Home /News /ahmedabad /Ahmedabad: યુરોપિયન પીઝાનો ટેસ્ટ હવે અમદાવાદમાં પણ માણી શકશો, આટલી વેરાયટીના પીઝા મળે

Ahmedabad: યુરોપિયન પીઝાનો ટેસ્ટ હવે અમદાવાદમાં પણ માણી શકશો, આટલી વેરાયટીના પીઝા મળે

X
પિઝામાં

પિઝામાં હાઈ પ્રોટીનવાળા ઘઉં એ એક હેલ્થીએસ્ટ વર્ઝન છે

રેની સેસિલે MYOS નામની પિઝા શોપ અમદાવામાં શરૂ કરી છે. રેની સેસિલે જણાવ્યું કે મેં ટેક્નિકલ યુનિવર્સિટી ઓફ બર્ગકાડેમી, જર્મનીથી ઈરોન એન્ડ સ્ટીલ ટેકનોલોજીમાં માસ્ટર્સ અને ઈન્ડસ યુનિવર્સિટી, અમદાવાદથી મેટલર્જિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યું છે.

વધુ જુઓ ...
Parth Patel, Ahmedabad: અમદાવાદમાં વિવિધ પ્રકારની પીઝા શોપ આવે લી છે. પરંતુ શું તમે યુરોપિયન પિઝામાં નેપોલિટન સ્ટાઈલ પિઝા અને રોમન સ્ટાઈલ પિઝાનો ટેસ્ટ કોઈ દિવસ કર્યો છે ખરા? નહી ને તો હવે તમને અમદાવાદ માં જ આ ટેસ્ટના પિઝા મળી રહેશે. રેની સેસિલે MYOS નામની પિઝા શોપ શરૂ કરી છે. જેમાં તે યુરોપિયન પિઝામાં નેપોલિટન સ્ટાઈલ પિઝા અને રોમન સ્ટાઈલ પિઝા બનાવે છે. આ પિઝામાં અનેક ખાસિયત છે. તો ચાલો આજે આપણે વાત કરીએ યુરોપિયન પિઝાની.

યુરોપિયન વ્યક્તિઓ દરરોજ પિઝા કેવી રીતે ખાઈ શકે

અમદાવાદમાં આવેલા નારણપુરામાં આ નેપોલિટન સ્ટાઈલ પિઝા અને રોમન સ્ટાઈલ પિઝાની શરૂઆત એક માસ્ટર્સ કરેલી યુવતી એ કરી છે. અહીંની ખાસ વાત એ છે કે તેમની બધી ચટણીઓ અને પિઝા કણક ઘરે જ બનાવવામાં આવે છે. તે માટે કણકને 24-48 કલાક સુધી આથો લાવવામાં આવે છે. પછી પિઝાને હેન્ડક્રાફ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ તેને 350-400 ડિગ્રી સેલ્સિયસ પર બેક કરવામાં આવે છે.

રેની સેસિલ સાથે વાત કરતા જણાવ્યું કે મેં ટેક્નિકલ યુનિવર્સિટી ઓફ બર્ગકાડેમી, જર્મનીથી ઈરોન એન્ડ સ્ટીલ ટેકનોલોજીમાં માસ્ટર્સ અને ઈન્ડસ યુનિવર્સિટી, અમદાવાદથી મેટલર્જિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યું છે. મેં જર્મનીમાં ખાનગી કંપનીમાં પાર્ટ ટાઈમ વર્ક પણ કર્યું છે. જ્યારે હું યુરોપ ગઈ હતી ત્યારે ત્યાં રોકાણ દરમિયાન મને એક વાતનું આશ્ચર્ય થયું કે ત્યાંની વ્યક્તિઓ દરરોજ પિઝા કેવી રીતે ખાઈ શકે.

આ પણ વાંચો: શું તમને પરીક્ષાનો હાઉ સતાવી રહ્યો છે? જાણો કોને ફોન કરશો

તમે સૌ જાણતા હશો કે દરરોજ પીઝા ખાવાથી શરીરમાં કેટલીક શારીરિક તકલીફો ઊભી થતી હોય છે. પરંતુ ત્યાંના લોકો દરરોજ પીઝા કેવી રીતે લઈ શકે તે વિશે થોડી માહિતી મેળવી. તેના માટે મેં ત્યાં રેસ્ટોરન્ટ વાળાને પૂછ્યું. બદલામાં તેમણે જણાવ્યું કે તેમના પીઝા 24-48 કલાક આથો આવે તે રીતે બનાવે છે. તે માટે તેઓ હાઈ પ્રોટીનવાળા ઘઉંના લોટનો ઉપયોગ કરે છે.

પિઝામાં હાઈ પ્રોટીનવાળા ઘઉં એ એક હેલ્થીએસ્ટ વર્ઝન છે

આમ જોવા જઈએ તો મૂળભૂત રીતે તેમની પાસે પિઝાનું આ એક હેલ્થીએસ્ટ વર્ઝન હતું. ત્યારબાદ વતન પાછા આવ્યા પછી કંઈક નવો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. પરંતુ મને નવી નવી વાનગી ખાવાનો અને બનાવવાનો ખૂબ શોખ છે. એટલે મેં અમદાવાદમાં સૌથી હેલ્થીએસ્ટ પીઝા બનાવીને વેચવા માટે MYOS રેસ્ટોરન્ટ શરૂ કરી.

સબવે કોન્સેપ્ટની જેમ અમે માયોસમાં આવતા કસ્ટમર માટે તેમના ટેસ્ટ મુજબ ક્રસ્ટ, સોસ, ટોપિંગ્સ અને ચીઝ પસંદ કરી શકે છે અને માત્ર 2-3 મિનિટમાં તેમના પિઝા તૈયાર થઈ જાય તે માટે વિદેશથી પિઝા બનાવવાનું ઓવન પણ મગાવ્યું છે. અમારે ત્યાં યુરોપિયન પિઝામાં નેપોલિટન સ્ટાઈલ પિઝા, રોમન સ્ટાઈલ પિઝા, કાલઝોન, ફજ, પાસ્તા જેવી વાનગીઓ મળી રહે છે.



ખાસ વાત તો એ છે કે અહીં તમે તમારી પસંદગી અને ટેસ્ટ મુજબ પીઝા બનાવી શકો છો અને અડધા પીઝા પણ મંગાવી શકો છો. અન્ય પિઝાની વેરાયટીમાં મેરી, રિઝ, ડેનિયલ, લીઓ, ગ્રુન ફ્લોરા, પના, જેક, હેરી, ઓલિવિયા જેવા પીઝા પણ મળી રહે છે. જેમાં તમે તમારી પસંદગી અનુસાર સોસ, પનીર, ટામેટા, ડુંગળી, બેલ મરી, મોઝરેલા, ચીઝ, પેસ્ટો, મશરૂમ, બ્રોકોલી લઈ શકો છો.

જો તમારે પણ આ હેલ્થીએસ્ટ યુરોપિયન પિઝાની મજા માણવી હોય પરિવાર સાથે આ રેસ્ટોરન્ટની મુલાકાત લઈ શકો છો અને ટેસ્ટ કરી શકો છો.

સરનામું : MYOS, કુંદન પાર્ક સોસાયટી, ગાંધી સોડા શોપની બાજુમાં, નારણપુરા ચાર રસ્તા પાસે, અમદાવાદ.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmedabad news, Fast food, Fast food business, Local 18, Pizza