Home /News /ahmedabad /Ahmedabad Flower Valley: ફ્લાવર શૉ બાદ AMCની અમદાવાદવાસીઓને ‘ફ્લાવર વેલી’ની ભેટ, જાણો શું છે ખાસિયત 

Ahmedabad Flower Valley: ફ્લાવર શૉ બાદ AMCની અમદાવાદવાસીઓને ‘ફ્લાવર વેલી’ની ભેટ, જાણો શું છે ખાસિયત 

અમદાવાદમાં ફ્લાવર શો બાદ હવે ફ્લાવર વેલીની મજા માણી શકાશે.

Ahmedabad Flower Valley: અમદાવાદમાં રાજ્યની પહેલી વેલી બનાવવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શો બાદ હવે ફલાવર વેલીની ગિફ્ટ અમદાવાદવાસીઓને આપી છે.

અમદાવાદઃ રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદીઓ ફ્લાવર વેલીની મજા માણી શકશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફલાવર શો બાદ હવે ફલાવર વેલી તૈયાર કરવામાં આવ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલમાં ફ્લાવર વેલી ઉભી કરવામાં આવી છે. આ ફ્લાવર વેલી તૈયાર કરવા માટે ગાર્ડન વિભાગે નવેમ્બર મહિનાથી જ તૈયારી કરવાની શરૂઆત કરી હતી. જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ જેવી ફ્લાવર વેલીની મજા અમદાવાદમાં માણી શકાશે. કોસ્મોસ નામના ફૂલોથી વેલી તૈયાર કરવામાં આવી રહી છે. કોસ્મોસ ફ્લાવર સફેદ, મરૂન, ગુલાબી જેવા રંગબેરંગી ફૂલની પ્રજાતિ છે. ફ્લાવર વેલીની મુલાકાત માટે 10 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે.

તેમાં પણ શહેરીજનો ઓનલાઇન ટિકિટ બુક કરાવશે તો તેમને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આગામી 7મી ફેબ્રુઆરીથી લોકો માટે ફ્લાવર વેલી ખુલ્લી મૂકવામાં આવશે. 1 મહિના માટે આ ફ્લાવર વેલીની સમયમર્યાદા રાખવામાં આવી છે. પૂર્વઝોનનાં નિકોલ વોર્ડમાં ટી.પી.૧૧૦, એફ.પી.૧૧૪ વાળાપ્લોટમાં અંદાજીત 20 હજાર ચો.મી. કરતાં વધુ વિસ્તારમાં ડેવલપ કરવામાં આવેલી ફલાવર વેલી મેયરના વરદ્ હસ્તે શુભારંભ કરવામાં આવશે.


ફ્લાવર વેલીની મુખ્ય વિશેષતાઓ

  • શહેરી વિસ્તારમાં દેશની સૌ-પ્રથમ ફલાવર વેલી, જ્યાં એક જ પ્રકારનાં ફૂલોથી સમગ્ર વેલી તૈયાર કરવામાં આવી

  • કોસમોસ જાતનાં પ્લાન્ટેશનનાં જુદા-જુદા કલરનાં ફૂલોનાં પ્લાન્ટ્સ વેલી રૂપે લગાવવામાં આવ્યાં છે

  • ફ્લાવર વેલીનો કુલ વિસ્તાર 20 હજાર ચોરસ મીટર કરતાં વધુ

  • 12 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો માટે પ્રવેશ ફી 10 રૂપિયા રહેશે

  • ફ્લાવર વેલીની ટિકિટ ઓનલાઇન તેમજ સ્થળ પર ફિઝિકલ રીતે મેળવી શકાશે

  • ફલાવર વેલીની મુલાકાતનો સમયઃ સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી

  • ફ્લાવર વેલીની મુલાકાત માટે એક-એક કલાકના સ્લોટ રાખવામાં આવ્યાં છે

Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad news, AMC News, Flower show