Home /News /ahmedabad /Ahmedabad News: વિદેશી યુવકનો પાસપોર્ટ ખોવાયો તો પોલીસે એક મહિનાની પ્રોસેસ માત્ર કલાકમાં જ કરી, જાણો કારણ...
Ahmedabad News: વિદેશી યુવકનો પાસપોર્ટ ખોવાયો તો પોલીસે એક મહિનાની પ્રોસેસ માત્ર કલાકમાં જ કરી, જાણો કારણ...
વિદેશી નાગરિકે ટ્વીટ કરી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો
Ahmedabad News: વિદેશી યુવકનો પાસપોર્ટ ખોવાઈ જતા અમદાવાદની સેટેલાઇટ પોલીસે જરૂરી પ્રમાણપત્રોની વ્યવસ્થા કરી એક જ દિવસમાં ડુપ્લિકેટ પાસપોર્ટ કઢાવી શકે તેવી વ્યવસ્થા કરી આપી છે. ત્યારે વિદેશી યુવકે પણ પોલીસનો આભાપ વ્યક્ત કર્યો છે.
અમદાવાદઃ પોલીસે વધુ એક માનવતા મહેકાવતું કામ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયન નાગરિકનો પાસપોર્ટ ખોવાઈ જતાં માત્ર 24 કલાકમાં જ પોલીસે ક્વિક રિસ્પોન્સ આપીને જરૂરી પ્રોસેસ કરાવતા નિયત સમયે યુવક વિદેશ પાછો જઈ શકશે. ત્યારે ઓસ્ટ્રેલિયન યુવક સહિત તેના સાથીમિત્રએ સોશિયલ મીડિયામાં પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
11મીએ વિદેશી યુવક ભારત આવ્યો
‘મે આઇ હેલ્પ યુ’ના સ્લોગનને અમદાવાદની સેટેલાઇટ પોલીસે ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. ત્યારે ઘટના એવી બની હતી કે, ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના હેમ્ટનમાં રહેતા એડ્રિન જેમ્સ કોર્સેટી નામનો યુવક 11મીથી ભારત પ્રવાસે આવ્યો હતો. આ વિદેશી યુવક ત્યાંની એક યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને યુનિવર્સિટીની અલગ અલગ દેશમાં માહિતી આપવાનું કામ કરે છે. તેથી તે 11મી ભારતે ભારત આવ્યો હતો. ત્યારે 15મીએ અમદાવાદ આવ્યો હતો. એરપોર્ટથી તે સેટેલાઇટ કોર્ટિયાર્ડ મેરિયોટ હોટેલમાં રોકાયો હતો.
આ દરમિયાન તેનો પાસપોર્ટ ગુમ થઇ ગયો હતો. તેથી તે સતત ચિંતામાં આવી ગયો હતો. હોટલના સ્ટાફ દ્વારા તેને બાજુમાં જ પોલીસ સ્ટેશન હોવાની માહિતી અપાતા તે સેટેલાઇટ પોલીસ સ્ટેશન ગયો હતો. ત્યારે પોલીસ સ્ટાફને આ ઘટનાની જાણકારી આપી હતી અને સેટેલાઇટ પોલીસે પણ તેને મદદ કરવાની ખાતરી આપી હતી. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ વ્યાસે અને પીએસઆઈ ડી.એ.રાઠોડે આ વિદેશી નાગરિક સાથે વાત કરી તાત્કાલિક એમ્બેસી, હાઇકમિશન અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી જરૂરી પત્ર વ્યવહાર કર્યા હતા આ સાથે જ તેને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. તેને આધારે ટેમ્પરરી પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવશે અને તે વિદેશ જઈ શકશે.
વિદેશી નાગરિકે પોલીસનો આભાર માન્યો
સામાન્ય રીતે, પાસપોર્ટ ગુમ થઈ જાય તો ડુપ્લિકેટ પાસપોર્ટ કઢાવવાની પ્રોસેસમાં લગભગ પંદરેક દિવસથી માંડીને અનેક મહિના થતા હોય છે, પણ આ વિદેશી નાગરિકને 21મીએ ઓસ્ટ્રેલિયા પરત જવાનું હોવાથી પોલીસે એક જ દિવસમાં ટેમ્પરરી પાસપોર્ટ કાઢવાનું પ્રમાણપત્ર અપાવ્યું હતું. ત્યારે વિદેશી નાગરિક પોલીસની કામગીરીથી ખુશ થયો હતો અને સોશિયલ મીડિયામાં તેનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય નાગરિક દિપીકા નારુલાએ સોશિયલ મીડિયા પર પોલીસ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. વિદેશી ઓસ્ટ્રેલિયન યુવકને કમિશનનો લેટર, પોલીસનું પ્રમાણપ્તર અને પાસપોર્ટ ઓફિસના ડોક્યુમેન્ટથી ડુપ્લિકેટ પાસપોર્ટ કઢાવવામાં સરળતા રહેશે અને પરત ઓસ્ટ્રેલિયા જઈ શકશે.
આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.વાય. વ્યાસે જણાવ્યુ હતુ કે, ‘વિદેશી નાગરિક આવ્યો હતો અને તેણે પાસપોર્ટ ગુમ થયો હોવાની વાત કરતા અમે તાત્કાલિક તેની મદદ કરી જરૂરી પ્રમાણપત્ર અપાવવામાં મદદ કરી છે.’ તો સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.એ. રાઠોડે પણ તમામ પત્ર વ્યવહારો કરવાની સાથે અમે યોગ્ય મદદ કરવાનો તે વ્યક્તિની સાથે અમને પણ પોલીસ અધિકારી તરીકેનો સંતોષ છે.