Home /News /ahmedabad /

પંજાબમાં ઐતિહાસિક જીત બાદ AAPનો 'જોશ હાઇ', હવે ગુજરાત અને હિમાચલ પર નજર

પંજાબમાં ઐતિહાસિક જીત બાદ AAPનો 'જોશ હાઇ', હવે ગુજરાત અને હિમાચલ પર નજર

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

APP in Gujarat Election: “આપે પહેલા જ સુરતના પટેલ બેલ્ટમાં 27 સીટો જીતીને કોંગ્રેસનું મનોબળ ભાંગ્યુ છે. સૌરાષ્ટ્ર બેલ્ટમાં પાર્ટીની શાખ મજબૂત બની છે.”

અમદાવાદ: ગુરુવારે પંજાબમાં પ્રચંડ જનાદેશ (Punjab Election 2022) સાથે જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટી (AAP) નો જોશ હાઈ છે. હવે પાર્ટીની નજર સંભવિત રૂપે આ વર્ષના અંતમાં થનાર ગુજરાત (Gujarat Election) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh Election) ની ચૂંટણી પર રહેશે. ખાસ વાત એ છે કે, પાર્ટી ગુજરાતમાં (AAP in Gujarat) પહેલેથી જ પ્રચાર મોડમાં કામ કરી રહી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં બીજા ક્રમે આવેલી AAPએ આ વખતે 92 બેઠકો જીતી છે. જ્યારે, શાસક પક્ષ કોંગ્રેસ 18 બેઠકો પર સમેટાઇ ગયું હતું.

સુરત-સૌરાષ્ટ્ર બેલ્ટમાં આપનો દબદબો

ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, વરિષ્ઠ નેતાઓના જણાવ્યા અનુસાર, ગુજરાત અને હિમાચલ પ્રદેશ મુખ્યત્વે AAPના રડાર પર છે. પાર્ટીના એક કાર્યકર્તાએ કહ્યું, “હાલમાં અમે એવું નથી કહી રહ્યા કે, અમે ગુજરાત જીતીશું. પરંતુ મોદીના પદ પર આવ્યા બાદ રાજ્યમાં કંઈક બદલાવ આવ્યો છે, જેમાં પાટીદાર આંદોલન, ઉના આંદોલન અને 2017માં કોંગ્રેસની સારી કામગીરીમાં સામે આવી છે. પરંતુ કોંગ્રેસે હાર માની લીધી છે અને આપ માટે મેદાન ખુલ્લુ મૂકી દીધું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, “આપે પહેલા જ સુરતના પટેલ બેલ્ટમાં 27 સીટો જીતીને કોંગ્રેસનું મનોબળ ભાંગ્યુ છે. સૌરાષ્ટ્ર બેલ્ટમાં પાર્ટીની શાખ મજબૂત બની છે.”

કેજરીવાલ આવી શકે છે ગુજરાત

ગુજરાતમાં AAP કોંગ્રેસની ખાલી પડેલી જગ્યા ભરવાનો પ્રયાસ કરી રહી છે. રિપોર્ટ અનુસાર આગામી મહિને કેજરીવાલ અને પંજાબના ભાવિ મુખ્યમંત્રી ભગવંત માન વડાપ્રધાનના ગૃહ રાજ્યમાં પહોંચીને AAPના અભિયાનને મજબૂત કરી શકે છે.

કોંગ્રેસના મતદાતા આપ તરફ વળ્યા

દિલ્હીમાં કોંગ્રેસનો એક વોટર વર્ગ હતો, જે AAP પાસે ચાલ્યો ગયો છે. જ્યારે પણ કોંગ્રેસે પ્રમાણમાં સારું પ્રદર્શન કર્યું છે, ત્યારે તેનાથી AAPને નુકસાન થયું છે. આવી સ્થિતિમાં આપ હવે હિમાચલ પ્રદેશ તરફ મીટ માંડીને બેઠી છે, જ્યાં ગુજરાત પહેલા મતદાન થશે. પાર્ટીના એક નેતાએ જણાવ્યા અનુસાર, “પંજાબમાં જીત બીજા રાજ્યોમાં અમારા માટે દરવાજા ખોલ્યા છે. હિમાચલ પ્રદેશ જેવા રાજ્યમાં અમે એક નવી શરૂઆતની આશા રાખીએ છીએ, કારણ કે પંજાબે અમારા અભિયાનને વધુ મજબૂત અને દ્રઢ બનાવ્યું છે. જોકે, હજુ પાયાનું કામ બાકી છે. હિમાચલમાં રાજનૈતિક જ્ઞાતિ અને ક્ષેત્રીય ગણિત થોડું જટિલતા છે.”

આ પણ વાંચો - નસીબે જોર કર્યું અને 16 વર્ષ બાદ બદલાયો મંચ, હવે ભગવંતની તાળીઓ સામે 'ગુરુ' સિદ્ધુના હાસ્યને તાળું વાગ્યું

ખાસ વાત એ છે કે, આપની રાષ્ટ્રીય મહત્વકાંક્ષાઓ નવી નથી. 2013માં દિલ્હીમાં 28 બેઠકો જીત્યા બાદ, પાર્ટીએ 2014માં 400 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. પાર્ટીએ ચાર બેઠકો જીતી હતી અને આ તમામ બેઠકો પંજાબમાં હતી. આ પછી AAPએ દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો અને 2015માં બહુમતી સાથે જીત મેળવી. વર્ષ 2019માં પાર્ટીએ માત્ર 100 લોકસભા ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

આ પણ વાંચો -  પંજાબ વિધાનસભાનો ગઢ જીત્યા બાદ કેજરીવાલની નજર શેના પર રહેશે? કેવી હશે AAPની રણનીતિ

અહેવાલ મુજબ, પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, “2014ની ચૂંટણીઓ સાથે અમે અમારી રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ સ્પષ્ટ કરી દીધી હતી, પરંતુ તેને વિરોધનું સમર્થન નહોતું. ત્યારે અને હવે વચ્ચેનો ફરક એટલો જ છે કે, હવે અમારી પાસે સાબિતી છે.

અમે લોકોને બતાવ્યું છે કે, આપ જીતી શકે છે અને કામ કરી શકે છે. પંજાબનો જનાદેશ તેનો સૌથી મોટો પુરાવો છે કે, લોકો અમારા પર વિશ્વાસ કરવા તૈયાર છે.’
Published by:Kaushal Pancholi
First published:

Tags: Aarvind kejriwal, Gujarat assembly elections 2022, Gujarat Politics, આપ, ગુજરાત, ગુજરાત ચૂંટણી 2022

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन