Home /News /ahmedabad /

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના ટોપ સ્પીડમાં આવ્યો, રાજ્યમાં 1100 થી વધુ કેસ નોંધાયા

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના ટોપ સ્પીડમાં આવ્યો, રાજ્યમાં 1100 થી વધુ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.65 ટકા નોંધાયો છે.

Gujarat covid-19 case latest update: ગુજરાતમાં નવા 1101કોરોના કેસો નોંધાયા છે. જ્યારે 886 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (covid-19) સાજા થવાનો દર 98.65 ટકા નોંધાયો છે.

    Gujarat corona update: ગુજરાતના સતત વધી રહેલા કોરોના વાયરસના કેસો (coronavirus)માં વધુ એક વખત મોટો વધારો નોંધાયો છે. આજે કોરોના કેસ ગઇકાલની સરખામણીમાં મોટો વધારો નોંધાયો છે અને કોરોના કેસનો આંકડો પાંચ મહિના બાદ 1100 ને પાર પહોંચી ગયો છે. આજે 28 જુલાઇની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1101 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 886 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.65 ટકા નોંધાયો છે. જોકે આજે પણ અમદાવાદમાં સૌથી વધુ 364 કેસ નોંધાયા છે.

    ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 28 જુલાઈ 2022 ગુરૂવારના રોજ રાજ્યમાં નવા 1101 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 364 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10965 પર યથાવત છે.

    આ પણ વાંચો- એમ.એસ યુનિવર્સિટીમાં મારામારી, વિદ્યાર્થીઓના બે જુથો વચ્ચે અથડામણ

    વરસાદી પાણી વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 364, વડોદરા કોર્પોરેશન 78, મહેસાણા 76, ગાંધીનગર 60, વડોદરા 58, સુરત કોર્પોરેશન 48, રાજકોટ કોર્પોરેશન 43, ગાંધીનગર કોર્પોરેશન 40, કચ્છ 38, સુરત 29, બનાસકાંઠા 26, વલસાડ 22, ભાવનગર કોર્પોરેશન 21, નવસારી 19, ભરૂચ 18, અમરેલી 17, સાબરકાંઠા 17, પાટણ 16, રાજકોટ 16, આણંદ 14, અમદાવાદ 10, મોરબી 10, પોરબંદર 9, દેવભૂમિ દ્વારકા 8, અરવલ્લી 6, ખેડા 6, પંચમહાલ 5, તાપી 5, ભાવનગર 4, બોટાદ 3, જામનગર 3, જામનગર કોર્પોરેશન 3, સુરેન્દ્રનગર 3, મહીસાગર 2, છોટા ઉદેપુર 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1 કેસ નોંધાયા છે.

    આ પણ વાંચો- બેંકે ભૂલથી કરોડો રૂપિયા ટ્રાંસફર કર્યા, અમદાવાદના વેપારીએ તે પૈસાથી 5 લાખની કમાણી કરી લીધી

    રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 5995 એક્ટીવ કેસ છે જે પૈકી 15 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 5980 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,35,129 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10965 પર પહોંચી ગયો છે.

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,65,501 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,49, 87,066 લોકોનું રસીકરણ થયું છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat corona cases, Gujarat Corona Numbers, Gujarat corona update, Gujarat Corona Vaccination

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन