તબીબો હડતાળ પર

અમદાવાદના ડોક્ટરોની તસવીર

દરેક ચિકિત્સા પદ્ધતિને એક કરી ખીચડી પધ્ધતિ બનાવવાનો જે પ્રયાસ છે તેનો વિરોધ દેશભરના તબીબો કરી રહ્યા છે.

અમદાવાદઃ એકતરફ ખેડુતોએ (farmers) કેન્દ્ર સરકારના (central Govermnet) કાયદાનર કાળો કાયદો ગણાવી છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન કરી (farmer protest) સરકારના નાકે દમ લાવી દીધો છે. તેવામાં હવે દેશભરના ડોકટર્સ (Doctors) હવે સરકારને ઘેરવાના મૂડમાં છે. દરેક ચિકિત્સા પદ્ધતિને એક કરી ખીચડી પધ્ધતિ બનાવવાનો જે પ્રયાસ છે તેનો વિરોધ દેશભરના તબીબો કરી રહ્યા છે.

આગામી 11 તારીખે ભારતભરના 3 લાખ ડોકટર્સ હડતાળ પાડશે. જેમાં ગુજરાતના 28 હજાર અને અમદાવાદના 10 હજાર ડોક્ટરઓ જોડાશે. 11મી ડિસેમ્બરે ઇમરજન્સી અને કોવિડ ડ્યુટી સિવાય તમામ ઓપીડી બંધ રાખવાનું આહવાન કરવામાં આવ્યું છે. 8 ડિસેમ્બર એ તબીબોએ મર્યાદિત સંખ્યામાં અલગઅલગ ડોકટર્સ ના જૂથ બનાવી બેનર્સ અને પ્લે કાર્ડ સાથે ડોકટર્સએ વિરોધ કર્યો.

ભારતભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ની દરેક બ્રાન્ચમાં ડોકટર્સએ વિરોધ નોંધાવ્યો છે અને 11મી તારીખે ભારતભરના તબીબો હડતાળ પાડશે આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અમદાવાદ બ્રાન્ચના પ્રમુખ દેવેન્દ્ર પટેલએ જણાવ્યું કે સેન્ટર કાઉન્સિલ ફોર ઇન્ડિયન મેડિસિન દ્વારા એક નોટિફિકેશન બહાર પડ્યું છે જેનો વિરોધ ડોકટર્સ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! સુરતઃ 'તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું તને બદનામ કરી દઈશ', બે સંતાનની માતા પર પુર્વ મકાન માલિકનું દુષ્કર્મ

આ નોટિફિકેશન પ્રમાણે અનુસ્નાતક કક્ષાના આર્યુવેદીક ડોકટર્સ 58 પ્રકારની સર્જરી કરી શકશે. આ સર્જરીમાં ડેન્ટલ સર્જરી, ઓર્થો સર્જરી, ઇ એન્ડ ટી સર્જરી, જનરલ સર્જરી નો સમાવેશ થાય છે. જ્યારે એલોપેથી નો કોઈ ડોકટર વિદ્યાર્થી પોસ્ટ ગ્રેજ્યુએટના 4 વર્ષના કોર્ષમાં અભ્યાસની સાથે તેને પ્રેક્ટિસ કરવાની હોય છે.

આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત બાદ ઇન્સાફ અપાવજો' દિવાલ ઉપર કારણ લખી પતિનો આપઘાત, માથાભારે પત્નીના ત્રાસથી કંટાળી યુવકે ફાંસો ખાધો

આ પણ વાંચોઃ-સુરતઃ PSI અમિતા જોશી આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ, 'તને દીકરો જોઈતો હોય તો રાજીનામું આપી દે કાં તો ગોળી ખાઈને મરી જા'

જયારે આર્યુવેદીક ના અનુસ્નાતક કોર્ષમાં ત્રણ વર્ષનો અભ્યાસ હોય છે. જેથી જો તેઓને સર્જરી ની પરમિશન આપવામાં આવે તો એ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ શકે છે. જો તે ગ્રામ્ય વિસ્તારોમાં રહી પ્રેક્ટિસ કરે તો પણ લોકો માટે તે ઘાતક પુરવાર થશે.
" isDesktop="true" id="1053090" >ઉલ્લેખનીય છે કે, કેન્દ્રના કૃષિ કાયદાઓ (Agriculture Laws)ની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંઘો મંગળવારે રાષ્ટ્રવ્યાપી બંધ (Bharat Bandh)ને કૉંગ્રેસ સહિત વિભિન્ન વિપક્ષી પાર્ટીઓ અને ટ્રેડ યુનિયનો ઉપરાંત કેટલાક મજુર સંઘોનું પણ સમર્થન આપવાની જાહેરાત કરી છે. જોકે ખેડૂત નેતાઓએ કહ્યું છે કે કોઈને પણ બંધમાં સામેલ થવા માટે બાધ્ય નહીં કરવામાં આવે. લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા ભારત બંધને સમર્થન આપવા અને અનેક સંગઠનોના ખેડૂતના સમર્થનમાં સમાનાંતર પ્રદર્શન કરવાની ઘોષણા બાદ કેન્દ્રએ પરામર્શ જાહેર કરીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુરક્ષા વધારવા અને શાંતિ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
First published:

Tags: Bharat Bandh, Farmer Protest

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો