કાશ્મીરમાં પથ્થરબાજી કરનારા ગ્રુપ્સના વોટ્સએપ ગ્રુપ બંધ, પીએમ મોદીને મળશે સીએમ મહેબૂબા

Haresh Suthar | News18 Gujarati
Updated: April 24, 2017, 9:13 AM IST
કાશ્મીરમાં પથ્થરબાજી કરનારા ગ્રુપ્સના વોટ્સએપ ગ્રુપ બંધ, પીએમ મોદીને મળશે સીએમ મહેબૂબા
કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા અને દેશના ઘણા વિસ્તારોમાં કાશ્મીરી યુવાનો સાથે થઇ રહેલા ર્દુવ્યવહારની ઘટનાઓ પર ચર્ચા કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફતી આજે પીએમ વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. જ્યારે રાજ્યમાં સ્થિતિ ડહોળનારા પથ્થરબાજી કરનારા શખ્સોના વોટ્સએપ ગ્રપોને બંધ કરવામાં આવ્યા છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 24, 2017, 9:13 AM IST
જમ્મુ કાશ્મીર #કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા અને દેશના ઘણા વિસ્તારોમાં કાશ્મીરી યુવાનો સાથે થઇ રહેલા ર્દુવ્યવહારની ઘટનાઓ પર ચર્ચા કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફતી આજે પીએમ વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. જ્યારે રાજ્યમાં સ્થિતિ ડહોળનારા પથ્થરબાજી કરનારા શખ્સોના વોટ્સએપ ગ્રપોને બંધ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બનાવી રાખવા માટે રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ રાજ્યવાસીઓને અપીલ કરી છે. સાથોસાથ અસામાજિક તત્વો સામે પગલાં ભરવા પણ કટીબધ્ધતા બતાવી છે. તો દેશના અન્ય વિસ્તારોમાં કાશ્મીરી યુવાનો પર થઇ રહેલા અત્યાચાર સહિતની બાબતો પર ચર્ચા કરવા માટે તેઓ આજે પીએમને મળશે.

અહીં નોંધનિય છે કે, રવિવારે નીતિ આયોગની બેઠક દરમિયાન મહેબૂબા મુફ્તીએ દેશના અન્ય વિસ્તારોમાં અભ્યાસ કરવા આવેલા છાત્રોની સુરક્ષા માટે પણ અપીલ કરી હતી.
First published: April 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर