અમદાવાદ: પ્રેમ લગ્ન કર્યા, પત્નીનાં ચારિત્ર્ય પર શંકા જતા મારીને દાટી દીધી, પતિની ધરપકડ

News18 Gujarati
Updated: February 12, 2019, 4:19 PM IST
અમદાવાદ: પ્રેમ લગ્ન કર્યા, પત્નીનાં ચારિત્ર્ય પર શંકા જતા મારીને દાટી દીધી, પતિની ધરપકડ
પોલીસે આરોપી પતિને બોલાવી લાશને જમીનમાંથી બહાર કાઢી હતી.

શહેરનાં સાણંદ વિસ્તારમાં એક યુવકે પોતાની પત્નીની હત્યા કરી લાશને જમીનમાં દાટી ફરાર થઈ ગયો હતો

  • Share this:
નવીન ઝા, અમદાવાદ: શહેરનાં સાણંદ વિસ્તારમાં એક યુવકે પોતાની પત્નીની હત્યા કરી લાશને જમીનમાં દાટી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસને જાણ થતા પોલીસે આરોપી પતિને બોલાવી લાશને જમીનમાંથી બહાર કાઢી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરુ કરી છે. નોંધનીય છે કે આ દંપતી છત્તીસગઢના રહેવાસી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે મલ્લુકુરે સતનામી નામનાં યુવક મૂળ છત્તીસગઢનો રહેવાસી છે. છેલ્લા બે મહિનાથી સાણંદના તળાવ પાસે આવેલ એક ઈંટ બનાવવાની ભઠ્ઠીમાં કામ કરતો હતો. તેની સાથે તેની પત્ની શૈલી સતનામી પણ કામ કરતી હતી. પતિ પર પત્નીની હત્યાનો આરોપ લાગ્યો છે. આ બન્ને છત્તીસગઢથી ભાગીને પ્રેમ લગ્ન કરી અહીંયા આવ્યા હતા. પરંતુ સાત દિવસ પહેલા એક એવી ઘટના બની જેના કારણે મલ્લુકુરેથીના રહેવાયુ અને તેને પોતાની પત્નીનુ ગળુ દબાવી તેની હત્યા કરી ભાગી ગયો હતો. જોકે ભઠ્ઠીમાં કામ કરતા આ ઘટનાની જાણ થતા તેમને પોલીસને જણાવ્યુ હતું. પોલીસે આરોપી પતિને અમૃતસરથી પાછો બોલાવી જે જગ્યાએ આરોપીએ પત્નીને મારી દાટી દીધેલ ત્યાં જઈ લાશને બહાર કાઢી તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો: અલ્પેશ ઠાકોરની Love Story, બ્લેડથી હાથ પર કોતર્યું હતું પ્રેમિકાનું નામ

સાણંદ પોલીસ સ્ટેશનનાં પી આઈ, આર.ઝાલાએ આ અંગે જણાવ્યું કે, 'સાણંદ વિસ્તારમાં હરીહર 5સ્ટાર નામની ઈંટોની ભઠ્ઠી છે. ભઠ્ઠીના કોન્ટ્રાકટર રામનાથે અમને જાણ કરી કે આરોપી યુવકે પોતાની પત્નીની હત્યા કરી તેને દાટી દીધી છે. જેથી અમે આરોપીને સાથે રાખી લાશને બહાર કાઢી છે.'

આ પણ વાંચો: સુરતઃ માતા-પિતાની મંજૂરી વગર પ્રેમલગ્ન નહીં, 10,000 યુવાઓ લેશે શપથ

પોલીસની તપાસમાં બહાર આવ્યુ છે કે જે દિવસે આરોપીએ હત્યા કરી તે દિવસે રાતે તેને પોતાની પત્નીને અન્ય યુવક સાથે જોઈ હતી. જેથી તેને તેની ચારિત્રય પર શંકા ઉભી થઈ હતી. આ ઘટના જોયા બાદ તે આવેશમાં આવી ગયો અને પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે કે મરનાર યુવતીના આ બીજા લગ્ન હતા જ્યારે યુવકના પહેલા લગ્ન હતા. પોલીસે ખુબજ ચતુરાઈથી આરોપીને પંજાબથી પાછો બોલાવી તેની પુછપરછ કરી ત્યારે તેને જણાવ્યુ કે જે જગ્યાએ તે કામ કરતો હતો. તેજ જગ્યાએ તેને પોતાની પત્નીને દાટી દીધી છે. પોલીસે એસડીએમ,એફએસએલ અને અન્ય અધિકારીઓને સાથે રાખી લાશને કાઢી પેનેલ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ શરુ કરી છે.
First published: February 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...