Home /News /ahmedabad /વાહનોની હાઇસિક્યુરિટી નંબર પ્લેટ પાણીમાં ગઇ, અમદાવાદ RTO માં ફરી નંબર પ્લેટ લગાવવા લોકોની લાઇન લાગી
વાહનોની હાઇસિક્યુરિટી નંબર પ્લેટ પાણીમાં ગઇ, અમદાવાદ RTO માં ફરી નંબર પ્લેટ લગાવવા લોકોની લાઇન લાગી
હાઇસિક્યુરિટી નંબર પ્લેટ મશીનથી લગાવવામાં આવે છે તેમ છતાં પણ વરસાદી પાણીમાં નંબર પ્લેટ નીકળી જાય છે.
જો કે નંબર પ્લેટ મશીનથી લગાવી લોક કરવામાં આવે છે પરંતુ વાહનની બોડી ફાયબરની હોય છે જેના કારણે ફાયબરમાં બોલ લગાવ્યા બાદ એન્જીનના કારણે ગરમ થાય છે અને પાણીનો પ્રવાહ વધુ હોય તો નંબર પ્લેટ નીકળી જાય છે.
અમદાવાદ શહેર (Ahmedabad)માં 10 જુલાઈની સાંજથી લઇ 11 જુલાઈ સુધી વરસાદ (Ahmedabad Rainfall) પડ્યો હતો. જેના કારણે અમદાવાદના રસ્તાઓ પાણી-પાણી (Ahmedabad Flood) થઈ ગયા હતા. સાથે જ બેઝમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયા હતા. બેઝમેન્ટમાં પાણી ભરાવાના કારણે વાહનોને મોટું નુકસાન થયું છે. અને વાહનો રિપેર કરાવવા વેઇટિંગ પણ ચાલી રહ્યું છે પરંતુ બીજી તરફ જે રોડ પરથી વાહનો નીકળી રહ્યા હતા. ત્યાં પાણીના પ્રવાહના કારણે વાહનોમાંથી નંબર પ્લેટ નીકળી ગઈ છે. નંબર પ્લેટ વગર તો ચાલે જ નહીં. એટલે લોકો ઓનલાઈન અપોઇમેન્ટ (Ahmedabad RTO) લઈને નંબર પ્લેટ લગાવવા પહોંચી રહ્યા છે.
વાહન માલિક બ્રિજેશ પટેલ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 10 જુલાઈના રોજ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને રોડ પર પાણી ભરાય ગયા હતા. રોડ પર વધારે પાણી હતું. પાણીના પ્રવાહમાં કારમાંથી નંબર પ્લેટ નીકળી ગઈ હતી. અને ફરી નંબર પ્લેટ લગાવવા માટે ઓનલાઈન પ્રક્રિયા કરી આજે ફરી નંબર પ્લેટ લગાવી છે.
આરટીઓ પર હાઇસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા આવતા દર 5 વાહનમાંથી 2 વાહનો એવા હોય છે. જે વરસાદના કારણે નંબર પ્લેટ નીકળી ગઈ હોય છે. હાઇસિક્યુરિટી નંબર પ્લેટ મશીનથી લગાવવામાં આવે છે. તેમ છતાં પણ વરસાદી પાણીમાં નંબર પ્લેટ નીકળી જાય છે. ત્યારે હાઇસિક્યુરિટી નંબર પ્લેટ અમદાવાદ ઇન્ચાર્જ પંકજ રાઠોડ જણાવ્યું છે કે, પાણીના કારણે નંબર પ્લેટ નીકળી ગઈ છે તેવા વાહન માલિક ઓનલાઈન અપોઇમેન્ટ લઈને ફરી લગાવવા આવી રહ્યા છે.
જો કે નંબર પ્લેટ મશીનથી લગાવી લોક કરવામાં આવે છે પરંતુ વાહનની બોડી ફાયબરની હોય છે જેના કારણે ફાયબરમાં બોલ લગાવ્યા બાદ એન્જીનના કારણે ગરમ થાય છે અને પાણીનો પ્રવાહ વધુ હોય તો નંબર પ્લેટ નીકળી જાય છે. જો કે હવે રોડ પર પાણી ભરાયેલ હોય તો તમે પણ ધ્યાન રાખો જો નંબર પ્લેટ નીકળી તો સમજી લો 500 રૂપિયાનો ખર્ચ થશે.