Home /News /ahmedabad /Ahmedabad: જુગારમાં લાખો રૂપિયા હારી જતા પતિએ કર્યો કાંડ, પત્નીએ સાસરીયાઓ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

Ahmedabad: જુગારમાં લાખો રૂપિયા હારી જતા પતિએ કર્યો કાંડ, પત્નીએ સાસરીયાઓ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

સાયન્સ સિટી વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ-સસરા અને દિયર વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

આમ ટુકડે ટુકડે રૂપિયા 35 લાખ તથા પરિણીતાએ દાગીના ગીરવે મૂકીને રૂપિયા 12 લાખ આપવા છતાં તેનો પતિ જુગારમાં હારી જતાં બીજા રૂપિયા 50 લાખ લઈ આવવા માટે દબાણ કરતા હતા.

અમદાવાદ: શહેરના સોલા વિસ્તાર (Sol Area) માં લાખ્ખો રૂપિયાનાં દહેજ (dowry) આપ્યા બાદ પણ સાસરિયા દ્વારા પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ (Physical and mental torture of women) આપવામાં આવ્યો. એટલું જ નહીં જુગાર રમવાની ટેવ ધરાવતા પતિ એ 35 લાખના દાગીના અને દહેજ પેટે 12 લાખ આપ્યા હોવા છતાં પરિણીતાને બીજા રૂપિયા 50 લાખ લઈ આવવા માટે દબાણ કરતો હતો. અંતે તારા પિયર વાળાને કેવી રીતે ફસાવું અને થોડા દિવસમાં પતિએ અગિયારમા માળેથી પડતું મૂકી દેતા પરિણીતા એ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ-સસરા અને દિયર વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પરિણીતાનો આરોપ છે કે લગ્નનાં છ મહિના સુધી તેના સાસરિયાએ તેને સારી રીતે રાખેલ બાદમાં નાની-નાની બાબતોમાં શંકા અને વહેમ રાખીને બોલાચાલી કર્યા બાદ ઝઘડો કરી માર મારતા હતા. અને વર્ષ 2014 માં જબરજસ્તીથી છૂટાછેડા આપી દીધા હતા. જો કે બાદમાં સમજાવટ થતાં ફરીથી તેઓએ કોર્ટ મેરેજ કર્યા હતા.

આ પણ વાંચો- હિંમતનગરમાં બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, સ્કૂલે ગયેલા બાળકોને ખભે બેસાડી લાવવા પડ્યા

પરંતુ તેના સાસુ સસરા તેને કહેતા હતા કે, તું અહી ફરીથી કેમ આવી છું, મારા છોકરા માટે તારા કરતાં ઘણી સારી છોકરી છે. તું દહેજમાં પણ કંઈ લાવી નથી. તું અહીંથી જતી રહે. પરિણીતા એ દીકરીને જન્મ આપતા મારે તો દિકરો જોઈતો હતો. દીકરી કેમ લાવી. તેમ કહીને જીયાણામાં એક કિલો ચાંદીના વાસણ, પાંચ તોલા સોનાના દાગીના અને રૂપિયા પાંચ લાખ રોકડા લઈ આવવા દબાણ કરતા હતા. જે આપવા છતાં પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિણીતાના દિયરને ધંધામાં નુકસાન જતાં પિયરમાંથી રૂપિયા મંગાવતા હતા.

આ પણ વાંચો- આજે કોરોનાએ ભાવનગરમાં બે દર્દીનો ભોગ લીધો, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

આમ ટુકડે ટુકડે રૂપિયા 35 લાખ તથા પરિણીતાએ દાગીના ગીરવે મૂકીને રૂપિયા 12 લાખ આપવા છતાં તેનો પતિ જુગારમાં હારી જતાં બીજા રૂપિયા 50 લાખ લઈ આવવા માટે દબાણ કરતા હતા. અંતે તારા પિયર વાળાને કેવી રીતે ફસાવું અને થોડા દિવસમાં પતિએ અગિયારમા માળેથી પડતું મૂકી દેતા પરિણીતા એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime news, Gujarati news, Sola police station, અમદાવાદ ક્રાઇમ