Home /News /ahmedabad /પાટીદાર બાદ હવે ઓબીસી સમાજ આકરા પાણીએ, સમાજના 45 જેટલા સંગઠનો સાથે મહત્ત્વની બેઠક કરી

પાટીદાર બાદ હવે ઓબીસી સમાજ આકરા પાણીએ, સમાજના 45 જેટલા સંગઠનો સાથે મહત્ત્વની બેઠક કરી

કોળી-ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપવા સરકારને રજુઆત

Koli and Thakor community In Gujarat: ન્યુઝ18 ગુજરાતી સાથે ટેલિફોન વાતચિતમાં ઠાકોર આગેવાન અઝમલજી ઠાકોરે જણાવ્યુ હતું કે, ‘ઋષિભારતી બાપુના સાન્નિધ્યમાં સમાજમાં અલગ અલગ 45થી વધુ સંગઠનના હોદ્દેદારોએ સાથે બેઠક કરાઇ હતી. ગુજરાતમાં ઠાકોર અને ઓબીસીની વસ્તી વધુ હોવા છતા રાજકિય સ્થાન મળી રહ્યું નથી. આ બેઠકમાં નક્કી કરાયું હતું કે, આગામી દિવસોમાં નવ નિયુક્ત 43 ધારાસભ્ય, સાંસદઓ તથા તમામ રાજકીય આગેવાનો જેમને સનમાનીત કરવાના તેમજ સમાજમાં વિશિષ્ટ પદ ધરાવતા હોય તેવાનું સનમાન કરાશે.’

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમ ખાતે કોળી સમાજ અને ઠાકોર સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. મહામંડલેશ્વર 1008 ઋષિ ભારતી બાપુના સાનિધ્યમાં ગુજરાતભરમાંથી આવેલા કોળી-ઠાકોર સમાજના 45 જેટલા સંગઠનો એકત્રીત થયા હતા. સમાજના પડતર પ્રશ્નો અને આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સમાજની વસ્તી મુજબ યોગ્ય સ્થાન મળે તેવી સમાજ તરફથી માંગ ઉઠી છે.

વિવિધ કાર્યક્રમો થકી રણનીતિ ઘડવાની બેઠકમાં ચર્ચા


બેઠક અંગે ન્યુઝ18 ગુજરાતી સાથે ટેલિફોન વાતચિતમાં ઠાકોર આગેવાન અઝમલજી ઠાકોરે જણાવ્યુ હતું કે, ‘ઋષિભારતી બાપુના સાન્નિધ્યમાં સમાજમાં અલગ અલગ 45થી વધુ સંગઠનના હોદ્દેદારોએ સાથે બેઠક કરાઇ હતી. ગુજરાતમાં ઠાકોર અને ઓબીસીની વસ્તી વધુ હોવા છતા રાજકિય સ્થાન મળી રહ્યું નથી. આ બેઠકમાં નક્કી કરાયું હતું કે, આગામી દિવસોમાં નવ નિયુક્ત 43 ધારાસભ્ય, સાંસદઓ તથા તમામ રાજકીય આગેવાનો જેમને સનમાનીત કરવાના તેમજ સમાજમાં વિશિષ્ટ પદ ધરાવતા હોય તેવાનું સનમાન કરાશે.’

આ પણ વાંચો: બાપુનગરમાં લુખ્ખા તત્વોનો ખુલ્લેઆમ આતંક, પોલીસે કર્યા આંખઆડા કાન; ઘટનાનો વીડિયો વાયરલ

કોળી ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપવા રજુઆત


વધુમાં અઝમલજી ઠાકોરે જણાવ્યુ હતું કે ગુજરાતમાં આ સમસ્ત કોળી ઠાકોર સમાજનું 40%નું પ્રતિનિધિત્વ છે. 2.50 કરોડની વસ્તીમાં 1.50 કરોડનું ગુજરાતનુ સૌથી મોટું જંગી વોટીંગ પાવર તેમજ 80 લાખ ઘર ધરાવતો સૌથી મોટો સમાજ છે. સમાજની વસ્તી મુજબ સરકારમાં પ્રતિનિધિત્વ મળવું જોઇએ. રાજકીય રીતે પ્રભુત્વ મળે તે અંગે સમાજમાં આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો થકી રણનીતિ ઘડવાની બેઠકમાં ચર્ચા થઇ હતી. સરકારમાં કોળી અને ઠાકોર માટે નિગમ જાહેરાત કરવામાં આવે. આ સાથે યોગ્ય બજેટની જોગવાઈ સમાજ માટે સરકાર કરે. તેમજ વસ્તી વધુ હોવા છતા સરકાર તરફથી યોગ્ય પ્રતિનિધિત્વ ન મળતું હોવાની પણ રજૂઆત કરાશે.

આ પણ વાંચો: સુરતની ડીંડોલી પોલીસે બે મોબાઈલ સ્નેચરને ઝડપી પાડ્યા, 14 જેટલા મોબાઈલ પણ મળી આવ્યા

સરકારને કરાઈ અનેક રજુઆતો


આ સાથે વધારે વાત કરતા તેમણે કહ્યું કે, ‘કોળી અને ઠાકોર સમાજના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર- કચ્છના આપણા સમાજના તમામ રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો એકબીજાના પરિચયમાં આવે અને સમાજમાં એકતા અને જાગૃતી દ્વારા સમાજ શૈક્ષણિક,સામાજિક,રાજકીય,આર્થિક તેમજ વિવિધ ક્ષેત્રે આગળ વધે અને સમાજને નવી દિશા અને દશા મળે તે માટે કાર્ય કરે.’
Published by:Vimal Prajapati
First published:

Tags: Koli samaj, Thakor community, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો